હવે ફૈઝાબાદનું 'અયોધ્યા' થયું, નીતિનભાઈએ પણ કર્યો વિચાર: અમદાવાદ પણ થાય કર્ણાવતી !

News18 Gujarati
Updated: November 6, 2018, 6:58 PM IST
હવે ફૈઝાબાદનું 'અયોધ્યા' થયું, નીતિનભાઈએ પણ કર્યો વિચાર: અમદાવાદ પણ થાય કર્ણાવતી !
નામ બદલીને પણ લોકોની ભાવનાઓ સાથે રમો અને પ્રજાને 'મફતની મોજ' માં રાખો. પ્રજા મૂરખી છે એટલે આ સ્વીકારી પણ લેશે।

નામ બદલીને પણ લોકોની ભાવનાઓ સાથે રમો અને પ્રજાને 'મફતની મોજ' માં રાખો. પ્રજા મૂરખી છે એટલે આ સ્વીકારી પણ લેશે।

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી :

અંગ્રેજીમાં એક શબ્દનો વારંવાર ઉપયોગ થતા જોયો છે, જે ઉપરછલ્લા બદલાવ માટે પ્રયોગમાં લેવાય છે. આ શબ્દ છે : 'કોસ્મેટિક ચેન્જીસ' ! ભાજપને આ 'કોસ્મેટિક ચેન્જીસ' ની માનસિકતા કોઠે પડી ગઈ છે. કઈ ન થઇ શકે, તો નામ બદલીને પણ લોકોની ભાવનાઓ સાથે રમો અને પ્રજાને 'મફતની મોજ' માં રાખો. પ્રજા મૂરખી છે એટલે આ સ્વીકારી પણ લેશે।

આ પણ વાંચો હેં રૂપાણી સાહેબ, 'અમદાવાદ' હવે "કર્ણાવતી" ક્યારે બનશે ?

કુંભના મેળા પહેલા અલ્હાબાદનું 'પ્રયાગરાજ' કરનારી ઉત્તરપ્રદેશ સરકાર ફરી એક વખત મેદાનમાં આવી ગઈ છે. હરખઘેલા યોગીએ ફૈઝાબાદનું નામ 'અયોધ્યા' કરવાની આજે ઘોષણા કરી દીધી। વાત આટલેથી અટકતી હોત તો વાંધો નહોતો, આપણા બટકબોલા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પણ યોગીના હરખમાં જોડાયા અને બોલ્યા : હા, અમદાવાદનું નામ કર્ણાવતી કરવા પણ વિચાર કરી શકાય.

ગુજરાતનું આ શહેરનું નામ છે વટપદ્રક અને દર્ભવતી, તમને ખબર છે ? હશો જ, આ વાંચો

ભાઈ, ભાઈ મજા પડી ગઈ ! આનાથી મોટી દિવાળીની 'ગિફ્ટ' પ્રજાજનો માટે બીજી કઈ હોય શકે ? લોકો અયોધ્યા, કર્ણાવતી અને પ્રયાગરાજને પેટ્રોલની ટાંકીમાં ભરી દેશે, વઘારીને ખાઈ જશે, સસ્તી દવાની જેમ ચાટી જશે અને ફાટેલા લૂગડાની માફક શરીર ઉપર પહેરી લેશે। ઠેર-ઠેર આનંદ છવાઈ જશે, લોકોના દુખડા દૂર થઇ જશે અને દેશભરમાં 'રામ રાજ' લાગુ થઇ જશે.ઉલ્લેખનીય છે કે, આજે ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં દોપોત્સવ મનાવવામાં આવી રહ્યો હતો. જેનો પ્રારંભ કરાવતા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મોટું એલાન કરતા 'ફૈઝાબાદ' નું નામ બદલીને 'અયોધ્યા' કરી નાખવાની ઘોષણા કરી નાખી હતી ! આ પ્રસંગે દક્ષિણ કોરિયાના ફર્સ્ટ લેડી કિમ જોન્ગ સુક ખાસ ભારતની મુલાકાતે આવ્યા છે.

આ પણ વાંચો : ફોઈ નં-1 : 8 શહેરોના નામ બદલનારી મોદી સરકારનું નવું નામાભિધાન

આ લખાઈ રહ્યું છે ત્યારે લગભગ 3 લાખ દીવાઓ પ્રગટાવીને અહીં દિપોત્સવનો પ્રારંભ થશે. વળી, ભગવાન રામની જીવનીઓ આધારિત ઝાંખીઓ પણ નીકળશે। વિદેશી કલાકારોની હાજરીમાં અહીં રંગારંગ પ્રસ્તુતિ કરીને ભવ્ય અતિશબાજી પણ થશે. યોગીએ કહ્યું હતું કે, હું અહીં અયોધ્યાની ભાવના સાથે જોડાવા આવ્યો છું, નહિ કે કોઈની ભાવના સાથે ખેલ કરવા ! આ સાથે જ તેમને ફૈઝાબાદનું નામ બદલીને 'અયોધ્યા' કરી નાખવાની જાહેરાત કરી નાખી હતી.
First published: November 6, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading