કાશ્મીરમાં સ્કૂલ-કોલેજ તો ફરી શરૂ થઇ, પણ વિદ્યાર્થીઓ જ ન આવ્યા!

News18 Gujarati
Updated: October 9, 2019, 5:41 PM IST
કાશ્મીરમાં સ્કૂલ-કોલેજ તો ફરી શરૂ થઇ, પણ વિદ્યાર્થીઓ જ ન આવ્યા!
જમ્મુ કાશમીર ફાઇલ તસવીર

  • Share this:
બુધવારે, જમ્મુ કાશ્મીરમાં (Jammu-Kashmir Administration) કોલેજોને ફરી શરૂ કરવામાં આવી. પણ વિદ્યાર્થીઓ (Students) શાળા સુધી નહતા પહોંચ્યા. વિદ્યાર્થીઓની ખૂબ જ પાંખી હાજરી અહીં જોવા મળી. ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં 5 ઓગસ્ટથી વિશેષ અધિકારને પાછો લેવામાં આવ્યો છે. અને બુધવારે આ વાતને 66 દિવસ વીતવા આવ્યા છે. કાશ્મીર મંડલ આયુક્ત બશીર ખાને ગત સપ્તાહે જાહેરાત કરી હતી કે કાશ્મીરમાં (Jammu-Kashmir) 3 ઓક્ટોબરથી સ્કૂલ અને 9 ઓક્ટોબરથી કોલેજ પાછા રાબેતા મુજબ ચાલુ કરવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે કૉલેજમાં કર્મચારીઓ તો છે પણ વિદ્યાર્થીઓ નથી. પ્રશાસનના અનેક પ્રયાસો પછી પણ શાળામાં વિદ્યાર્થીઓ નથી આવી રહ્યા.

ઉલ્લેખનીય છે કે જમ્મુ કાશ્મીરમાં હજી પણ સંચાર સેવાઓ પર રોક લગાવવામાં આવી છે. અને સુરક્ષા કારણોને દેખતા વિદ્યાર્થીઓના પરિવારજનો તેમના બાળકોને સ્કૂલ કે કૉલેજ મોકલવાથી ડરી રહ્યા છે. એટલું જ નહીં કાશ્મીરમાં દુકાનદારો પણ દુકાનો નથી ખોલી રહ્યા. અનેક વિસ્તારોમાં દુકાનો સ્વેચ્છાએ બંધ રાખીને દુકાનદારોએ પોતાનો વિરોધ દર્શાવ્યો છે.

વધુમાં, બુધવારે કોંગ્રેસ પાર્ટીએ જમ્મુ કાશ્મીરમાં 24 ઓક્ટોબરે થનારી બ્લોક ડૅવલોપમેન્ટ કાઉન્સિલ ચૂંટણી (BDC) નો બહિષ્કાર કર્યો છે. તેણે કેન્દ્ર પર આરોપ છે કે જ્યારે વિપક્ષના નેતાઓ નજરકેદ છે તો ચૂંટણી કોણ લડશે? તમને જણાવી દઇએ કે કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટે જમ્મુ કાશ્મીરના વિશેષ અધિકાર સમાપ્ત કર્યો તે પછીથી નેશનલ કોન્ફ્રેન્સ, પીડીપી અને અલગાવવાદી નેતા નજરબંધ છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને તો પબ્લિક સેફ્ટી એક્ટ (PSA) હેઠળ કેદ છે.
First published: October 9, 2019, 5:39 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading