169 દિવસ બાદ Delhi Metroની સેવા આજથી શરૂ, યેલો લાઇન પર દોડી પહેલી ટ્રેન

મેટ્રો ટ્રેનમા વસ્ત્રાલ ગામથી એપરલ પાર્કની રુપિયા 10ની ટીકીટ છે. તંત્રનુ માનીએ તો મેટ્રો ટ્રેનમાં રોજના 1000 મુસાફરો મુસાફરી કરે છે. જેની પ્રતિદિન દસ હજારની આવક થાય છે. લૉકડાઉનમાં મેટ્રો રેલ સેવાને 16.70 લાખ જેટલું નુકસાન થઇ ગયું છે.

DMRCનો દાવો છે કે COVID-19ના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે

 • Share this:
  નવી દિલ્હીઃ કોરોના વાયરસ સંક્રમણ (Coronavirus Pandemic)ને કારણે સમગ્ર દેશમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. સાર્વજનિક પરિવહનની સેવાઓ પણ રોકી દેવામાં આવી હતી. હવે અનલૉક શરૂ થયા બાદ તેને ચરણબદ્ધ રીતે શરૂ કરવામાં આવી રહી છે. આ ક્રમમાં 7 સપ્ટેમ્બરથી દિલ્હી મેટ્રો (Delhi Metro)નું પરિચાલન પણ શરૂ થઈ ગયું છે. મેટ્રો સેવાઓ સોમવાર સવારે 7 વાગ્યાથી શરૂ થઈ ગયું છે.

  પહેલા ચરણ હેઠળ સૌથી પહેલા યેલો લાઇન પર સેવા શરૂ કરવામાં આવી રહી છે. આ રૂટના માધ્યમથી મુસાફરો સમયપુર બાદલીથી ગુરુગ્રામના હુડા સિટી સેન્ટર સુધી જઈ શકશે. DMRCનો દાવો છે કે COVID-19ના સંક્રમણને રોકવા માટે અનેક પ્રકારના ઉપાય કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે દિલ્હી મેટ્રોની સેવા 169 દિવસ બાદ ફરીથી શરૂ થઈ છે.


  આ પણ વાંચો, અર્જુન કપૂરને થયો કોરોના, ડૉક્ટરની સલાહ પર થયો હૉમ ક્વૉરન્ટિન

  આ પણ વાંચો, કોરોના પોઝિટિવ યુવતી સાથે એમ્બ્યૂલન્સ ડ્રાઇવરે આચર્યું દુષ્કર્મ, બાદમાં પહોંચાડી કોવિડ હૉસ્પિટલ

  દિલ્હી પોલીસના જોઇન્ટ કમિશ્નર (ટ્રાફિક) અતુલ કટિયારે જણાવ્યું કે, ભીડને નિયંત્રિત કરવા માટે દરેક મેટ્રો સ્ટેશન પર ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે. સાથોસાથ તેઓએ એમ પણ કહ્યું કે આ પોલીસકર્મી એ વાતનું પણ ધ્યાન રાખશે કે મેટ્રોથી મુસાફરી કરનારા લોકોએ ફેસ માસ્ક પહેર્યા છે કે નહીં કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થઈ રહ્યું છે કે નહીં. અતુલ કટિયાર મુજબ પોલીસકર્મીઓને ભીડ નિયંત્રિત કરવાની સાથે કોવિડ-19 સાથે જોડાયેલી તમામ ગાઇડલાઇન્સનું પાલન કરાવવાનું સુનિશ્ચિત કરવું પડશે.
  Published by:Mrunal Bhojak
  First published: