વાવાઝોડામાં ઘર પડી જતા દલિત પરિવારે 'ટોયલેટ'ને ઘર બનાવ્યું

પ્રતિકાત્મક તસવીર

'જો પાકુ મકાન બનાવવા માટે સહાય મળી હોત તો મારું ઘર પડી ન જાત'

 • Share this:
  ઓડિસા: ઓડિસામાં આવેલા ફાની નામના વાવાઝોડાએ વિનાશ વેર્યો હતો અને અનેક લોકો ઘર વગરનાં થઇ ગયા છે. ઓડિસાનાં કેન્દ્રપરા જિલ્લામાં રહેતા એક દલિત વ્યક્તિનું ઘર પર આ વાવાઝોડામાં ધ્વસ્ત થઇ ગયુ હતુ. તેની પાસે રહેવા માટે બીજો કોઇ વિકલ્પ ન રહેતા, ઘરનાં સંડાસનો પત્ની અને બે બાળકીઓ માટે રહેવા માટે ઉપયોગ કરવા લાગ્યો. આ સંડાસ ભારત સરકારનાં સ્વચ્છ ભારત મિશન હેઠળ તૈયાર કરવામાં આવ્યું હતું.

  મે 3નાં રોજ ઓડિસામાં વાવાઝોડું ત્રાટક્યું હતું. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, ખીરોડ જીના (58)પાસે જમીન નથી. મજુરી કરી પેટીયું રળે છે. તેનુમ ગામ રઘુદેપુર છે. હાલ તે સાત બાય છ ફૂટનાં ટોયલેટમાં રહે છે.

  ખીરોડે કહ્યું કે, ફાની વાવાઝોડામાં મારું ઘર પડી ગયુ છે. પણ ટોયલેટ પાકુ ચણેલું હતું તે અડીખમ ઊભુ છે. મારે રહેવા જવા માટે બીજો કોઇ વિકલ્પ નથી. થોડા દિવસ પહેલા જ મને આ ટોયલેટ આપવામાં આવ્યું છે. હવે હું મારા પરિવાર સાથે તેમા રહું છું. મને ખબર નથી કે, કેટલા સમય સુધી ટોયલેટમાં રહેવું પડશે.”
  તેણે કહ્યું કે, તેની પાસે એટલા સંશાધનો (પૈસા)નથી કે તે નવું ઘર બનાવી શકે. સરકાર નવી કોઇ ગ્રાન્ટ આપીને સહાય કરે તેની રાહ જુએ છે. જ્યાં સુધી મને સરકારી કોઇ સહાય ન મળે ત્યાં સુધી આ ટોયલેટ મારું ઘર રહેશે,”

  “નવું ઘર બનાવવા માટે મેં પ્રધાન મંત્રી આવાસ યોજના અને બીજુ પક્કા ઘર યોજના અતંર્ગત અરજી કરી છે. આ યોજના હેઠળ મારુ ઘર પાકુ થઇ ગયુ હોત તો એ પડી ન જાત. પણ મને આ યોજનાનો લાભ મળ્યો નહીં,” ખીરોડ જીનાએ તેની વેદના વર્ણવતા કહ્યું.

  આ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનાં પ્રોજેક્ટ ડિરેક્ટર દિલીપ કુમાર પરિદાએ જણાવ્યું કે, આ વ્યક્તિ ટોયલેટમાં રહે છે તેની વિગતો અમારા ધ્યાનમાં આવી છે. આ વ્યક્તિને સરકારની સહાયતા હેઠળ ઘર તરત જ મળી જાય એવી વ્યવસ્થા કરી રહ્યા છીએ,”
  Published by:Vijaysinh Parmar
  First published: