સેનાના નિવૃત્ત એનએસજી કમાન્ડો ફિરેચંદ નાગર જસાના, ફરદીબાદના રહેવાસી છે. નાગરે 26/11 મુંબઈ હુમલાની સાથોસાથ કારગીલ, માલદીવમાં તખ્તાપલટનો પ્રયાસને નિષ્ફળ કરવા સહિત ડઝનબંધ ઓપરેશનમાં ભાગ લીધો છે. નાગર સેના મેડલથી પણ સન્માનિત થઈ ચૂક્યા છે.
નાગરની આ બહુદરીના સન્માનમાં તેમના ગામ જસાનાની પંચાયતે એક સન્માન સમારોહમાં તેમને ગામમાં 100 વાર જમીન આપવાની જાહેરાત કરી હતી. તેને લઈને પ્રસ્તાવ પણ બનીને તૈયાર થઈ ગયો હતો. આ વાતને હવે 10 વર્ષ પસાર થઈ ચૂક્યા છે, પરંતુ કમાન્ડો નાગરને 100 વાર જમીન તો દૂર 10 વાર જમીનનો ટુકડો પણ નથી મળ્યો.
નાગરે ન્યૂઝ18 હિન્દી સાથે વાત કરતાં જણાવ્યું કે, હું સેના અને એનએસજીમાં હતો ત્યારે જેટલી લડાઈ લડી, તે આ 100 વાર જમીન માટે નહીં, પરંતુ પોતાના દેશની જમીનને દુશ્મનોથી બચાવવા માટે લડી છે. હવે વાત માત્ર પંચાયતમાં થયેલી જાહેરાતની નથી, વાત અપમાનની છે.
નાગર વધુમાં કહે છે કે, એક સૈનિકને વાયદો કર્યા બાદ તેને લટકાવી દેવામાં આવ્યો છે. જમીન સાથે જોડાયેલા પ્રસ્તાવ અને તેના સંબંધમાં ફરીદાબાદ પ્રશાસન સાથે જોડાયેલા અધિકારીઓના પત્ર એક ઓફિસથી બીજી ઓફિસમાં ફરી રહ્યો છે કે પછી ક્યાંક કોઈ ખૂણામાં ધૂળ ખાઈ રહ્યો છે. જિલ્લા સૈનિક કલ્યાણ બોર્ડ દ્વારા પણ જમીનના સંબંધમાં અધિકારીઓ સાથે પત્ર વ્યવહાર થઈ ચૂક્યો છે. પરંતુ કોઈ સુનાવણી નથી થઈ.
નાગર કહે છે કે, હવે તો જમીનના મામલા સાથે જોડાયેલા લોકોએ સંબંધ કાપવાની શરૂઆત કરી દીધી છે. કોઈ આ વાતને લઈને વાત નથી કરવા માગતું. હવે હું આ લડાઈને એટલા માટે લડવા માંગું છું કે હું તો જીવતો પરત આવ્યો અને આ મામલાને જોઈ શકું છું.
જોકે, નાગરના અવાજમાં થોડી ઉદાસી પણ છલકાય છે, જ્યારે તેઓ કહે છે કે, પરંતુ શું થતું જો યુદ્ધથી હું જીવતો પરત ન આવતો અને તેમના પરિવારવાળા એવા જ કોઈ હક માટે ગમે ત્યાં આંટાફેરા મારતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર