આલોક વર્મા બાદ રાકેશ અસ્થાનાની પણ CBIમાંથી હકાલપટ્ટી

News18 Gujarati
Updated: January 18, 2019, 7:36 AM IST
આલોક વર્મા બાદ રાકેશ અસ્થાનાની પણ CBIમાંથી હકાલપટ્ટી
આઈપીએસ રાકેશ અસ્થાના (ફાઇલ ફોટો)

  • Share this:
સીબીઆઇમાં ચાલી રહેલી ઉથલપાથલને ધ્યાને રાખી ગુરુવારે ફરી ધરખમ ફેરફારો થયા. આલોક વર્મા બાદ સીબીાઇના નંબર બે અધિકારી સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાની પણ હકાલપટ્ટી કરવામાં આવી છે. ગુરુવારે સિલેક્શન કમિટીએ અસ્થાના સહિત ચાર સીબીઆઇ અધિકારીઓનો કાર્યકાળ ઘટાડી દીધો છે. તેમની અન્ય ડિપાર્ટમેન્ટમાં બદલી કરી દેવામાં આવી છે. રાકેશ અસ્થાનાને સિવિલ એવિએશનની જવાબદારી સોંપવામાં આવી છે. અન્ય ઓફિસરોમાં SP જયંત જે. નાઇકનવરે, DIG મનીષ કુમાર સિન્હા અને અરુણ શર્માનો સમાવેશ થાય છે.

અહીં ક્લિક કરી વાંચો ક્યારેક જીવતો હતો હાર્દિક બિન્દાસ લાઈફ, હવે નથી નીકળી રહ્યો ઘરની બહાર

આ પહેલા 11 જાન્યુઆરીએ દિલ્હી હાઇકોર્ટે સીબીઆઇના વિશેષ નિદેશક રાકેશ અસ્થાનાને રાહત આપી ન હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે તેમની સામે તપાસ ચાલું રહેશે. હાઇકોર્ટે 10 સપ્તાહમાં તપાસ પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. અસ્થાનાએ હાઇકોર્ટમાંથી FIR હટાવવાની માગ કરી હતી. રાકેશ અસ્થાનાએ ધરપકડથી બચવા માટે બે સપ્તાહનો સમય પણ માગ્યો હતો.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા આલોક વર્મા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યા બાદ સિલેક્થશન પેનલે તેઓને ડાયરેક્ટર પદ પરથી હટાવ્યા હતા.

પૂર્વ સીબીઆઇ નિદેશક આલોક વર્માએ કહ્યું હતું કે અસ્થાના વિરુદ્ધ લાંચના આરોપોમાં FIR દાખલ કરતી વખતે તમામ અનિવાર્ય પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું હતું. ફરિયાદી હેદરાબાદના બિઝનેસમેન સતીશ બાબુ સનાએ આરોપ લગાવ્યો હતો કે તેણે એક મામલે રાહત મેળવવા માટે લાંચ આપી હતી. સનાએ અસ્થાના વિરુદ્ધ ભ્રષ્ટાચાર, જબરજસ્તીથી વસૂલીના આરોપ લગાવ્યા હતા. સીબીઆઇના ડીએસપી દેવેન્દ્ર કુમાર વિરુદ્ધ પણ FIR દાખલ કરવામાં આવી હતી.

આલોક વર્માને ડાયરેક્ટરના પદ પરથી હટાવ્યા બાદ એમ નાગેશ્વર રાવને અંતરિમ જવાબદારી આપી હતી, પરંતુ તેની નિયુક્તિને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો.
First published: January 17, 2019, 9:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading