Home /News /national-international /

...અને એક શિક્ષિકા રાતો-રાત લખપતિ બની ગઈ, જાણો - શું છે આ રસપ્રદ મામલો

...અને એક શિક્ષિકા રાતો-રાત લખપતિ બની ગઈ, જાણો - શું છે આ રસપ્રદ મામલો

પ્રતિકાત્મક તસવીર

વંદના ચૌહાણ મંગળવારે સવારે તેણીની આંખો ખુલી તો જોયું કે તેમના બેંક ખાતામાં 36 લાખ રૂપિયા આવ્યા છે

    નવી દિલ્હી : જો કોઈના બેંક ખાતા (Bank Account)માં અચાનક મોટી રકમ આવે છે, તો તે મુશ્કેલીનું કારણ બની શકે છે. આવું જ કંઇક થયું તુક્મિરપુરની સરકારી કન્યા ઉચ્ચ શાળા નંબર -1ની શિક્ષિકા (Teacher) વંદના ચૌહાણ સાથે. મંગળવારે સવારે તેણીની આંખો ખુલી તો જોયું કે તેમના બેંક ખાતામાં 36 લાખ રૂપિયા આવ્યા છે. આટલી મોટી રકમ ખાતામાં આવવાને કારણે અચાનક તે ગભરાઈ ગઈ. બેંક પહોંચ્યા બાદ તેણે ફરિયાદ કરી હતી કે, આટલી મોટી રકમ તેના ખાતામાં પહોંચી ગઈ છે.

    જ્યારે બેંકે તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ રકમ યુપી સરકાર (UP Goverment) દ્વારા તેમના ખાતામાં જમા કરવામાં આવી છે. હકીકતમાં, આ રકમ યુપી રાજ્ય નિર્માણ નિગમ લિમિટેડને જાહેર કરવામાં આવી હતી, પરંતુ ટેકનિકલ ખામીના કારણે ભૂલથી શિક્ષિકાના ખાતામાં પહોંચી ગઈ. જોકે, બેંકે 36 લાખ રૂપિયાની રકમને સ્થિર કરી દીધી છે. આ સંદર્ભે, યુપી સરકાર અને બેંકને આ રકમ છૂટી કરવાની માહિતી આપવામાં આવી છે.

    આ પણ વાંચો - ઘરકંકાસ! 4 વર્ષના પુત્ર અને પત્નીને ગોળીમારી કરી પોતે પણ કર્યો આપઘાત, 'ત્રણે તરફડી રહ્યા હતા'

    વંદના પોતાના પરિવાર સાથે ઉત્તર દિલ્હીના નહેરુ વિહારમાં રહે છે. તેનો પતિ મોહિત કુમાર પણ સરકારી ચિલ્ડ્રન્સ હાયર સ્કૂલ નંબર -2માં શિક્ષક છે. વંદનાએ જણાવ્યું કે, જ્યારે તેણે સવારે આવેલો એસએમએસ જોયો ત્યારે ખબર પડી કે 36 લાખ રૂપિયા ક્યાંકથી ખાતામાં આવ્યા છે. તેણે આ અંગે તેના પતિને માહિતી આપી હતી. આ પછી તે સ્કૂલ પહોંચી. શાળામાંથી છૂટ્યા બાગ તે પોતાના પતિ સાથે લોની રોડ સ્થિત આઈડીબીઆઈ બેંકની શાખા પહોંચી હતી. તેમનું ખાતું આ શાખામાં છે.

    આ પણ વાંચો - ભારતમાં એક વ્યક્તિને દુર્લભ ડાયમંડ આઇ બિલાડી મળી આવી : કેમ છે ખાસ? કિંમત સાંભળી થશે આશ્ચર્ય

    આ અંગે તેમણે બ્રાંચ મેનેજરને ફરિયાદ આપી હતી. જ્યારે બેંકના કર્મચારીઓએ તપાસ કરી ત્યારે જાણવા મળ્યું કે, આ નાણાં લખનઉના નિશાતગંજ સ્થિત લક્ષ્મી ભવન સ્થિત પંજાબ નેશનલ બેંક (પીએનબી) શાખામાંથી બહાર પાડવામાં આવ્યા છે. પી.એન.બી.નો સંપર્ક કરવા પર, જાણવા મળ્યું કે આ રકમ ઉત્તર પ્રદેશ સરકાર વતી નિર્માણ નિગમ લિમિટેડને ચુકવવામાં આવી હતી. આ એજન્સીનું ખાતું આઈડીબીઆઈ બેંકની લખનઉ શાખામાં છે. ટેકનીકી પ્રોબલમના કારણે આવું બન્યું છે. આ પછી, બેંકે તેના ખાતામાં પડેલી 36 લાખ રૂપિયાની રકમ સ્થિર કરી દીધી હતી. તે બાકીની રકમનો ઉપયોગ કરી શકે છે. વંદનાએ કહ્યું કે, આ તેમનું પગાર ખાતું છે. તેમાં પગાર સિવાય કંઈ નથી. પગાર બે દિવસ પહેલા જ આવી ગયો હતો.
    Published by:kiran mehta
    First published:

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन