Home /News /national-international /અદાણી બાદ હવે જેક ડોર્સી પર હિંડનબર્ગનો બોમ્બ ફૂટ્યો, બ્લોક ઈન્ક પર છેતરપિંડીનો આરોપ, 20 ટકા જેટલા શેર ઘટ્યા
અદાણી બાદ હવે જેક ડોર્સી પર હિંડનબર્ગનો બોમ્બ ફૂટ્યો, બ્લોક ઈન્ક પર છેતરપિંડીનો આરોપ, 20 ટકા જેટલા શેર ઘટ્યા
ટ્વિટરના ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સી (ફોટો- એપી)
Hindenburg Report: અદાણી ગ્રૂપ બાદ હવે હિંડનબર્ગે અન્ય એક કંપની પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. આ સમાચાર બાદ કંપનીના શેરમાં 20 ટકાનો મોટો ઘટાડો જોવા મળ્યો છે.
નવી દિલ્હી : અદાણી ગ્રૂપ બાદ ટેક્નોલોજી ફર્મ બ્લોક ઇન્ક અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગ રિસર્ચના ટાર્ગેટ હેઠળ આવી છે. હિંડનબર્ગે ગુરુવારે (23 માર્ચ) અમેરિકન કંપની બ્લોક ઇન્ક વિરુદ્ધ એક રિપોર્ટ જારી કર્યો છે. આ રિપોર્ટમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે, ટ્વિટરના પૂર્વ CEO જેક ડોર્સીની આગેવાની હેઠળની મોબાઈલ પેમેન્ટ કંપની બ્લોક ઈન્કએ છેતરપિંડી કરીને તેના યુઝર્સની સંખ્યામાં વધારો કર્યો છે. આ સાથે, કંપનીએ નવા ગ્રાહકોને ઉમેરવાની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કર્યો છે.
શોર્ટ સેલર ફર્મે કહ્યું કે, તેણે બ્લોક ઇન્કના શેરમાં શોર્ટ પોઝિશન લીધી છે. હિન્ડેનબર્ગે જણાવ્યું છે કે, "અમને લગભગ 2 વર્ષની તપાસ પછી જાણવા મળ્યું છે કે, બ્લોક ઇન્ક. એ મદદ કરવાનો દાવો કરતી વસ્તી વિષયક બાબતોનો વ્યવસ્થિત રીતે લાભ લીધો છે."
NEW FROM US:
Block—How Inflated User Metrics and "Frictionless" Fraud Facilitation Enabled Insiders To Cash Out Over $1 Billionhttps://t.co/pScGE5QMnX$SQ
અદાણી જૂથ પરના ઘટસ્ફોટના બે મહિના પછી, હિંડનબર્ગે 23 માર્ચ, 2023 ની વહેલી સવારે ટ્વિટ કરીને નવા ઘટસ્ફોટ વિશે સંકેત આપ્યો હતો. આ ટ્વીટમાં લખ્યું હતું - નવો રિપોર્ટ ટૂંક સમયમાં - બીજોમોટો ઘટસ્ફોટ
અદાણી ગ્રૂપ પર 24 જાન્યુઆરીના રોજ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો 24 જાન્યુઆરીના રોજ હિંડનબર્ગે અદાણી ગ્રુપ પર એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ અહેવાલે ગ્રુપની કંપનીઓની ચાલ બગાડી નાખી. આમાં રિકવરી આવી છે, પરંતુ હજુ પણ કોઈ કંપનીના શેર જૂના સ્તરે પહોંચ્યા નથી. રિપોર્ટમાં ગ્રુપ કંપનીઓ પર સ્ટોક મેનીપ્યુલેશન અને એકાઉન્ટિંગ ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જોકે, અદાણી ગ્રુપે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર