Home /News /national-international /

એટ્રોસિટી એક્ટ: દેશભરમાં દલિતો આજે રાષ્ટ્રિય પ્રતિકાર દિવસ તરીકે ઉજવશે

એટ્રોસિટી એક્ટ: દેશભરમાં દલિતો આજે રાષ્ટ્રિય પ્રતિકાર દિવસ તરીકે ઉજવશે

    ભારતબંધના એલાન પછી દેશભરના દલિતો આજે એટલે કે મે(આંતર રાષ્ટ્રિય મજૂર દિવસ)ના રોજ રાષ્ટ્રિય પ્રતિકાર દિવસ (નેશનલ રેઝિસ્ટન્સ ડે) યોજી શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી સુપ્રિમ કોર્ટના એટ્રોસિટી એક્ટના કાયદા વિશેના ચુકાદાનો વિરોધ કરશે. દેશના 20 રાજ્યોમાં આ પ્રદર્શનો યોજાશે. દિલ્હીમાં સંસદ ભવન સ્ટ્રીટ ખાતે પણ વિરોધ પ્રદર્શન યોજાશે.

    સુપ્રિમ કોર્ટે એટ્રોસિટી એક્ટ વિશે આપેલા ચુકાદાનો વિરોધ કરવા માટે નેશનલ કોઇલીશન ફોર સ્ટ્રેન્થનીગ ધ પ્રિવેન્શન ઓફ એટ્રોસિટી એક્ટ એન્ટ ઇટ્સ ઇમ્પલીમેન્ટેશન નામના એક સંગઠનની રચના કરવામાં આવી છે. આ સંગઠનના નેશનલ કન્વીનર ડો. વી.એ. રમેશ નાથને જણાવ્યું હતુ કે, તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા એટ્રોસિટી એક્ટ મામલે આપવામાં આવેલા ચુકાદાનો વિરોધ કરવા માટે પહેલી મેના દિવસે રાષ્ટ્રિય પ્રતિકાર દિવસ તરીકે ઉજવી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરવાનું નક્કી થયું છે. અમે દેશભરના દલિત અને માનવ અધિકારો માટે લડતા સંગઠનોને આ વિરોધમાં જોડાવા માટે અપિલ કરી છે.

    આંતર રાષ્ટ્રિય મજૂર દિવસને રાષ્ટ્રિય પ્રતિકાર દિવસ તરીકે પસંદ કરવા બાબતે ડો. વી.એ. રમેશ નાથને જણાવ્યું કે, દુનિયાભરમાં મજૂરોના હક્કો માટે આંતર રાષ્ટ્રિય મજૂર દિવસ ઉજવવામાં આવે છે. ભારતમાં, દલિતો અને આદિવાસીઓ મોટાભાગે મજૂરો જ છે. દલિતો અને આદિવાસીઓ, મહિલાઓ અને બાળકોના માનવ અધિકારોના રક્ષણ માટે હજુ આપણે ઘણી મજલ કાપવાની બાકી છે. ભારતમાં દલિતો આજેય જ્ઞાતિ આધારિત ભેદભાવો અને હિંસાનો શિકાર કરે છે.

    આ સંગઠન દ્વારા સરકાર સમક્ષ 12 જેટલી માંગણીઓ મૂકવામાં આવી છે. જેમાં એટ્રોસિટી એક્ટનો અસરકારક રીતે અમલ કરવો અને આ કાયદાને તેના મૂળ સ્વરૂપે પ્રસ્થાપિત કરવો, 2 એપ્રિલના ભારત બંધ દરમિયાન જે દલિતોની ધરપકડ થઇ છે તે તમામને તાત્કાલિક અસરથી છોડી મૂકવા વગેરે બાબતોનો સમાવેશ થાય છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Dalit protest

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन