ભારતે 59 ચાઇનીઝ Apps પર પ્રતિબંધ ફટકારતાં ચીની મીડિયાએ શું કહ્યું?

News18 Gujarati
Updated: June 30, 2020, 8:22 AM IST
ભારતે 59 ચાઇનીઝ Apps પર પ્રતિબંધ ફટકારતાં ચીની મીડિયાએ શું કહ્યું?
શી જિનપિંગ અને નરેન્દ્ર મોદીની ફાઇલ તસવીર

ચીનના સરકારી મીડિયા ગ્લોબલ ટાઇમ્સના પેટમાં તેલ રેડાયું! ભારતને આપી આવી ચેતવણી

  • Share this:
બીજિંગઃ લદાખની ગલવાન ઘાટીમાં ભારત-ચીન સૈનિકોની વચ્ચે થયેલા હિંસક ઘર્ષણ (India-China Rift) બાદ ચાલી રહેલા તણાવની વચ્ચે ભારત સરકારે (Modi Government) ચીનની 59 Apps (59 Chinese Apps Banned) પર સોમવારે પ્રતિબંધ લગાવી દીધો છે. આ એપ્સમાં ટિકટૉક (TikTok), યૂસી બ્રાઉઝર, હેલો અને શૅર ઇટ જેવી ઘણી પ્રચલિત એપ્સ સામેલ છે. ભારતે તર્ક આપ્યો છે કે આ ચાઇનીઝ એપ્સના સર્વર ભારતની બહાર આવેલા છે અને તેના દ્વારા ડેટા ચોરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ, ચીની સરકારે ભલે આ મામલે કોઈ પ્રતિક્રિયા નથી આપી, પરંતુ ચીનની સરકારી મીડિયાએ ભારતના પગલાને અમેરિકાની નકલ કરનારું કરાર કર્યું છે. ચીનના સરકારી અખબારે કહ્યું છે કે ચીનની વસ્તુઓના બહિષ્કાર માટે ભારત પણ અમેરિકા જેવા જ કારણો જોધી કહ્યું છે.

ચીની મીડિયાના પેટમાં તેલ રેડાયું!

ભારતના આ પગલાથી ચીનનું સરકારી મીડિયા ઘણું નારાજ જોવા મળી રહ્યું છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારતના આ પગલાને અમેરિકા સાથે નિકટના સંબંધો વધારનારું ગણાવ્યું છે. અખબારે આરોપ લગાવ્યો છે કે ચીનથી માલવેયર, ટ્રોઝન હોર્સ અને રાષ્ટ્રીય સુરક્ષાનો ખતરો બતાવને આ પ્રકારના પ્રતિબંધ લગાવવવાં આવ્યા છે. અખબાર મુજબ અમેરિકાએ પણ રાષ્ટ્રવાદની આડમાં આ પ્રકારની ચીનના સામાનને નિશાન બનાવવાનું શરૂ કર્યું હતું.


ચીની મીડિયાએ પુનરાવર્તન કર્યું છે કે આ પ્રકારના પગલાઓથી ભારતની અર્થવ્યવસ્થાને નુકસાન થશે. ઉર્જા મંત્રી આરકે સિંહના નિવેદનનો ઉલ્લેખ કરતાં અખબારે કહ્યું કે ભારત ચીનની સાથે 42 મિલિયન ડૉલરના સોલર મોડ્યૂલ આયાત કરે છે. સાથોસાથ ભારતીય વીજળી કંપનીઓ પણ ચીનના બનાવેલા ઇક્વિપમેન્ટ્સ દ્વારા કામ કરી રહી છે. એવામાં બૉયકૉટનું આહવાન ખૂબ મુશ્કેલ માલુમ થાય છે.


આ પણ વાંચો, 59 ચાઇનીઝ Apps પર કેમ લાગ્યો પ્રતિબંધ? કેન્દ્ર સરકારે જણાવ્યું આ મોટું કારણ

નોંધનીય છે કે, ભારત સરકારે સ્પષ્ટ કહ્યું છે કે આ એપ્સથી દેશની સુરક્ષા અને એકતાને ખતરો બની રહ્યો હતો, તેથી જ તેમને પ્રતિબંધ કરાવવાનો નિર્ણય લીધો છે. આઈટી મંત્રાલયે સોમવારે જાહેર કરેલા એક સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, તેમને વિભિન્ન રીતે અનેક ફરિયાદો મળી છે, જેમાં એન્ડ્રોઇડ અને આઈઓએસ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કેટલીક મોબાઇલ એપનો દુરુપયોય થવાની વાત કહેવામાં આવી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ એપ યૂઝર્સનો ડેટા ચોરીને, તેમને ચૂપચાપ ભારતની બહાર સ્થિત સર્વરને મોકલવામાં આવે છે.

આ પણ વાંચો, ગલવાન ઘર્ષણ અંગે વીકે સિંહનો દાવોઃ ચીની ટેન્ટમાં લાગેલી આગથી ભડક્યા હતા ભારતીય જવાન


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતની રાષ્ટ્રીય સુરક્ષા પ્રતિ શત્રુતા રાખનારા તત્વો દ્વારા આ આંકડાઓનું સંકલન, તેની તપાસ અને પ્રોફાઇલિંગ અંતે ભારતની સંપ્રભુતા અને અખંડતા પર આઘાત હોય છે, આ ખૂબ ચિંતાનો વિષય છે, જેની વિરુદ્ધ ઇમરજન્સી ઉપાયોની જરૂરિયાત છે. આઈટી કાયદા અને નિયમોની કલમ 69A હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરતાં આ એપ્સ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય કર્યો છે.
First published: June 30, 2020, 8:22 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading