Home /News /national-international /

Coronavirus બાદ NeoCov નામના ખતરનાક વાયરસની દુનિયામાં દસ્તક

Coronavirus બાદ NeoCov નામના ખતરનાક વાયરસની દુનિયામાં દસ્તક

NeoCov નામનો નવો વાયરસ દક્ષિણ આફ્રિકા (South Africa)માં જોવા મળ્યો છે.

NeoCov નામનો આ નવો વાયરસ દક્ષિણ આફ્રિકા (South Africa)માં જોવા મળ્યો છે. આ વાયરસના અંશ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયા (Bats)માં મળી આવ્યા છે.

    કોરોના વાયરસ (Covid-19)ના અલગ-અલગ વેરિઅન્ટને લઇ આખી દુનિયા ચિંતિત છે. આ દરમિયાન હવે વધુ એક નવા વાયરસે આપણી દુનિયામાં દસ્તક આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે તે કોરોના (Coronavirus)કરતા પણ વધુ ખતરનાક છે. ખાસ વાત એ છે કે ચીનની વુહાન લેબના (Wuhan Lab China) વૈજ્ઞાનિકોએ આ વાયરસને લઈને ચેતવણી આપી છે. જણાવી દઈએ કે નવેમ્બર 2019માં વુહાનમાંથી જ કોરોનાનો પહેલો કેસ સામે આવ્યો હતો. આ નવો વાયરસ (corona new variant) દક્ષિણ આફ્રિકા (South Africa)માં જોવા મળ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે દર 3 સંક્રમિત લોકોમાંથી એક વ્યક્તિનુ આ વાયરસના કારણે મૃત્યુ થઇ રહ્યું છે. સાથે જ આ વાયરસ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આ નવા વાયરસને હાલમાં NeoCov નામ આપવામાં આવ્યું છે.

    રૂસન સમાચાર એજન્સી સ્પુતનિકના જણાવ્યા અનુસાર, NeoCov કોઇ નવો વાયરસ નથી. તે MERS-CoV વાયરસ સાથે સંકળાયેલ છે. જે સૌ પ્રથમ મધ્ય પૂર્વના દેશોમાં વર્ષ 2012 અને 2015માં મળી આવ્યો હતો. તે SARS-CoV-2 જેવો છે, જેના કારણે કોરોના વાયરસ મનુષ્યમાં ફેલાય છે.

    આ વાયરસ ક્યાં અને કેવી રીતે ફેલાય છે?

    રિપોર્ટ અનુસાર હાલમાં આ વાયરસના અંશ દક્ષિણ આફ્રિકામાં ચામાચીડિયામાં મળી આવ્યા છે. હાલમાં તે આ પ્રાણીઓમાં જ ફેલાય રહ્યો છે. પરંતુ વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે તે મનુષ્યોમાં પણ ફેલાઈ શકે છે. BioRxiv વેબસાઈટ પર પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે NeoCoV અને તેના નજીકના સંબંધી PDF-2180-CoV મનુષ્યોને પણ સંક્રમિત કરી શકે છે.

    માણસોને સંક્રમણનો કેટલો ખતરો?

    વુહાન યુનિવર્સિટી અને ચાઈનીઝ એકેડેમી ઓફ સાયન્સ ઈન્સ્ટિટ્યૂટ ઓફ બાયોફિઝિક્સના સંશોધકોના જણાવ્યા અનુસાર, માનવ કોષોમાં ઘૂસણખોરી કરવા માટે વાયરસ માટે માત્ર એક જ પરિવર્તનની જરૂર છે. સંશોધનના તારણો જણાવે છે કે નોવેલ કોરોનાવાયરસ જોખમ ઊભું કરે છે કારણ કે તે ACE2 રિસેપ્ટરને કોરોનાવાયરસને રોગજનકથી અલગ રીતે બાંધે છે. માટે ન તો એન્ટિબોડીઝ અને ન તો શ્વસન સંબંધી રોગો ધરાવતા લોકો NeoCoV થી બચી શકશે.

    ખુબ જ ખતરનાક

    ચીનના સંશોધકના મતે આ ખૂબ જ ખતરનાક છે. NeoCoVથી સંક્રમિત દર 3 માંથી એક માણસ મૃત્યુ પામે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે તે કોરોના કરતાં વધુ ઝડપથી ફેલાય છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે NeoCoV પર ચીનની બ્રિફિંગ પછી, રશિયન સ્ટેટ વાઈરોલોજી અને બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટરના નિષ્ણાતોએ ગુરુવારે એક નિવેદન બહાર પાડ્યું હતું અને આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વાયરસ પર નજર રાખવામાં આવી રહી છે. ઉપરાંત તેના વિશે વધુ અભ્યાસની જરૂર છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Coronaviru Latest News, South africa, Wuhan lab

    આગામી સમાચાર