Home /News /national-international /10 કરોડની ભેંસ પછી 11 લાખનો ડૉગી આકર્ષણનું કેન્દ્ર બન્યો, તેનું સ્પર્મ વેચી માલિક કમાય છે લાખો
10 કરોડની ભેંસ પછી 11 લાખનો ડૉગી આકર્ષણનું કેન્દ્ર બન્યો, તેનું સ્પર્મ વેચી માલિક કમાય છે લાખો
11 લાખનો ડૉગી આકર્ષણનું કેન્દ્ર બન્યો
દસ કરોડની કિંમતની ભેંસ આજકાલ આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. તો એક ડૉગે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દસ કરોડની કિંમતની ભેંસ અને અગિયાર લાખની કિંમતનો ડૉગી જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. કહેવાય છે કે ડૉગીને ગરમીથી એટલી બધી એલર્જી છે કે તેને એસીમાં રહેવું પડે છે. ચાઉ બ્રીડના આ ડૉગની કિંમત અગિયાર લાખ થઈ ગઈ છે.
મેરઠ. મેરઠના કૃષિ મેળામાં દસ કરોડની કિંમતની ભેંસ આજકાલ આકર્ષણનું કેન્દ્ર બનેલી છે. તો એક ડૉગે બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે. દસ કરોડની કિંમતની ભેંસ અને અગિયાર લાખની કિંમતનો ડૉગી જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે. મેરઠના કૃષિ મેળામાં આજકાલ ડૉગ શો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ ડૉગ શોમાં એક ડૉગી પણ આવ્યો હતો જે માઈનસ ત્રીસ ડિગ્રી સેલ્સિયસમાં રહેવા ટેવાયેલો છે.
કહેવાય છે કે ડૉગીને ગરમીથી એટલી બધી એલર્જી છે કે તેને એસીમાં રહેવું પડે છે. ચાઉ બ્રીડના આ ડૉગની કિંમત અગિયાર લાખ થઈ ગઈ છે. મેરઠમાં કેટ વોકની જેમપર ડૉગ વોક યોજાઈ હતી. આ ડૉગ વોકમાં જ્યારે એકથી એક ચઢિયાતા ડૉગ પોતાની ધૂન પર રેમ્પ પર વોક કરતા હતા ત્યારે લોકોની નજર તેમના પર ટકેલી હતી.
જ્યારે દસ કરોડની કિંમતની ભેંસ સાથે સેલ્ફી લેવાનો ક્રેઝ વધી રહ્યો છે. ગોલુ નામની આ ભેંસ સાથે, બાળકોથી માડી મોટા લોકો પણ સેલ્ફી લઈ રહ્યા છે. આ ભેંસનું વજન 1500 કિલો હોવાનું કહેવાય છે. ભેંસના માલિક નરેન્દ્ર સિંહ કહે છે કે આ ભેંસની કિંમત દસ કરોડ થઈ ગઈ છે. ભેંસના ખોરાક અને સારસંભાળ પાછળ મહિને લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. આ ભેંસમાંથી આવક પણ ઘણી થાય છે. આ ભેંસ દરરોજ 25 લિટર દૂધ, 15 કિલો ફળ, 15 કિલો અનાજ અને 10 કિલો વટાણા ખાય છે. આ ઉપરાંત લીલો ચારો પણ આપવામાં આવે છે. તેને દરરોજ સાંજે છ કિમી ચાલવા માટે લઈ જવામાં આવે છે.
સ્પર્મ વેચી લાખો રૂપિયા કમાય છે
ગોલુના શરીર પર દરરોજ તેલથી માલિશ કરવામાં આવે છે. આ ભેંસનું સ્પર્મ વેચી ભેંસનો માલિક દર મહિને લાખો રૂપિયાની કમાણી કરે છે. ભેંસના સ્પર્મની માંગ હરિયાણા સિવાય પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન સહિત ઘણા રાજ્યોમાં છે. મેળામાં દસ કરોડની ભેંસની સાથે સેલ્ફી લેવા માટે લોકોની લાઈન લાગી હતી. આ અગાઉ કૃષિ મેળામાં હરિયાણાના કુરુક્ષેત્ર જિલ્લાના કરમવીર સિંહની ભેંસ 'યુવરાજ' પણ સાડા નવ કરોડની ભેંસ જોવા મળી હતી. તેને સવા નવ કરોડમાં ખરીદવાની ઓફર કરવામાં આવી હતી.
"કૃષિ કુંભ 2022" અંતર્ગત યોજાયેલ કાર્યક્રમ
ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ટેકનોલોજી, મેરઠ ખાતે અખિલ ભારતીય કિસાન મેળો અને કૃષિ ઉદ્યોગ "કૃષિ કુંભ 2022" 18 ઓક્ટોબરથી યુનિવર્સિટી કેમ્પસમાં શરૂ થયો છે. કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર કે.કે.સિંઘે આજે વિવિધ સ્ટોલની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે કિસાન મેળાનું આયોજન ખેડૂતો, કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા સાહસિકો અને ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા તમામ લોકોના લાભાર્થે કરવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર