Chinese Apps ઉપર પ્રતિબંધ બાદ હવે ચીનથી આયાત રોકવા માટેની તૈયારીમાં મોદી સરકાર! ઉદ્યોગ જગત સાથે મંથન શરૂ

News18 Gujarati
Updated: June 29, 2020, 11:31 PM IST
Chinese Apps ઉપર પ્રતિબંધ બાદ હવે ચીનથી આયાત રોકવા માટેની તૈયારીમાં મોદી સરકાર! ઉદ્યોગ જગત સાથે મંથન શરૂ
ફાઈલ તસવીર

ચીનને આર્થિક મોરચે ઈજા પહોંચાડવા માટે ભારત સરકારની અંદર ચીની સામાન ઉપર પ્રતિબંધ માટે મંથન શરૂ થઈ ગયું છે.

  • Share this:
નવી દિલ્હીઃ ચીનને આર્થિક મોરચે ઈજા પહોંચાડવા માટે ભારત સરકારની (Indian Government) અંદર ચીની સામાન ઉપર પ્રતિબંધ માટે મંથન શરૂ થઈ ગયું છે. નિર્ણય લીધા પહેલા ઔદ્યોગિત સંગઠનો અને અન્ય મેન્યૂફેક્ચરિંગ એસોશિએશન અને નિર્યાતકોની સલાહ માંગી છે. તેમને એ પૂછવામાં આવી રહ્યું છે કે ચીનથી થનારા આયાત ઉપર પ્રતિબંધ લગાવવાની સ્થિતમાં કેટલા સહજ હશે. ટેલિકોમ અને કેટલીક ચીની એપ ઉપર પ્રતિબંધ પછી (stop imports from China) આયાત ઉપર કડક લગામ લગાવવા માટે તૈયારી થઈ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

સરકાર ઔદ્યોગિક સંગઠનો અને એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલથી ચીનથી આયાત થનારા સામાનોની યાદીની માંગણી પહેલાથી જ કરી છે. જેથી એ નિશ્વિત કરી શકાય કે કઈ કઈ આઈટમોનું નિર્માણ આપણે સરળતાથી તત્કાલ રૂપથી ભારતમાં કરી શકીએ. એ આઈટમો ઉપર પ્રતિબંધ લગાવવા ઉપર ભારતીય મેન્યૂફેક્ચર્સને કોઈ નુકસાન ન થાય. વિકલ્પના રૂપમાં આ એ પણ જોઈ શકાય છે કે ચીન સિવાય ક્યાંથી જરૂરી સામાન અને ખાસ તરીકે કાચો માલ મંગાવી શકાય.

આ પણ વાંચોઃ-Unlock 2.0ની ગાઈડલાઈન રજૂ, વધી ગઈ છૂટ, સ્કૂલ-જીમ સહિત આટલી વસ્તુઓ ઉપર પ્રતિબંધ રહેશે

સુત્રો પ્રમાણે સરકાર ઔદ્યોગિક જગતથી ચીની સમાનના વિકલ્પ અને તેની જગ્યાએ ભારતીય મેન્યૂફેક્ચરિંગને સ્થાપિત કરવા અંગે સૂચનો લઈ રહી છે. અત્યારે ચીનથી આવનારા ફિજિકલ ચેકિંગના ઉપકરણો પોર્ટથી કાઢવામાં મોડું થતા સ્થાનિક મેન્યૂફેક્ચર્સ સપ્લાય ચેન બાધિત થવાનો અવાજ ઉઠ્યો છે.

આ પણ વાંચોઃ-પ્રતિબંધ બાદ શું TikTokની જગ્યા લેશે આ ભારતીય એપ? ટિકટોકને ટક્કર મારે એવા છે ફિચર્સ

સરકારને પણ ખબર છે કે દવા, ઓટો પાર્ટ્સ, મોબાઈલ અને ઈલેક્ટ્રોનિક્સ, કેમિકલ્સ જેવા અનેક ક્ષેત્રોમાં જ્યાં ચીનથી કાચા માલની સપ્લાય ન થવા ઉપર તૈયાર માલનું ઉત્પાદન સંભવ નથી. દવા નિર્માણના કાચા માલ (એપીઆઈ) માટે ભારત 90 ટકા ચીન ઉપર નિર્ભર રહે છે. 70 ટકા મોબાઈલ ફોન માટે ભારતની નિર્ભરતા ચીન ઉપર છે.આ પણ વાંચોઃ-BIG News: ચીન મામલે મોદી સરકારનો મોટો નિર્ણય, TikTok સહિત 59 ચીની App પર પ્રતિબંધ

ઓટો પાર્ટ્સને તૈયાર કરવામાં ચીન આવનારા અનેક કાચા માલ જેના વગર ચાર્સ તૈયાર ન થઈ શકે. કોસ્મેટિક માટે અનેક ઉત્પાદકો જે સંપૂર્ણ પણે ચીન ઉપર નિર્ભર છે. આયાતકારો પ્રમાણે ચીન પાસેથી સસ્તા ભાવમાં કાચો માલ મળવાના કારણે તેમનો ખર્ચ ઓછો આવે છે અને આંતરારષ્ટ્રીય બજારની તુલનાએ મુકાબલો કરવામાં સક્ષમ હોય છે.
First published: June 29, 2020, 11:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading