Home /News /national-international /

'મુંબઈ હુમલાના 10 વર્ષ બાદ પણ બેબી મોશેને લાગે છે અંધારાથી ડર'

'મુંબઈ હુમલાના 10 વર્ષ બાદ પણ બેબી મોશેને લાગે છે અંધારાથી ડર'

સૈમુઅલે કહ્યું કે મોશેને અંધારાથી ડર લાગે છે. રાતે તે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાય છે. તે ઓછા પ્રકાશમાં પણ નથી સૂઈ શકતો.

26/11 આતંકી હુમલામાં બે પાક આતંકી યહૂદી કેન્દ્રમાં ઘૂસી ગયા હતા અને મોશેના માતા-પિતા સહિત 9 લોકોની હત્યા કરી હતી

    મુંબઈમાં નવેમ્બર 2008ના રોજ થયેલા આતંકી હુમલા દરમિયાન બે વર્ષના બાળક મોશે હોલ્ત્સબર્ગનો જીવ બચાવનારી નૈની સાંદ્રા સૈમુઅલે કહ્યું કે 10 વર્ષ બાદ પણ ચબાડ હાઉસમાંથી ગોળીઓના નિશાન નથી હટાવવામાં આવ્યા. 54 વર્ષીય સૈમુઅલે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આતંકી હુમલાના 'નિશાન' હજુ પણ કોલાબામાં પાંચ માળના યહૂદી કેન્દ્રમાં એમના એમ છે. આ ઈમારતનું નામ હવે નરીમન લાઇટ હાઉસ રાખવામાં આવ્યું છે.

    ઉલ્લેખનીય છે કે, મુંબઈ હુમલા દરમિયાન બે પાકિસ્તાની આતંકવાદી આ ઈમારતમાં ઘૂસી ગયા હતા અને મોશેના પિતા રબ્બી ગૈવરિયલ અને મોશેની માતા રિવકા સહિત 9 લોકોની હત્યા કરી દીધી હતી. જોકે, મોશેને સૈમુઅલે બચાવી લીધો હતો.

    આ પણ વાંચો, 26/11 મુંબઇ હુમલો: 10 વર્ષ પછી અમેરિકાનું એલાન, દોષિતોને પકડાવનારને રૂ.35 કરોડનું ઇનામ

    સૈમુઅલ, મોશે, તેના દાદા-દાદી અને ઇઝરાયેલના વડાપ્રધાનની સાથે આ વર્ષના જાન્યુઆરીમાં મુંબઈ આવ્યા હતા. પરંતુ સૈમુઅલે મે મહિનામાં ફરી શહેરમાં આવતાં જોયું કે ઈમારતી અંદર વસ્તુઓ ખૂબ જ ડરાવનારી છે. તેમણે જણાવ્યું કે, તેઓએ ચોથા અને પાંચમાળ માળને પહેલા જેવા જ જોયા અને ત્રીજા માળે તેઓએ દરેક વસ્તુ તોડી દીધી છે અને તેને એક મોટા ખુલ્લા હોલમાં ફેરવી દીધી છે. થાંભલા અને દરેક વસ્તુઓ પર ગોળીઓના નિશાન છે. આ માટે ખૂબ જ ભયાવહ છે. તેને મને અંદરથી હલાવીને રાખી દીધી.

    સૈમુઅલે કહ્યું કે, લોકોને જોવા માટે ગોળીઓના નિશાન કેમ રાખવામાં આવ્યા છે? હું આ તર્કને નથી સમજી શકતી. તેઓએ તાજ પેલેસ હોટલ, ટ્રાઇડેન્ટ હોટલ, લિયોપોલ્ડ કેફે અને સીએસટીએમ સ્ટેશન પર થયેલા આતંકી હુમલાનું ઉદાહરણ આપતા કહ્યું કે, શું ત્યાં આતંકી હુમલાના નિશાન રાખવામાં આવ્યા છે?

    સૈમુઅલે કહ્યું કે મોશેને અંધારાથી ડર લાગે છે. રાતે તે લાઇટ ચાલુ રાખીને સૂઈ જાય છે. તે ઓછા પ્રકાશમાં પણ નથી સૂઈ શકતો.
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: 26/11 mumbai attack, મુંબઇ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन