આ રાજય દારૂની હોમ ડિલીવરી કરવા માંગે છે પણ થયું આવું...

પ્રતિકાત્મક તસવીર

દેશમાં જે કુલ રોડ અકસ્માત થાય છે તેમાં 1.5 ટકા અકસ્માતો તો માત્ર દારૂ પીને ગાડીઓ હંકારવાથી થાય છે.

 • Share this:
  મહારાષ્ટ્ર રાજ્યની સરકાર એવો પ્લાન બનાવી રહી છે કે, લોકોને ઘેરબેઠા જ દારૂ મળી રહે. આમ કરવા પાછળનો સરકારનો દાવો એવો છે કે, જો દારૂ ઘરે બેઠા લોકોને મળે, તો દારૂ પીને પૂર ઝડપે ગાડીએ ચલાવતા જે અકસ્માતો થાય છે તેને અટકાવી શકાય.

  મહરાષ્ટ્ર સરકારે એવો દાવો કર્યો હતો હતો કે, દારૂની હોમ ડિલીવરી કરનાર મહારાષ્ટ્ર દેશમાં પ્રથમ રાજ્ય બનશે અને રોડ અકસ્માત ઘટશે.

  મહારાષ્ટ્ર સરકારનાં મંત્રી ચન્દ્રશેખર બેવાનકુલેએ એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં કહ્યું કે, સરકારની આ નીતિ ગેમ ચેન્જર બની જશે. ઇ-કોમર્સ ફર્મ દ્વારા દારૂની હોમ ડિલીવરી કરવામાં આવશે. જેવી રીતે, લોકો ઘરે બેઠા અન્ય વસ્તુઓ ઘેરબેઠાં ખરીદે છે તેવી રીતે લોકો દારૂ પણ મેળવી શકશે.”

  આ રીતે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે દારૂ

  જો કે, સરકારની આ યોજના પર પાણી ફરી વળ્યું અને દારૂની હોમ ડિલીવરીનો પ્લાન માંડી વાળવો પડ્યો. સામાજિક કાર્યકર્તાઓએ સરકારનાં આ પ્લાનનો ખુબ વિરોધ કર્યો અને સરકારનાં મંત્રીએ પણ ફેરવી તોળ્યું અને કહ્યું કે, સરકારનો આવો કોઇ પ્લાન નથી.

  ડીસા: નવો પેતરો, દૂધના વાહનમાં દારૂની હેરાફેરી, 5 લાખનો મુદ્દામાલ જપ્ત

  નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોનાં આંકડાઓ મુજબ, દેશમાં જે કુલ રોડ અકસ્માત થાય છે તેમાં 1.5 ટકા અકસ્માતો તો માત્ર દારૂ પીને ગાડીઓ હંકારવાથી થાય છે. દારૂ પીને વાહનો ચલાવવાથી થતા મોતની સંખ્યા અન્ય અકસ્માતો કરતા વધારે હોય છે.

  હે રામ ! પોરબંદરમાં ગાંધી સ્મૃતિભવન બન્યું ખંઢેર, અંદરથી મળી દારૂની ખાલી બોટલો!
  Published by:Vijaysinh Parmar
  First published: