Home /News /national-international /કોરોના બાદ હવે અમેરિકામાં ખતરનાક ફંગસનો ભય મંંડરાયો, ઝડપથી ફેલાયો વાયરસ, 15 વર્ષ પહેલા જાપાનમાં મળી આવ્યો હતો
કોરોના બાદ હવે અમેરિકામાં ખતરનાક ફંગસનો ભય મંંડરાયો, ઝડપથી ફેલાયો વાયરસ, 15 વર્ષ પહેલા જાપાનમાં મળી આવ્યો હતો
અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહી છે કેન્ડિડા ઓરિસ ફંગસ ચેપ.
Fungal Infection Spread in USA: અમેરિકામાં કોરોના બાદ હવે નવા વાયરસનો ભય મંડરાઈ રહ્યો છે. યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) કહે છે કે, કેન્ડીડા ઓરીસ નામનો જીવલેણ ફંગસ ચેપ સમગ્ર અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. જેની ઓળખ 15 વર્ષ પહેલા જાપાનમાં થઈ હતી.
વોશિંગ્ટન : Candida auris નામનો એક રહસ્યમય અને જીવલેણ ફંગસનો ચેપ સમગ્ર અમેરિકામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે. આ ફંગસ પર નજર રાખનાર યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)એ આ વાયરસની માહિતી આપી છે. જોકે, ગયા વર્ષે (World Health Organization)વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને 19 ફંગલ પેથોજેન્સની અગ્રતા સૂચિમાં સી. ઓરિસનો સમાવેશ કર્યો હતો. મલ્ટિડ્રગ-રેઝિસ્ટન્સ ફૂગ (Yeast)15 વર્ષ પહેલાં જાપાનમાં પ્રથમ વખત જોવા મળ્યો હતો. જોકે, વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, 2022માં યુ.એસ.માં આશરે 2377 લોકોને આ ચેપ લાગ્યો છે.
એનલ્સ ઑફ ઇન્ટરનલ મેડિસિનમાં પ્રકાશિત સીડીસીનું નવું સંશોધન દર્શાવે છે કે, 2021માં 2019 અને 2021ની સરખામણીએ દેશના આરોગ્ય કેન્દ્રોમાં આ ફંગસ ઇન્ફેક્શનના 95 ટકા વધુ કેસ જોવા મળ્યા હતા. જ્યારે 2016માં આ ફૂગથી અમેરિકામાં માત્ર 53 લોકોને ચેપ લાગ્યો હતો.
આ વાયરસ કોલંબિયામાં પણ પહોંચ્યો
અમેરિકાની સાથે આ જીવલેણ સંક્રમણ કોલંબિયામાં પણ પ્રવેશ્યો છે. જેમાં કુલ 28 રાજ્યો અને કોલંબિયા ડિસ્ટ્રિક્ટે ચેપના પુષ્ટિ થયેલા કેસોની પુષ્ટિ કરી છે. આ સાથે, વર્તમાન પરિસ્થિતિને જોતા, એવું માનવામાં આવે છે કે, આ ફૂગ સામે લડવા માટે સલામતીના તમામ પગલાં પૂરતા નથી.
WHO અને CDC બંનેએ આ ફંગસને જાહેર આરોગ્ય માટે વધતા જોખમ તરીકે ઓળખી કાઢ્યું છે, કારણ કે, જોકે, આનો મૃત્યુદર 60 ટકા સુધીનો છે. જે અંગે નિષ્ણાતો કહે છે કે, જે લોકો વૃદ્ધ છે, અથવા તેમની રોગપ્રતિકારક શક્તિ નબળી છે, તેઓને આ ચેપ વધુ લાગી શકે છે, ખાસ કરીને ફંગસના સંપર્કમાં આવ્યા પછી. આ ફંગસથી ઘાવ અને કાનમાં ચેપ લાગે છે. જે પેશાબ અને શ્વાસના નમૂનાઓમાં પણ જોવા મળતો હોય છે, જોકે, હજુ એ અસ્પષ્ટ છે કે, આ ફંગસ ફેફસાં અથવા મૂત્રાશયને ચેપ લગાડતુ હોય છે. આ ફૂગ માત્ર દર્દીઓમાં ગંભીર બીમારીઓનું કારણ નથી, પરંતુ યોગ્ય પરીક્ષણો વિના તેને ઓળખવું પણ મુશ્કેલ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર