Home /News /national-international /વિવાદો બાદ આ વ્યક્તિએ ફરીથી સીએમ યોગીની પૂજા કરી, મુસ્લિમોએ કરી આરતી

વિવાદો બાદ આ વ્યક્તિએ ફરીથી સીએમ યોગીની પૂજા કરી, મુસ્લિમોએ કરી આરતી

મુસ્લિમોએ સીએમ યોગીની આરતી કરી

ઉત્તર પ્રદેશના રામ નગરી અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મંદિર ફરી એક વખત ચર્ચામાં છે. હકીકતમાં રામ જન્મભૂમિથી લગભગ 25 કિલોમીટર દૂર કલ્યાણ ભદરસા ગામના મજકે મૌર્યના પુરવામાં પ્રભાકર મૌર્ય નામના એક વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મૂર્તિ સાર્વજનિક ક્ષેત્રમાં સ્થાપિત કરી પૂજા-અર્ચના શરૂ દીધી હતી

વધુ જુઓ ...
    સર્વેશ શ્રીવાસ્તવ/અયોધ્યા. ઉત્તર પ્રદેશના રામ નગરી અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મંદિર ફરી એક વખત ચર્ચામાં છે. હકીકતમાં રામ જન્મભૂમિથી લગભગ 25 કિલોમીટર દૂર કલ્યાણ ભદરસા ગામના મજકે મૌર્યના પુરવામાં પ્રભાકર મૌર્ય નામના એક વ્યક્તિએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની મૂર્તિ સાર્વજનિક ક્ષેત્રમાં સ્થાપિત કરી પૂજા-અર્ચના શરૂ દીધી હતી, જો કે વિવાદ પછી મામલો થાળે પડ્યો હતો. પરંતુ પ્રભાર મૌર્યેજીની પૂજા-અર્ચના ફરીથી શરૂ થઈ ગઈ છે.

    હકીકતમાં સરકારી જમીન પર મંદિર હોવાના આરોપ પછી યોગી મંદિરનું નિર્માણ કરનાર પ્રભાકર મૌર્યે એક નવી વ્યવસ્થા શરૂ કરી છે. હવે પ્રભાકરે પોતાના ફાર્મ હાઉસ પર ત્રિપાલ લગાવીને યોગીની એક તસવીર રાખી પૂજા-અર્ચના ફરીથી શરૂ કરી દીધી છે. જો કે, પ્રભાકર મૌર્યેના કાકાએ પ્રભાકર મોર્ય પર આરોપ લગાવતા કહ્યું હતું કે, જ્યાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનું મંદિર બન્યું છે તે બંજર જમીન છે, તેના પછી પ્રશાસનને ઉતાવળમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની પ્રતિમા હટાવી લીધી હતી. પરંતુ બિહારના અરરિયા જિલ્લામાંથી અયોધ્યા પહોંચેલા અડધા ડઝનથી મુસ્લિમ સમાજના લોકોએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની વિધિ-વિધાન પૂર્વક પૂજા-અર્ચનાની સાથે આરતી પણ કરી.

    આ પણ વાંચોઃ અયોધ્યામાં બની ગયું CM યોગીનું મંદિર, રોજ સાંજે થાય છે આરતી, સંતોએ કહી આ વાત

    મુસ્લિમ સમુદાયના લોકોએ આરતી કરી




    NEWS 18 LOCAL સાથે વાત કરતા સાજિદ ઈકબાલ જણાવે છે કે, તેઓ ઉત્તર પ્રદેશના પ્રવાસે અયોધ્યા આવ્યા હતા અને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે અયોધ્યામાં યોગીજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. બસ પછી અમે બધા દર્શન પૂજા માટે અહીં પહોંચી ગયા. અમે ભાગ્યશાળી છીએ કે આવા મહાપુરુષના મંદિરની સ્થાપના અને પૂજા કરવાનો મોકો મળ્યો. મુસ્લિમ સમાજના લોકોએ પણ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની આરતી ઉતારી હતી. તે જ સમયે, મંદિર બનાવનાર પ્રભાકર મૌર્ય કહે છે કે, જ્યારથી મંદિરમાંથી મૂર્તિ દૂર કરવામાં આવી છે ત્યારથી અમે અમારા ફાર્મ હાઉસ પર સતત પૂજ્ય મહારાજ જીની આરતી કરીએ છીએ.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Ayodhya News, CM Yogi Adityanath, Uttar Pradesh‬

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन