ચાર દિવસથી ખાધુ નથી, યૂપી, બિહારના લોકો કાશ્મીરમાંથી પલાયન થવા મજબૂર

જમ્મુ-કાશ્મીરમાંથી યૂપી-બિહારના મજૂરો પોતાના વતન પલાયન થવા મજબૂર

નથી આપી રહ્યા પગાર, ના કોઈ બસ, ના ટેમ્પો, પગપાળા આવવા માટે મજબૂર, સુરક્ષાની પણ ગેરન્ટી નથી

 • Share this:
  કેન્દ્ર તરફથી આર્ટિકલ 370માં સંશોધન બાદથી કાશ્મીરમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા કડક બંદોબસ્ત બાદ હવે ઉત્તર પ્રદેશ, બિહાર અને ઝારખંડના હજારો ગરીબ લોકો, હવે પાછા પોતાના ઘર જવા મજબૂર બન્યા છે. આ તમામ લોકો, જે અહીં રહી મજૂરી કરતા હતા અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ, હવે પરિસ્થિતિ એવી છે કે, લોકો ચાર દિવસથી ભુખ્યા, તરસ્યા કેટલાએ કિલોમીટરની યાત્રા પગપાળા કરી જમ્મુ પહોંચી રહ્યા છે અને તેમની પાસે એટલા પૈસા પણ નથી કે, પોતાના ગામ સુધી જવા ટિકિટ ખરીદી શકે.

  નથી આપી રહ્યા પગાર
  આ લોકોએ જણાવ્યું કે, હવે કાશ્મીરી લોકોએ તેમને પગાર આપવાની ના પાડી દીધી છે. સાથે જ સુરક્ષા એજન્સીઓ અને સેના દ્વારા કડકાઈ બાદ આ તમામ લોકોએ તેમને કામ પરથી નીકાળી દીધા છે, અને પોતાના ઘરે જવા કહી દીધુ છે. ત્યારબાદ હવે તેમની પાસે બીજો કોઈ રસ્તો નથી બચ્યો. હવે તેમના પાસે અહીં રહેવા માટે ઘર નથી અને પોતે પણ કાશ્મીરમાં હવે સુરક્ષીત નથી માની રહ્યા.

  ના કોઈ બસ, ના ટેમ્પો, પગપાળા આવવા માટે મજબૂર
  જમ્મુ રેલ્વે સ્ટેશન પહોંચેલા એક મજૂર જગદીશ માથુરે જણાવ્યું કે, અમે શ્રીનગરથી આવી રહ્યા છીએ, કેટલાએ કિલોમીટર પગપાળા ચાલ્યા છીએ. વચ્ચે વચ્ચે આર્મીની ટ્રકમાં કેટલીક યાત્રા કરી, પરંતુ ખીસ્સામાં પૈસા જ ન હતા કે બસનું ભાડુ આપી શકીએ. ચાર દિવસથી ખાવાનું પણ નથી ખાધુ. માથુરે જણાવ્યું કે, હવે એટલા પૈસા પણ નથી કે, બિહાર સ્થિત પોતાના ગામની ટિકિટ લઈ શકીએ. પરંતુ, અહીં રહેવાથી સારૂ કોઈ પણ રીતે પોતાના ઘરે પહોંચી જઈએ.

  સુરક્ષાની પણ ગેરન્ટી નથી
  આ લોકોનું કહેવું છે કે, હવે કાશ્મીરમાં રહેવું પણ સુરક્ષિત નથી લાગી રહ્યું. સુરજીત સિંહ નામના કારપેન્ટરે જણાવ્યું કે, કાશ્મીરમાં સેનાની કડકાઈ બાદ માહોલ બદલાઈ ગયો છે. અહીં રહેવા કરતા પોતાના વતન જતુ રહેવું સારૂ.
  Published by:kiran mehta
  First published: