હૈદરાબાદ ગેંગરેપ મર્ડરઃ ચાર દિવસ બાદ એક્શનમાં આવ્યા KCR, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

News18 Gujarati
Updated: December 2, 2019, 7:40 AM IST
હૈદરાબાદ ગેંગરેપ મર્ડરઃ ચાર દિવસ બાદ એક્શનમાં આવ્યા KCR, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે
ફાઈલ તસવીર

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટેનરી ડૉક્ટર સાથે પહેલા ગેંગરેપ અને ત્યારબાદ હત્યાનો મામલાના ચાર દિવસ બાદ રાજ્યના મુખ્યમંત્રી કેસીઆરએ પહેલી પ્રતિક્રિયા આપી છે.

  • Share this:
હૈદરાબાદઃ તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં મહિલા વેટેનરી ડૉક્ટર સાથે પહેલા ગેંગરેપ અને ત્યારબાદ હત્યાનો મામલાના (Hyderabad Doctor Gangrape and Murder Case) ચાર દિવસ બાદ રાજ્યના મુખ્યમંત્રી કેસીઆર (CM K Chandrashekhar Rao)એ પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે આ મામલે વહેલી તકે ન્યાય અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ (Fast Track Court) બનાવવાની જાહેરાત કરી છે. ચંદ્રશેખર રાવે પ્રતિક્રિયા આપતા બધા અધિકારીઓને સૂચના આપી છે કે આ કેસની ઝડપી તપાસ કરે.

મુખ્યમંત્રી કેસીઆરે કહ્યું કે, 'દોષીઓને વહેલી તકે પકડીને કડકમાં કડક સજા આપવામાં આવશે.' મુખ્યમંત્રીએ આ મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટની રચના કરવાનો આદેશ પણ આપ્યો છે. આ ઘટના બાદ પહેલા સાર્વજનિક નિવેદમાં રાવે ચાર લોકો દ્વારા 25 વર્ષીય મહિલા સાથે દુષ્કર્મ અને હત્યાની ઘટનાને ભયાનક ગણાવી હતી. અને દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમના કાર્યાલય દ્વારા રજૂ કરેલા નિવેદન પ્રમાણે અધિકારીએ વહેલી તકે કોર્ટની રચના કરવાની પ્રક્રિયા શરૂ કરવા અને અને દોષીઓને કડકમાં કડક સજા કરવાનો આદેશ પણ આપ્યો છે.

આ પણ વાંચોઃ-સુરતઃ ગર્લફ્રેન્ડના ઝઘડા અંગે સમાધાન કરવા ગયેલા યુવકની ચપ્પા વડે હત્યા

ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર ઘટના પહેલા મૃતકના પરિવારને એક પોલીસ સ્ટેશનથી બીજા સ્ટેશનના ધક્કા ખાવા મજબૂર થવું પડ્યું હતું ઉપરાંત મહિલા ડૉક્ટરનું ચરિત્ર હનન કરી તેના પિતાની સાથે ખરાબ વર્તન કરવામાં આવ્યું. પરિવારનો આરોપ છે કે પોલીસે તેમને કહ્યું કે તેમની દીકરી કોઈની સાથે ભાગી ગઈ હશે.

આ પણ વાંચોઃ-અમદાવાદઃ ટ્રાફિકનો દંડ ભરવા અંગે મિત્રની હત્યા, બાઈક ચલાવવા લઇ ગયો હતો મૃતકમૃતકના પરિજનોએ જણાવ્યું કે, તેઓએ પોલીસની સામે આજીજી કરી કે તેઓ દીકરીને શોધવા માટે ટોલ પ્લાઝા સુધી તો ચાલો પરંતુ પોલીસે પરિજનોની વાતને હળવાશથી લીધી અને તેમને ત્યાંથી જવા માટે કહ્યું. મૃતકની બહેને જણાવ્યું કે બુધવાર રાત્રે મહિલા ડૉક્ટરને એ વાતનો અંદાજો આવી ગયો હતો કે તે ખતરામાં છે. તેણે બહેનને ફોન પણ કર્યો પરંતુ થોડીવાર બાદ જ તેનો ફોન સ્વિચ ઑફ થઈ ગયો. ડૉક્ટર જ્યારે 10:30 વાગ્યા સુધી ઘરે ન પહોંચી તો બહેને પિતાને ફોન કર્યો. બહેને અને તેના પિતા ફરિયાદ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા. મૃતકની બહેને આરોપ લગાવ્યો કે જ્યારે તે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા તો તેમને ત્યાંથી શનશાબાદ પોલીસ સ્ટેશન જવા માટે કહેવામાં આવ્યું. પોલીસે કહ્યું કે આ મામલો તેમની હદમાં નથી આવતો.

આ પણ વાંચોઃ-મહિલા સશક્તિકરણને પ્રાથમિકતા નહીં, રેપ રોકવામાં પોલીસ નિષ્ફળ : ADG અનિલ પ્રથમ

પરિજનોએ આરોપ લગાવ્યો કે કોઈએ પણ તેમને યોગ્ય રીતે જવાબ ન આપ્યો. પરિજનોએ જણાવ્યું કે, મૃતકના પિતા પોલીસકર્મીઓની સાથે આજીજી કરતાં રહ્યા કે દીકરીને શોધવા માટે કોઈ યોગ્ય કાર્યવાહી કરે પરંતુ પોલીસ તેને ટાળતી રહી. સવારે 3 વાગ્યા સુધી આવું ચાલતું રહ્યું. ત્યારબાદ મહિલા ડૉક્ટરને શોધવા માટે પિતાની સાથે બે કોન્સ્ટેબલ મોકલવામાં આવ્યા, પરંતુ તેમને શોધવામાં કોઈ સફળતા ન મળી. પરિજનોનો આરોપ છે કે સમયસર પોલીસે કાર્યવાહી કરી હતો તો દીકરીને બચાવી શકાઈ હોત. ગુરુવાર સવારે પોલીસે ડૉક્ટરના પરિવારને ફોન કરી ચેતનપલ્લી અન્ડરપાસ ખાતે બોલાવ્યા જ્યાં તેમને પોતાની દીકરીની સળગેલી લાશ મળી.
First published: December 1, 2019
વધુ વાંચો
अगली ख़बर