મહારાષ્ટ્ર : બીજેપીના ઇન્કાર બાદ કૉંગ્રેસમાં ગતિવિધિ તેજ, હાઇકમાન્ડના આદેશની રાહ

News18 Gujarati
Updated: November 11, 2019, 9:48 AM IST
મહારાષ્ટ્ર : બીજેપીના ઇન્કાર બાદ કૉંગ્રેસમાં ગતિવિધિ તેજ, હાઇકમાન્ડના આદેશની રાહ
ઉદ્ધવ ઠાકરે અને સોનિયા ગાંધી (ફાઇલ તસવીર)

કૉંગ્રેસના ધારાસભ્યો જયપુર પહોંચી ગયા છે અને શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચવાની સંભાવના પર ચર્ચા કરી રહ્યા છે

  • Share this:
મુંબઈ : મહારાષ્ટ્ર (Maharashtra)માં રવિવાર બીજેપી (BJP) દ્વારા સરકાર બનાવવાનો ઇન્કાર કરવો અને શિવસેના (Shiv Sena) દ્વારા રાજ્યમાં પોતાના મુખ્યમંત્રીનો દાવો કર્યા બાદ કૉંગ્રેસમાં ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. કૉંગ્રેસ (Congress)ના સૂત્રોએ જણાવ્યું કે, મહારાષ્ટ્રના તમામ કૉંગ્રેસના ધારાસભ્ય રવિવારે જયપુર (Jaipur) પહોંચી ગયા છે અને શિવસેનાના નેતૃત્વમાં સરકાર રચવાની સંભાવના પર ચર્ચા કરી રહ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા પણ બેઠકમાં ભાગ લઈ રહ્યા છે.

પાર્ટીના વરિષ્ઠ નેતા અહમદ પટેલે પણ જયપુર પહોંચવાની શક્યતા છે. બેઠક બાદ કૉંગ્રેસ નેતાઓની દિલ્હીમાં પાર્ટીના હાઇકમાન્ડ સાથે આ મુદ્દે ચર્ચા કરવાની શક્યતા છે. સૂત્રો મુજબ એનસીપી પ્રમુખ શરદ પવાર સોમવારે કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી શકે છે.

જોકે, મહારાષ્ટ્રમાં પવારના નેતૃત્વવાળી પાર્ટીએ કહ્યું કે, શિવસેનાને પહેલા એનડીએથી બહાર થવું પડશે, પછી તેમને સમર્થન આપવા વિશે ચચા થશે. આ દરમિયાન, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા અશોક ચવ્હાણે કહ્યુ કે, પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્ય રાજ્યમાં રાજકીય વલણને લઈ હાઇકમાન્ડ પાસેથી સલાહ લેશે.

તેઓએ કહ્યુ કે, અમે જયપુરમાં છીએ. અમે મુદ્દાઓ પર ચર્ચા કરીશું અને ભવિષ્યના રાજકીય વલણ પર સલાહ લઈશું. પાર્ટી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન નથી ઈચ્છતી. ચવ્હાણે કહ્યુ કે, તેઓ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના પક્ષમાં છે.

મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિ પર ચર્ચા

આ પહેલા, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પાર્ટીના નવા ચૂંટાયેલા ધારાસભ્યો સાથે મુલાકાત કરી રાજ્યની રાજકીય સ્થિતિ પર ચર્ચા કરી. અશોક ચવ્હાણ, પૃથ્વીરાજ ચવ્હાણ અને બાલાસાહેર થોરાટ જેવા વરિષ્ઠ નેતાઓ સહિત તમામ 44 ધારાસભ્ય મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના ગતિરોધને ધ્યાને લઈ હોર્સ ટ્રેડિંગના શિકાર થવાના ડરથી કૉંગ્રેસ શાસિત રાજસ્થાનના પાટનગર જયપુરના એક રિસોર્ટમાં રોકાયા છે.ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ વિધાનસભા ચૂંટણીમાં બીજી સૌથી મોટી પાર્ટીના રૂપમાં ઉભરેલી શિવસેનાને સરકાર બનાવવા રવિવારે આમંત્રણ આપ્યું. સરકાર બનાવવાના બીજેપીએ ઇન્કાર કરવાના થોડાક કલાકો બાદ રાજ્યપાલે આ પગલું ઉઠાવ્યું.

રાજભવનના એક અધિકારીએ જણાવ્યું કે, શિવસેનાને સરકાર બનાવવા પર સોમવાર (11 નવેમ્બર) સાંજે સાડા સાત વાગ્યા સુધી પોતાનું વલણ રાજ્યપાલને જણાવવું પડશે. રાજ્યમાં હાલમાં જ યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 288 સભ્યોની વિધાનસભામાં બીજેપીને 105, શિવસેનાને 56 સીટો પર જીત મળી. બીજી તરફ, વિપક્ષી કૉંગ્રેસ અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ને ક્રમશ: 44 અને 54 સીટો પર જીત મળી છે.

આ પણ વાંચો,

મહારાષ્ટ્રમાં બીજેપીએ સરકાર બનાવવાની ના પાડી, રાજ્યપાલે શિવસેનાને આમંત્રણ પાઠવ્યું
મહારાષ્ટ્ર : BJPમાં મંથન, દેવડાએ કહ્યું, કોંગ્રેસ-NCPને સરકાર બનાવવા રાજ્યપાલ આમંત્રણ આપે

Published by: Mrunal Bhojak
First published: November 11, 2019, 7:46 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading