જમ્મુ-કાશ્મીરમાં 6 મહિનાના પ્રતિબંધ બાદ ફરી શરૂ થઈ પ્રી-પેડ મોબાઇલ સેવા

જમ્મુ-કાશ્મીરમાં 6 મહિનાના પ્રતિબંધ બાદ ફરી શરૂ થઈ પ્રી-પેડ મોબાઇલ સેવા
કેન્દ્ર દ્વારા આર્ટિકલ 370ની જોગવાઈઓ રદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં 5 ઑગસ્ટે મોબાઇલ સેવાઓ બંધ કરવામાં આવી હતી

કેન્દ્ર દ્વારા આર્ટિકલ 370ની જોગવાઈઓ રદ કર્યા બાદ જમ્મુ-કાશ્મીરમાં 5 ઑગસ્ટે મોબાઇલ સેવાઓ બંધ કરવામાં આવી હતી

 • Share this:
  શ્રીનગર : જમ્મુ-કાશ્મીર (Jammu Kashmir)માં આર્ટિકલ 370 (Article 370) અને આર્ટિકલ 35A (Article 35 A) હટાવ્યાના 6 મહિના બાદ પ્રી-પેડ મોબાઇલ યૂઝર્સ માટે એસએમએસ અને વૉઇઝ કૉલ્સની સેવા ટૂંક સમયમાં શરૂ થશે. આ જાણકારી પ્રશાસને આપી છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર એક અધિકારીએ કહ્યું કે, પ્રી-પેડ મોબાઇલ કનેક્શન પર કૉલ કરવા અને એસએમએસ કરવાની સેવા ચાલુ કરવામાં આવી રહી છે.

  બીજી તરફ, કેન્દ્રશાસિત પ્રદેશ પ્રશાસને 10 જાન્યુઆરીએ જાહેર સુપ્રીમ કોર્ટ (Supreme Court)ના નિર્દેશોનું પાલન કરતાં મંગળવાર સાંજે જમ્મુ ડિવિઝન (Jammu division)ના પાંચ જિલ્લાઓમાં 2G મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ અને પોસ્ટપેઇડ કનેક્શન ચાલુ કરવાનો આદેશ આપ્યો હતો. સાથોસાથ, જમ્મુ અને કાશ્મીર ડિવિઝનમાં હૉસ્પિટલો, બેંકો અને હોટલો જેવી આવશ્યક સેવાઓ પ્રદાન કરનારી સંસ્થાઓમાં બ્રૉડબેન્ડ સેવાઓ શરૂ કરવામાં આવી છે.

  સેલ્યૂલર ફોન પર ઇન્ટરનેટની સુવિધા છીનવાઈ ગઈ હતી

  કાશ્મીર ઘાટીમાં 17 ઑગસ્ટે આંશિક ફિક્સ્ડ લાઇન ટેલીફોનને ફરી શરૂ કરવામાં આવ્યા હતા અને 4 સપ્ટેમ્બર સુધી લગભગ 50,000ની સંખ્યાવાળી તમામ લેન્ડલાઇનોને ચાલુ જાહેર કરવામાં આવી હતી.

  જમ્મુમાં નાકાબંધીના દિવસોમાં સંચાર પ્રણાલીને ચાલુ કરી દેવામાં આવી હતી અને મોબાઇલ ઇન્ટરનેટ પણ ઑગસ્ટના મધ્યમાં શરૂ કરી દેવામાં આવી હતી. પરંતુ તેના દુરુપયોગ બાદ 18 ઑગસ્ટે સેલ્યૂલર ફોન પર ઇન્ટરનેટની સુવિધા છીનવાઈ ગઈ હતી.

  આ પણ વાંચો, સાંઈબાબાની જન્મભૂમિ પર વિવાદ વકર્યો, શિરડી રવિવારથી અનિશ્ચિતકાળ માટે બંધ
  First published:January 18, 2020, 15:50 pm