Home /News /national-international /

લગ્નના વર્ષો વિત્યા પછી પત્નીની અસલિયત આવી સામે, પત્ની પૂજા નહિ હસીના બાનો હોવાનો ખુલાસો

લગ્નના વર્ષો વિત્યા પછી પત્નીની અસલિયત આવી સામે, પત્ની પૂજા નહિ હસીના બાનો હોવાનો ખુલાસો

લગ્નના 12 વર્ષ પછી પત્ની મુસ્લિમ હોવાનું ખુલ્યુ

Ayadhya News: આ વિચિત્ર કિસ્સો અયોધ્યાના હલકરા પૂરવાનો છે. એટલું જ નહીં 2 વર્ષ પહેલા જ્યારે પૂજાની ઓળખાણ સામે આવવા લાગી હતી, ત્યારથી અત્યાર સુધી જગવીરની વાત માનીએ તો પૂજા ઉર્ફે હસીના બાનોએ પોતાના પુત્રનું શાળામાં નામ આયુષની બદલે અનીસ તરીકે નોંધ્યું છે. જ્યારે જગવીરે આ અંગે વિરોધ કર્યો તો તેને ઈસ્લામ ન સ્વીકારવા પર માથું કાપી નાખવાની ધમકીઓ મળવા લાગી

વધુ જુઓ ...
  ઉત્તર પ્રદેશ: જેની સાથે જગવીરે 12 વર્ષ પહેલા પૂજા તરીકે લગ્ન કર્યા હતા, હવે તેનું અસલી નામ સામે આવ્યું છે. આ નામ સામે આવતાની સાથે જ જગવીરને ઈસ્લામ સ્વીકારવાનું અલ્ટીમેટમ મળ્યું હતું અને ધમકીઓ આપવામાં આવી હતી કે જો તે ઈસ્લામ નહીં સ્વીકારે તો તેનું માથું કાપી નાંખવામાં આવશે. પોલીસે કાર્યવાહી કરતા ધમકી આપનાર આરોપીની ધરપકડ કરી છે.

  12 વર્ષ પહેલા પૂજાના લગ્ન જગવીર સાથે થયા હતા અને તેમને બે બાળકો આયુષ અને શગુન છે. લગ્નના 12 વર્ષ પછી હવે ખબર પડી કે પૂજા અસલમાં પૂજા નહીં, પરંતુ હસીના બાનો છે.

  આ વિચિત્ર કિસ્સો અયોધ્યાના હલકરા પૂરવાનો છે. એટલું જ નહીં 2 વર્ષ પહેલા જ્યારે પૂજાની ઓળખાણ સામે આવવા લાગી હતી, ત્યારથી અત્યાર સુધી જગવીરની વાત માનીએ તો પૂજા ઉર્ફે હસીના બાનોએ પોતાના પુત્રનું શાળામાં નામ આયુષની બદલે અનીસ તરીકે નોંધ્યું છે. આ સાથે આયુષની તક શોધીને સુન્નત પણ કરાવી દીધી. જ્યારે જગવીરે આ અંગે વિરોધ કર્યો તો તેને ઈસ્લામ ન સ્વીકારવા પર માથું કાપી નાખવાની ધમકીઓ મળવા લાગી.

  સ્થાનિક પોલીસથી લઈને મુખ્યમંત્રી સુધી ફરિયાદ કર્યા બાદ કેસ નોંધવામાં આવ્યો, પરંતુ જગવીર પોતાના જીવન જોખમથી ચિંતિત થઈને ઓફીસરોથી માંડીને સંત-મહાત્માઓના ચક્કર કાપી રહ્યો છે.

  આ પણ વાંચોઃ દેશમાં મહિલા વિરુદ્ધ વર્ષ 2017માં સૌથી વધુ ગુના ઉત્તર પ્રદેશમાં નોંધાયા, આસામ સૌથી અસુરક્ષિત રાજ્ય

  શું છે આખો મામલો?


  આ આખા મામલાને સમજવા 12 વર્ષ પાછળ જવું પડશે. જગવીરના જીજાજી રામજનમ કોરીન તત્કાલીન ફૈઝાબાદ રેલ્વે સ્ટેશનની બહાર એક યુવતીને મળે છે, જે પોતાનું નામ પૂજા કહે છે અને કહે છે કે તેના ઘરમાં કોઈ નથી તે એકલી જ છે.

  રામજનમ તેને સાથે લઈને જગવીર પાસે આવે છે અને સમગ્ર મામલો સમજાવે છે અને કહે છે કે આ નિરાધાર છે, તેની સાથે લગ્ન કરી લે, તેને આશરો મળશે. જગવીરે પહેલા તેની સાથે કોર્ટમાં લગ્ન કર્યા અને પછી 2012માં તેની સાથે હિંદુ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં યુવતીના પરિવારમાંથી કોઈ સામેલ થતું નથી, કારણ કે તેના કહેવા પ્રમાણે તેના કોઈ સંબંધી નથી. સમય પસાર થતા પુત્ર આયુષનો જન્મ થાય છે, જે હવે 10 વર્ષનો છે, ત્યારબાદ તેમના પરિવારમાં એક પુત્રી શગુનનો પણ જન્મ પણ થાય છે.

  આ પણ વાંચોઃ ઉત્તર પ્રદેશ પોક્સો કોર્ટે ઇતિહાસ રચ્યો, માત્ર 10 દિવસમાં રેપ કેસના આરોપીને આજીવન કેદની સજા ફટકારી

  કેવી રીતે વાત સામે આવી?


  પોતાની ઓળખ છુપાવીને વિવાહિત જીવન જીવી રહેલી હસીના બાનો પર જગવીરને શંકા ત્યારે થઈ, જ્યારે તેણે એક દિવસ તેના બાળકોને નમાઝ અદા કરતા જોયા. જ્યારે વિવાદ થયો ત્યારે તેની પત્ની તેના બાળકો સાથે પ્રતાપગઢ ચાલી ગઈ, જ્યાં તેનું પિયર હોવાનું કહેવામાં આવે છે. જ્યારે તે પાછી આવી તો થોડા દિવસો પછી જગવીરને ખબર પડી કે પુત્ર આયુષની સુન્નત પણ કરાવી દીધી છે.

  આ પછી બંને વચ્ચે ઝઘડો થતા પૂજા ઉર્ફે હસીના બાનોના માતા-પિતા સ્થાનિક દબંગ રાજુ ઉર્ફે નસીર સાથે તેના ઘરે પહોંચ્યા હતા અને જગવીરને મુસ્લિમ ધર્મ અપનાવવાની સલાહ આપી હતી. આ પછી જગવીર પર નાસિર દબાણ કરવા લાગ્યો કે જો તે મુસ્લિમ ધર્મ નહીં અપનાવે તો તેનું માથું કાપી નાંખશે.

  આ અંગેની સતત ફરિયાદો બાદ રાજુ ઉર્ફે નસીર વિરુદ્ધ 18 સપ્ટેમ્બરે અયોધ્યા પોલીસચોકીમાં કેસ નોંધવામાં આવ્યો અને પછી ભારે જહેમતે નસીરની ધરપકડ કરીને જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો.

  લગ્નના આટલા વર્ષો પછી જગવીરને પૂજા ઉર્ફે હસીના બાનોથી મળેલા વિશ્વાસઘાતનું દુઃખ તો છે, પરંતુ તે સાથે જ તેના બાળકો અને તેના જીવનની પણ ચિંતા છે. તેથી જ તે પોલીસ અધિકારીઓથી લઈને સાધુ-સંતોના ચક્કર પણ લગાવી રહ્યો છે. ગુરુવારે તે તપસ્વી શિબિરના સંત પરમહંસ પાસે પહોંચ્યો, જેમણે આને એક અલગ પ્રકારનો જેહાદ ગણાવ્યો હતો અને તેમણે કહ્યું કે આ પહેલીવાર જોવા મળ્યું છે, જેમાં મુસ્લિમ યુવતીએ હિંદુ બનીને પાછળથી લગ્ન કર્યા હોય.
  Published by:Sahil Vaniya
  First published:

  Tags: Ayodhya News, Uttar Pardesh News, ઉત્તર પ્રદેશ News

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन