PM મોદી શા માટે ન કરી શક્યા બાબા મહાકાલનો જળઅભિષેક? જાણો કારણ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં પહોંચીને પૂજા કરી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં પહોંચીને પૂજા કરી હતી. આ દરમિયાન પૂજારીએ પીએમ મોદીને રુદ્રાક્ષની માળા પહેરાવી અને મંત્રોચ્ચારની સાથે માથા પર ત્રિપુંડ કર્યું. આ દરમિયાન તેમણે ધ્યાન પણ કર્યું, જોકે બાબા મહાકાલનો તેઓ જળઅભિષેક કરી શક્યા નહોતા. આમ ન કરી શકવા પાછળ મહામંદિરના નિયમ રહ્યાં છે, કારણ કે સાંજે 7 વાગ્યે આરતી થાય છે, આ કારણે સાંજે 5 વાગ્યા પછી મહાકાલ શિવલિંગનો અભિષેક કરી શકાતો નથી.
ઉજ્જૈનઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં પહોંચીને પૂજા કરી હતી. આ દરમિયાન પૂજારીએ પીએમ મોદીને રુદ્રાક્ષની માળા પહેરાવી અને મંત્રોચ્ચારની સાથે માથા પર ત્રિપુંડ કર્યું. આ દરમિયાન તેમણે ધ્યાન પણ કર્યું, જોકે બાબા મહાકાલનો તેઓ જળઅભિષેક કરી શક્યા નહોતા. આમ ન કરી શકવા પાછળ મહામંદિરના નિયમ રહ્યાં છે, કારણ કે સાંજે 7 વાગ્યે આરતી થાય છે, આ કારણે સાંજે 5 વાગ્યા પછી મહાકાલ શિવલિંગનો અભિષેક કરી શકાતો નથી.
બાબા મહાકાલના મંદિરમાં સાંજે 5 વાગ્યાથી મહાકાલને શ્રૃંગાર થવાનું શરૂ થઈ જાય છે. સાંજે 7 વાગ્યે આરતીનો સમય હોય છે, આ કારણે 5 વાગ્યા પછી જળઅભિષેક કરી શકાતો નથી. આ જ કારણે વડાપ્રધાને મહાકાલ જ્યોતિર્લિંગના દર્શન કર્યા, પૂજા અર્ચના પણ કરી અને ધ્યાન પણ કર્યું પરંતુ તેઓ જળઅભિષેક ન કરી શક્યા.
ઉજ્જૈનમાં આવેલા શ્રી મહાકાલેશ્વર મંદિરમાં શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રી મોદી દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી મહાકાલ લોક એ એવું લોક છે, જ્યાં ભગવાન શિવના વિવિધ રૂપને જોવાનું સૌભાગ્ય બધાને પ્રાપ્ત થશે. વડાપ્રધાન મહાકાલ લોકનું લોકાર્પણ કરી રહ્યાં હોવાને કારણે આજે ત્યાં હાજર લોકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો.
Published by:Vrushank Shukla
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર