અમદાવાદ. ગુજરાતમાં (Gujarat) ભારતીય જનતા પાર્ટીએ (BJP) વિજય રૂપાણીના (Vijay Rupani) સ્થાને ભૂપેન્દ્ર પટેલને (Bhupendra Patel) નવા મુખ્યમંત્રી નિયુક્ત કરી દીધા છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં એક વર્ષથી થોડા વધારે સમય બાકી છે, એવામાં એ સ્પષ્ટ છે કે બીજેપી રાજ્યમાં શક્તિશાળી પટેલ સમુદાયને પોતાની સાથે લાવવાના પ્રયાસમાં છે. સાથોસાથ પાર્ટી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશે મળેલા ફિડબેકને પણ નજરઅંદાજ નથી કરવા માંગતી. આગામી ચૂંટણીને લઈ બીજેપીની ચિંતા સ્પષ્ટ સમજાય છે.
વર્ષ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના (Congress In Gujarat) વોટની ટકાવારીમાં 40 ટકાનો ઉછાળો આવ્યો હતો. આ ઉપરાંત, પાર્ટી બીજેપી કરતાં થોડી જ સીટ પાછળ હતી. જિજ્ઞેશ મેવાણી (Jignesh Mevani), હાર્દિક પટેલ (Hardik Patel) અને અલ્પેશ ઠાકોરની (Alpesh Thakor) જોડીએ કામ કર્યું હતું. ત્યારબાદ પણ હાર્દિકે રાજ્યમાં કોંગ્રેસની મદદ કરી. જોકે, હવે તેનો જાદુ ઘટી રહ્યો છે. ઠાકોર, પહેલા જ કોંગ્રેસ છોડીને બીજેપીનો ખેસ ધારણ કરી ચૂક્યા છે.
રાહુલ ગાંધીએ (Rahul Gandhi) વર્ષ 2017માં આદિવાસીઓ, ખેડૂતો, પટેલો અને તમામ અગત્યના વર્ગો સુધી પહોંચવા માટે રાજ્યનો પ્રવાસ કર્યો હતો. તેમણે કોઈ પણ વિવાદાસ્પદ અને વ્યક્તિગત મુદ્દાઓથી અંતર રાખ્યું હતું. કોંગ્રેસે રાજ્યમાં ‘વિકાસ ગાંડો થયો છે’નો નારો આપ્યો હતો.
કોંગ્રેસ પાર્ટી કેડર ઉદાસ!
જોકે, આ વખતે પાર્ટી કેડર ઉદાસ લાગી રહી છે. ચૂંટણી પહેલા અહેમદ પટેલની ગેરહાજરી પણ લોકોને સતાવી રહી છે. રાજ્યસભા ચૂંટણીમાં પટેલની આક્રમક જીત બાદ એવી ધારણા બની હતી કે કોંગ્રેસ રાજ્યમાં આગળ વધી શકે છે. જોકે, પાર્ટી કેડરને આશા છે કે પરિસ્થિતિ બદલાશે. સૂત્રોનું કહેવું છે કે આ જ કારણે રાહુલ ગાંધી ગુજરાત પર વિશેષ ધ્યાન આપી રહ્યા છે. તેમને લાગે છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજ્યમાં બીજેપીની હાર વર્ષ 2024ની ચૂંટણી પહેલા તેમના માટે સૌથી મોટો ફટકો હશે. રાજ્યના પ્રભારી રાજીવ સાતવના નિધન બાદ તેમના સ્થાને નવા પ્રભારીની તલાશ હજુ ચાલુ છે.
સૂત્રોનું કહેવું છે કે, રાહુલ ગાંધી ઈચ્છે છે કે કોઈ તેજ નેતા કાર્યભાર સંભાળે. આ મામલે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલનું (Bhupesh Baghel) નામ પ્રસ્તાવિત હતું. રાહુલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો કે, બઘેલ ગુજરાતમાં કોંગ્રેસનું કામ સંભાળે. જોકે બઘેલે છત્તીસગઢના મુખ્યમંત્રી પદ પર કાર્યરત છે, એવામાં ગુજરાતના નવા પ્રભારીની શોધ ચાલુ છે.
બીજી તરફ, રાજસ્થાનના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પીસીસી ચીફ સચિન પાયલોટનું (Sachin Pilot) નામ પણ ગુજરાતના પ્રભારી તરીકે જાહેર થઈ શકે છે. માનવામાં આવી રહ્યું છે કે તેમની જેવી એક્ટિવ વ્યક્તિ ગુજરાતમાં કામ કરી શકે છે. તેની સાથે જ ગુજરાતના પ્રભારી તરીકે કાર્યભાર સંભાળવાની સાથે રાજસ્થાન સાથે સતત સંપર્કમાં પણ રહી શકશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર