કોરોના બાદ હવે નવી રહસ્યમય બીમારીથી ફફડાટ, કેનેડામાં પાંચ લોકોનાં મોત

પ્રતીકાત્મક તસવીર

Mysterious Brain Disease: કેનેડામાં અનેક નિષ્ણાતો આ બીમારીને મેડ કાઉ ડિસીઝનું નામ પણ આપી રહ્યા છે.

 • Share this:
  ઓટાવા: દુનિયાના કોઈ પણ દેશમાં હજુ સુધી કોરોના (Corona pandemic)નો કહેર ખતમ નથી થયો. આ દરમિયાન એક રહસ્યમય બીમારી (Mysterious Brain Disease)એ આખી દુનિયામાં ડર ફેલાવ્યો છે. કેનેડા (Canada) માં બીમારીના ઝપટમાં 40 જેટલા લોકો આવી ગયા હતા. અત્યારસુધી કેનેડામાં આ બીમારીથી પાંચ લોકોનાં મોત થયા છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ બીમારી અંગે ડૉક્ટર્સ (Doctors) કે નિષ્ણાતો પાસે કોઈ માહિતી નથી.

  મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હાલમાં ડૉક્ટરો આ બીમારીને ફક્ત મગજના વિકાર સાથે જોડી રહ્યા છે. આવી બીમારીને ક્રુટ્ઝફેલ્ટ-જેકોલ રોગ (Creutzfeldt-Jakob disease) અથવા CJDના નામથી ઓળખાય છે. કેનેડામાં અનેક નિષ્ણાતો આ બીમારીને મેડ કાઉ ડિસીઝનું નામ પણ આપી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ બીમારીનો સૌથી પહેલો કેસ 2015માં સામે આવ્યો હતો. એ સમયે આ બીમારીના પાંચ દર્દી મળ્યા હતા. ગત વર્ષે 24 લોકો આ બીમારીમાં સપડાયા હતા. હવે 2021માં આ બીમારીના કેસ વધી રહ્યા છે. કેનેડાના બર્ટરેન્ડ શહેરના મેયર વોન ગોડિને આ બીમારી અંગે કહ્યુ છે કે, કોરોના પછી લોકો આ પ્રકારની બીમારીથી ખૂબ પરેશાન છે.

  આ પણ વાંચો: સુરત: 10 લોકોની ટોળકીએ યુવક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી વીડિયો બનાવ્યો, બ્લેકમેલ કરી 1.26 પડાવી લીધા

  બીમારીના લક્ષણો

  શરૂઆતના રિપોર્ટમાં સામે આવેલા બીમારીના લક્ષણો પ્રમાણે વ્યક્તિ વસ્તુઓ ભૂલવા લાગે છે, અચાનક ભ્રમની સ્થિતિમાં ચાલ્યો જાય છે. ન્યૂરોલૉજિસ્ટ ડૉક્ટર અલાયર માર્રેનોએ કહ્યુ કે, "અમારી પાસે એવા પુરાવા નથી કે જે એવું સાબિત કરે કે આ અસામાન્ય પ્રોટીનથી થતી બમારી છે." આ બીમારીના લક્ષણોમાં દુઃખાવો, મશલ્સ પેઇન વગેરે શામેલ છે. 18થી 36 વર્ષના દર્દીઓને એવા કામ કરવામાં મુશ્કેલી પડવા લાગે છે જેમાં દિમાગનો વધારે ઉપયોગ કરવો પડતો હોય. આ ઉપરાંત દાંત સંબંધિત તકલીફો પણ થવા લાગે છે.

  આ પણ વાંચો: રાજકોટ: AC કમ્પ્રેસરમાં શોર્ટ-સર્કિટને કારણે આગ ભભૂકી, આગાસી પર કપડાં સૂકવતી ગૃહિણી થયા ભડથું


  આ પણ વાંચો: 1 રૂપિયાનો આવો સિક્કો તમને બનાવી શકે છે કરોડપતિ! ફટાફટ તમારું કલેક્શન તપાસી લો

  શું છે મેડ કાઉ ડિસીઝ?


  મેડ કાઉ ડિસીઝ ગાય કે ગાય સાથે જોડાયેલા પ્રાણીઓમાં થતો એક રોગ છે. આ એક અસામાન્ય પ્રોટીનને કારણે થતો રોગ છે જે ગૌવંશમાં ફેલાતો ન્યૂરોલૉજિકલ રોગ છે. જે મસ્તક અને કરોડરજ્જુના હાંડકા ખતમ કરી નાખે છે. બીમારીની ઓળખ પ્રથમ વખત 1989માં બ્રિટનમાં થઈ હતી. એ દિવસમાં ત્યાં 170 લોકોનાં મોત થયા હતા.
  Published by:Vinod Zankhaliya
  First published: