Home /News /national-international /ગરીબ પરિવારના બાળકોનો ધોરણ-12 સુધી મફતમાં ભણાવશે સરકાર!

ગરીબ પરિવારના બાળકોનો ધોરણ-12 સુધી મફતમાં ભણાવશે સરકાર!

નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

RTE એક્ટ અંતર્ગત લઘુમતિ સંસ્થાઓને બાદ કરતા તમામ સ્કૂલોએ પોતાની 25 ટકા બેઠક ગરીબ બાળકો માટે આરક્ષિત રાખવી પડે છે.

    ઇરમ આગા : ચૂંટણી પહેલા કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર ગરીબ પરીવારના બાળકો માટે વધુ એક કદમ ઉઠાવી શકે છે. કેન્દ્ર સરકાર હાલમાં ચાલી રહેલી 'રાઇટ ટૂ એજ્યુકેશન' સ્કિમને ધોરણ-12 સુધી લંબાવી શકે છે. આ યોજના અંતર્ગત ગરીબ પરિવારના બાળકોને ખાનગી સ્કૂલોમાં કોઈ પણ ચાર્જ લીધા વગર પ્રવેશ આપવામાં આવે છે. બાળકના અભ્યાસ અંગેનો તમામ ખર્ચ સરકાર ભોગવે છે.

    શૈક્ષણિક બાબતો અંગે કાર્ય કરતા અશોક અગ્રવાલને કેન્દ્રના માનવ સંસાધન મંત્રાલય તરફથી આપવામાં આવેલી માહિતી પ્રમાણે, " રાઇટ ઓફ ચિલ્ડ્રન ટૂ ફ્રી એન્ડ કમ્પલ્સરી એજ્યુકેશન (RTE) 2009 હેઠળ આ યોજનાને ધોરણ-12 સુધી લંબાવવા અંગેની એક દરખાસ્ત હાલમાં મંત્રાલય પાસે વિચારણાધિન છે."

    હાલમાં જે આરટીઆઈ કાયદો પ્રવર્તમાન છે તેમાં છ વર્ષથી 14 વર્ષના બાળકો કે જેઓ ધોરણ-1થી ધોરણ-8માં અભ્યાસ કરી રહ્યા છે તેમનો સમાવેશ થાય છે. આ કાયદા પ્રમાણે માઇનોરિટી સંસ્થાઓને બાદ કરતા તમામ સ્કૂલોએ પોતાની 25 ટકા બેઠક ગરીબ બાળકો માટે આરક્ષિત રાખવી પડે છે.

    નોંધનીય છે કે કેન્દ્ર સરકારે તાજેતરમાં જ ચૂંટણી પહેલા સવર્ણ વોટબેંકને ધ્યાનમાં રાખીને ગરીબ સવર્ણો માટે 10 ટકા અનામતની જાહેરાત કરી છે. ચૂંટણીમાં આ જાહેરાતની મોટી અસર જોવા મળે તેવી શક્યતા છે. સવર્ણ અનામત બાદ મોદી સરકાર ચૂંટણી પહેલા રાઇટ ટુ એજ્યુકેશનને ધોરણ-12 સુધી લંબાવીને વધુ એક ખુશીનો 'ઝટકો' આપી શકે છે.

    આ પણ વાંચો : વરવી હકીકતઃ રાજ્યની 3500 ગ્રાન્ટેડ માધ્યમિક સ્કૂલો આચાર્ય વગર ચાલે છે!

    આ મુદ્દો ઘણા સમયથી પડતર છે, ચૂંટણી પહેલા સરકાર છેલ્લો ઘા મારવાના ઉદેશ્ય સાથે તેનો ઉપયોગ કરી શકે છે. 2012ના વર્ષમાં યુપીએના શાસનમાં સબ-કમિટી ઓફ ધ સેન્ટ્રલ એડ્વાઇઝરી બોર્ડ ઓફ એજ્યુકેશન (CABE)એ RTEને લંબાવવાની ભલામણ કરી હતી.

    ગયા વર્ષે માર્ચ માહિનામાં એચઆરડી સ્ટેટ મંત્રી સત્ય પાલ સિંઘે સંસદમાં માહિતી આપતા જણાવ્યું હતું કે RTE એક્ટને આગળ વધારવાની કોઈ જ દરખાસ્ત પર સરકાર વિચાર કરી રહી નથી.

    આ મામલે ગયા વર્ષે મે મહિનામાં દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી પણ કરવામાં આવી હતી.

    આ પણ વાંચો : PM મોદીને મળેલી ગિફ્ટની હરાજી શરૂ, જાણો, કિંમત અને ખરીદી કરવાની પ્રોસેસ!

    નવેમ્બરમાં અશોક અગ્રવાલ કે જેઓ દિલ્હી હાઇકોર્ટના એડ્વોકેટ પણ છે, એચઆરડી મંત્રી પ્રકાશ જાવડેકરને એક પત્ર બતાવ્યો હતો. તેમણે ઓલ ઇન્ડિયા પેરેન્ટ્સ એસોશિએશન વતી લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, ધોરણ-8નો અભ્યાસક્રમ પૂરો થયા બાદ ખાનગી સ્કૂલો તરફથી EWS (ઇકોનોમીકલી વિકર સેક્સન્સ) બાળકોને આગળના વર્ષ માટે ફી ચુકવવાનો અથવા સ્કૂલ છોડી દેવાનો આદેશ કરવામાં આવી રહ્યો છે.

    મંત્રાલયને રજુઆત કરવામાં આવી હતી કે RTE અંતર્ગત ધોરણ-8 સુધી ખાનગી સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કર્યા બાદ ગરીબ વિદ્યાર્થી કે વિદ્યાર્થિની પાસે ફક્ત સરકારી સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો વિકલ્પ રહેતો હતો.

    અશોક અગ્રવાલે દલીલ કરી હતી કે સરકારી સ્કૂલો હિન્દી અથવા જે તે રાજ્યની સ્થાનિક ભાષામાં હોવાને કારણે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ખાસ તકલીફ પડી રહી છે. ધોરણ-8 સુધી ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કર્યા બાદ સરકારી સ્કૂલોનું વાતાવરણ પણ બાળકોને અનુકૂળ નથી આવી રહ્યું. આવા બાળકોને જે-તે સ્કૂલ અથવા આવા જ વાતાવરણમાં અભ્યાસ પૂરો કરવાનો મોકો આપવો જોઈએ.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Election 2019, General Elections, Lok sabha election 2019, Private schools, RTE, શિક્ષણ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन