યૂપી: ઠાકૂરોના ગામમાં 80 વર્ષે પહેલી વખત દલિતનો નીકળ્યો વરઘોડો

News18 Gujarati
Updated: July 16, 2018, 12:56 PM IST
યૂપી: ઠાકૂરોના ગામમાં 80 વર્ષે પહેલી વખત દલિતનો નીકળ્યો વરઘોડો

  • Share this:
6 મહિનાની રાહ જોયા બાદ આખરે દલિત સંજય જાટવનો વરઘોડો તે ગામમાં ગયો, જ્યાં મોટાભાગની વસ્તી ઠાકુર લોકોની છે. રવિવારે સંજયનો વરઘોડો ધૂમધામથી નીકળ્યો. ઉત્તર પ્રદેશ સ્થિત કાસગંજ જીલ્લાના બસઈ ગામનો રહેવાસી સંજય, નિજામપુર ગામ પહોંચ્યો, જ્યાં તે પોતાની ડ્રીમ ગર્લ શીતલ કુમારી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો. તમને જણાવી દઈએ કે 80 વર્ષમાં પહેલી વખત ગામમાં કોઈ દલિતના આ રીતે લગન થયા છે.

આ લગ્નને શાંતીપૂર્ણ સંપન્ન કરાવવા 10 પોલીસ ઈન્સપેક્ટર, 22 સબ ઈન્સપેક્ટર, 35 હેડ કોન્સ્ટેબલ, 100 કોન્સ્ટેબલ અને પીએસીની એક બટાલીયન પણ હાજર રહી હતી. આ વરઘોડામાં 30 ગાડીઓ પણ હતી, જેને પોલીસની ગાડીઓ રક્ષણ આપી રહી હતી.

ચમકતા વાદળી શૂટમાં જાટવે જણાવ્યું કે, અમે 21મી સદીમાં જીવી રહ્યા છીએ, પરંતુ કેટલાક લોકો વિચારે છે કે દલિતોનું કોઈ સન્માન ના હોય, હું એવો પહેલો વ્યક્તિ છું જે ગામમાં વરઘોડો લઈને જઈ રહ્યો છે. આ માત્ર બાબા સાહેબ આંબેડકરના સંવિધાનના કારણે જ શક્ય બન્યું છે.

જીલ્લા તંત્રએ પહેલા તો ઠાકુર સમુદાયની નારાજગીને ધ્યાનમાં રાખી નિજામપુર ગામમાં વરઘોડો કાઢવાની મંજૂરી આપી ન હતી. જોકે જાટવે હાર ન માની અને જીલ્લા અધિકારી, એસપી, ઈલાહાબાદ હાઈકોર્ટ, અને મુખ્યમંત્રીની ઓફિસ સુધી પોતાની અરજી મોકલી દીધી.

મીડિયા સાથે વાતચીત કરતા જીલ્લા અધિકારી આરપી સિંહે કહ્યું કે, અમે કોઈ પણ પરિસ્થિતિને પહોંચીવળવા માટે સુરક્ષાની તમામ તૈયારી કરી છે, અને જો કોઈ વિવાદ ઉભો કરવા માંગતું હોય તો તે નહીં કરી શકે.

દુલ્હનની માં મધુબાલાએ જણાવ્યું કે, આવું પહેલી વખત નથી કે, ગામના ઠાકુર લોકો મારા ઘરે આવી રહેલ વરઘોડા-જાનને રોકી હોય. આ પહેલા પણ મારી ત્રણ નણંદના લગ્ન થયા. એક નણંદની જાન-વરઘોડો બેન્ડ-વાજા સાથે અડધા રસ્તે પહોંચી ગઈ હતી. જેની જાણ ઠાકુરોને થતાં, તેમણે મોટો હંગામો કર્યો હતો. ત્યારબાદ વરઘોડો-જાનને બેન્ડ-વાજા વગર ઘર સુધી આવવું પડ્યું હતું.
First published: July 16, 2018, 12:56 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading