ઉગ્ર વિરોધ થતાં જગન સરકારે અબ્દુલ કલામ પુરસ્કારનું નામ બદલવાનો નિર્ણય પાછો લીધો

News18 Gujarati
Updated: November 5, 2019, 1:25 PM IST
ઉગ્ર વિરોધ થતાં જગન સરકારે અબ્દુલ કલામ પુરસ્કારનું નામ બદલવાનો નિર્ણય પાછો લીધો
જગન રેડ્ડી સરકારે પુરસ્કારનું નામ બદલી વાયએસઆર વિદ્યા પુરસ્કાર કરી દેતાં લોકોએ ઠાલવ્યો ગુસ્સો

જગન રેડ્ડી સરકારે પુરસ્કારનું નામ બદલી વાયએસઆર વિદ્યા પુરસ્કાર કરી દેતાં લોકોએ ઠાલવ્યો ગુસ્સો

  • Share this:
હૈદરાબાદ : આંધ્ર પ્રદેશ (Andhra Pradesh)માં જ્યારથી વાય. એસ. જગન મોહન રેડ્ડી (Jagan Mohan Reddy)ની સરકાર બની છે ત્યારથી તે સરકારી યોજનાઓના નામ બદલવાના કામમાં લાગી ગઈ છે. રાજ્યમાં સરકાર બન્યા બાદ તેઓએ એન.ટી.આર. ભરોસાનું નામ બદલીને વાય.એસ.આર. પેન્શન, અન્ના કેન્ટિનને રાજન્ના કેન્ટિન અને મધ્યાહ્ન ભોજન યોજનાનું નામ વાય.એસ.આર અક્ષયપાત્ર કરી દીધું હતું. આવી જ રીતે જગન સરકારે ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ (Dr. APJ Abdul Kalam) પ્રતિભા પુરસ્કારનું નામ બદલીને વાય.એસ.આર. (YSR) વિદ્યા પુરસ્કાર કરવાની જાહેરાત કરતાં ઉગ્ર વિરોધ નોંધાયો હતો. જેના કારણે આંધ્ર સરકારે પોતાનો આ નિર્ણય પાછો લેવાની ફરજ પડી છે.

મૂળે, જગન મોહન રેડ્ડી સરકારે એ.પી.જે. અબ્દુલ કલામ પ્રતિભા પુરસ્કારનું નામ બદલીને વાય.એસ.આર. વિદ્યા પુરસ્કાર કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલાના આદે મુજબ, 2019થી રાજ્ય સરકાર આ નામથી પુરસ્કાર આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. અબ્દુલ કલામ પુરસ્કારનું નામ બદલ્યા બાદ સોશિયલ મીડિયા પર નિર્ણય સામે ગુસ્સો ઠાલવવામાં આવ્યો.

બીજેપી આઈટી શૅલના ઇન્ચાર્જ અમિત માલવિયએ ટ્વિટ કરીને લખ્યું કે, તેમાં કોઈ આશ્ચર્ય નથી કે જગન એવું વિચારે છે કે ભારત રત્ન ડૉ. એપીજે અબ્દુલ કલામ કરતાં તેમના દિવંગત પિતા મોટા વૈજ્ઞાનિક અને શિક્ષાવિદ હતા. તેઓ એવી પાર્ટીમાંથી આવે છે જે તમામ પુરસ્કાર, યોજના, સ્ટેડિયમ, રોડ, એરપોર્ટને નહેરુ-ગાંધી પરિવારના નામે કરતી આવી છે.
અન્ય એક યૂઝરે વિરોધ કરતાં કટાક્ષમાં કહ્યુ કે, તેના કરતાં તો આંધ્ર પ્રદેશનું નામ વાયએસઆર પ્રદેશ કરી દો..

નોંધનીય છે કે, આ પુરસ્કાર દર વર્ષે 11 નવેમ્બરે રાષ્ટ્રીય શિક્ષા દિવસ (મૌલાના અબુલ કલામ આઝાદની જયંતી) પ્રસંગે આપવામાં આવે છે. પુરસ્કાર એ પ્રતિભાશાળી સ્ટુડન્ટ્સને આપવામાં આવે છે જેઓ એસ.એસ.સી પરીક્ષામાં ઉત્કૃષ્ટ કરે છે. યોજનાથી ભારતના મિસાઇલમેન અને પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ કલામનું નામ હટાવવાના કારણે સરકાર લોકોના નિશાના પર આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, યોજનાના નામ બદલાવને કારણે સરકારને ઘણી ટીકાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. સરકારી બિલ્ડિંગોને પોતાની પાર્ટીના ઝંડાના કલરથી રંગવાના કારણે વિપક્ષી પાર્ટીઓએ સરકારની વિરુદ્ધ મોરચો ખોલ્યો છે. આ દરમિયાન રાજ્ય સરકારે વધુ એક નિર્ણય લીધો છે જેના કારણે વિવાદ વધી ગયો છે.

આ પણ વાંચો,

બંગાળના બીજેપી અધ્યક્ષે કહ્યુ- ગાય કેમ? શ્વાનનું માંસ ખાઓ, આપને કોણ રોકે છે?
દેશમાં જ સર્જરી કરાવવા માટે મક્કમ હતા સુષમા સ્વરાજ, આ હતું કારણ
First published: November 5, 2019, 1:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading