ઉત્તરપ્રદેશમાં છ મહિનાની લડત પછી ગામમાં દલિતનો વરઘોડો નીકળ્યો

News18 Gujarati
Updated: July 16, 2018, 12:06 PM IST
ઉત્તરપ્રદેશમાં છ મહિનાની લડત પછી ગામમાં દલિતનો વરઘોડો નીકળ્યો

  • Share this:
ઉત્તર પ્રદેશના એક ગામમાં એક દલિત યુવાને તેના ગામમાં વરઘોડો કાઢવા માટે સતત છ મહિના માટે સંઘર્ષ કરવો પડ્યો અને અંતે સફળતા મળી. વાત એમ છે કે, સંજય જાતવ નામની દલિત યુવાનની ઇચ્છા હતી કે, તેના લગ્ન સમયે ગામમાંથી વરઘોડો નીકળે. જો કે, આ ગામમાં ઉચ્ચ જ્ઞાતિના ઠાકુરોની વસ્તી છે. એટલે આ પ્રશ્ન જટિલ બન્યો.

સ્થાનિક ઠાકુર જ્ઞાતિના લોકોએ વિરોધ કરતા સ્થાનિક વહીવટીતંત્રએ દલિત યુવાનને વરઘોડો કાઢવા માટે મંજૂરી આપી નહોતી. પણ સંજય જાતવ અડગ રહ્યો અને છેક અલ્હાબાદ હાઇકોર્ટ સુંધી લડ્યો અને અંતે તેની ઇચ્છા પુરી થઇ.

ઉત્તર પ્રદેશનાં કાશગંજ જિલ્લાના બસઇ ગામમાં રવિવારે 10 પોલીસ ઇન્સ્પેક્ટર, 22 પોલીસ સબ-ઇન્સ્પેક્ટર, 35 હેડ કોન્સ્ટેબલ, 100 કોન્સ્ટેબલ અને રાજ્યની એક અનામત પોલીસ દળની ટૂકડીની સુરક્ષા વચ્ચે દલિત વરરાજાનો વરઘોડો નીકળ્યો. આ ગામમાં 80 વર્ષમાં પહેલી વખત કોઇ દલિતનો વરઘોડો નીકળ્યો. વરરાજાએ દલિત ચળવળ સાથે અભિન્ન રીતે જોડાયેલા વાદળી રંગનો શર્ટ પહેર્યો હતો.

સંજય જાતવે કહ્યુ કે, આપણે એકવીસમી સદીમાં જીવીએ છીએ. પણ કેટલાક લોકો એવુ માને છે કે, દલિતોને ગર્વભર જીવવાનો હક નથી. ગામમાં વરઘોડો કાઢનાર હું પહેલા યુવાન છુ. ડો. બાબાસાહેબ આંબેડકર અને તેમણે આપેલા બંધારણને કારણે આ શક્ય બન્યુ.

આ પ્રસંગે કાસજંગના પોલીસ અધિક્ષક આર.પી સિંઘે મીડિયાને જણાવ્યુ કે, કોઇ અનિચ્છનિય ઘટના ન બને એ માટે અમે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી.”
ઉત્તર પ્રદેશમાં પાંચમા ભાગની વસ્તી દલિતોની છે અને એમાંય દલિતોમાં જાતવોની સંખ્યા સૌથી વધારે છે. ઉત્તર પ્રદેશના અનેક ગામોમાં દલિત યુવાનોને વરઘોડા પરથી ઉતારીને માર મારવાના કિસ્સાઓ બન્યા છે.
First published: July 16, 2018, 12:06 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading