કોવિડ-19 બાદ હવે બ્રિટનમાં નોરોવાયરસનો પગપેસારો, જાણો કેટલો ઘાતક છે આ વાયરસ

પ્રતિકાત્મક તસવીર

હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. એક બાજુ કોરોનાના એક બાદ એક નવા વેરિએન્ટથી લોકો પરેશાન થયા છે. ત્યાં વધુ એક ખતરનાક વાયરસ, નોરોવાયરસ જેને ઉલ્ટી બગ(Vomiting Bug) તરીકે પણ ઓળખવામાં આવે છે,

  • Share this:
નવી દિલ્લી:  હાલ સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. એક બાજુ કોરોનાના એક બાદ એક નવા વેરિએન્ટથી લોકો પરેશાન થયા છે. ત્યાં વધુ એક ખતરનાક વાયરસ, નોરોવાયરસ જેને ઉલ્ટી બગ(Vomiting Bug) તરીકે પણ ઓળખવામાં આવે છે, તેણે ઓછી વસતી વાળા વિસ્તારોમાં પગ પેસારો કર્યો છે. પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે(PHE) કહ્યું કે, હાલમાં જ ઇંગ્લેન્ડમાં નોરોવાયરસના કેસો વધી રહ્યા છે. તો આ નોરોવાયરસ શું છે અને કેટલો ખતરનાક છે તેના વિશે વિગતવાર જાણીએ.

શું છે નોરોવાયરસ

રોગ નિયંત્રણ અને નિવારણ કેન્દ્ર(CDC) અનુસાર, નોરોવાયરસ એક ખૂબ જ ચેપી વાયરસ છે અને સંયુક્ત રાજ્યમાં જેટલી પણ ખોરાક જન્ય બિમારીઓ(Foodborne Illness) સામે આવે છે, તેમાં અડધાથી વધુ માટે નોરોવાયરસ જ જવાબદાર હોય છે. નોરોવાયરસ જે પેટ ફ્લૂ (Stomach Flu) તરીકે પણ ઓળખાય છે, તે હકીકતમાં હવામાન સંબંધિત બીમારી નથી, જે ઇન્ફ્લુએન્ઝા વાયરસના કારણે થાય છે અને તે વાયરસ સાથે કોઇ સંગતતા ધરાવતો નથી જે કોરોના વાયરસનું કારણ બને છે. સીડીસી અનુસાર, નોરોવાયરસનું અન્ય નામ ફૂડ પોઇઝનિંગ અને પેટ બગ છે.

શું છે નોરોવાયરસના લક્ષણ?

નોરોવાયરસથી તીવ્ર ગેસ્ટ્રોએન્ટેરિટિસના લક્ષણ સામાન્ય રીતે વાયરસના સંપર્કમાં આવ્યાના 12થી 48 કલાક બાદ સામે આવે છે અને લગભગ એકથી ત્રણ દિવસ સુધી રહે છે. અમુક સામાન્ય લક્ષણોમાં ઝાડા, પેટનો દુખાવો, ઉબકા અને ઉલ્ટી, તાવ, માથાનો દુખાવો અને શરીરનો દુખાવો સામેલ છે. મેયો ક્લિનિક અનુસાર રોગના કોઇ પ્રકારના લક્ષણો ન દેખાય તો પણ વ્યક્તિ નોરોવાયરસથી સંક્રમિત હોઇ શકે છે.

નોરોવાયરસ કેટલો ખતરનાક?

નોરોવાયરસ સંક્રમિત લોકોના મળ અને ઉલ્ટીમાં જોવા મળે છે. લોકો મળ કે ઉલ્ટી જે ધોયા વગરના ભોજન, દૂષિત પાણી કે દુષિત સપાટી પર હોઇ શકે છે. તેના આકસ્મિક સંપર્કમાં આવતા વ્યક્તિ આ વાયરસના ભરડામાં પીસાઈ શકે છે. સીડીસી અનુસાર, નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિ આ વાયરસના અબજો કણોને છોડી શકે છે અને બીજા લોકોને બીમાર કરવા માટે તે કણોની થોડી માત્રા પણ પર્યાપ્ત હોય છે.

નોરોવાયરસ કઇ રીતે ફેલાય છે?

નોરોવાયરસથી દૂષિત ખોરાક લેવાથી કે પ્રવાહી પીવાથી (જેમ કે દૂષિત પાણીમાં ઉગાવેલા ભોજન) તે ફેલાય છે. આ સિવાય નોરોવાયરસથી દૂષિત કોઇ વસ્તુ કે સપાટીને સ્પર્શવાથી અને પછી મોઢાને સ્પર્શવાથી, નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિના સીધા સંપર્કમાં રહેવા અને તેમના ભોજન કે વાસણ જેવી વસ્તુઓ સ્પર્શવાથી, કોઇ કૂવા કે પૂલમાંથી દૂષિત પાણી પીવાથી જે સાફ કરવામાં આવ્યું ન હોય, તેનાથી આ વાયરસ ઝડપથી ફેલાય છે.

નોરોવાયરસની તપાસ કઇ રીતે થાય?

એક ડોક્ટર સામાન્ય રીતે કોઇ પણ વ્યક્તિના લક્ષણોના આધારે નોરોવાયરસની ઓળખ કરી શકે છે. મળના નમૂનામાં પણ નોરોવાયરસને ઓળખી શકાય છે. જો તમારા શરીરમાં કોઇ આંતરિક સમસ્યા છે કે રોગ પ્રતિકારક શક્તિ નબળી છે તો ડોક્ટર મળ પરીક્ષણ કરવાનું કહી શકે છે.

શું નોરોવાયરસની સારવાર શક્ય છે?

મોટાભાગના લોકો કોઇ પણ પ્રકારની સારવાર વગર જ નોરોવાયરસને મ્હાત આપી સાજા થઇ જાય છે. પરંતુ વયસ્ક, નાના બાળકો અને એવા લોકો કે જે કોઇ સ્વાસ્થ્ય સમસ્યાથી પસાર થઇ રહ્યા છે, તે ડિહાઇડ્રેશન(Dehydration)માટે વધુ સંવેદનશીલ હોય છે અને કોઇ કારણે તેમને સારવાર (Medical Treatment) કે હોસ્પિટલમાં દાખલ થવાની પણ જરૂર પડી શકે છે.

નોરોવાયરસથી સંક્રમિત વ્યક્તિને સાજા થતા કેટલો સમય લાગે?

નોરોવાયરસ સામાન્ય રીતે એકથી ત્રણ દિવસ સુધી રહે છે. જોકે વાયરસના લક્ષણ માત્ર થોડા દિવસો સુધી રહે છે, પરંતુ લોકો પર તેની અસર વધુ સમય માટે રહે છે. જો તમે પહેલાથી જ કોઇ આંતરિક સમસ્યાથી પીડાઇ રહ્યા છો તો સંક્રમણથી સાજા થવાના સપ્તાહો કે મહીનાઓ સુધી પોતાના મળ દ્વારા વાયરસ ફેલાવી શકો છો. આવું એટલા માટે કારણ કે નોરોવાયરસ ઘણા પ્રકારના હોય છે, તમે તેનાથી ઘણી વખત બીમાર થઇ શકો છો. અમુક લોકો નોરોવાયરસ સામે રોગ પ્રતિકારક શક્તિ(Immunity) વિકસિત કરી શકે છે, પરંતુ તે નક્કી નથી કે તેમની પ્રતિકારક શક્તિ કેટલા સમય સુધી ચાલી શકે છે.
Published by:kuldipsinh barot
First published: