Home /News /national-international /Shraddha Murder Case: આફતાબ કોણ છે મુસ્લિમ કે પારસી? શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના ધર્મને લઈ ભારે ચર્ચાઓ

Shraddha Murder Case: આફતાબ કોણ છે મુસ્લિમ કે પારસી? શ્રદ્ધાની હત્યાના આરોપી આફતાબના ધર્મને લઈ ભારે ચર્ચાઓ

આફતાબ કોણ છે મુસ્લિમ કે પારસી?

Shraddha Murder Case: આફતાબ અને શ્રદ્ધા દિલ્હીમાં લીવ-ઇનમાં રહેતા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણી વખત ઝઘડાઓ પણ થયા છે. વિગતો પ્રમાણે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના 35 ટુકડા કર્યા હતા. ત્યારે હવે આરોપી આફતાબના ધર્મને લઈને ખુબ સવાલો થઈ રહ્યા છે.

વધુ જુઓ ...
દિલ્હી: મહારાષ્ટ્રના પાલધરમાં રહેતી શ્રદ્ધાની હત્યાનો હવે ખુલાસો થયો છે. તેની હત્યાના આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. શ્રદ્ધા વાકર એક ડેટિંગ એપની મદદથી આફતાબના સંપર્કમાં આવી હતી. નોંધનીય છે કે, આફતાબ અને શ્રદ્ધા દિલ્હીમાં લીવ ઇનમાં રહેતા હતા. આ દરમિયાન બંને વચ્ચે ઘણી વખત ઝઘડાઓ પણ થયા છે. વિગતો પ્રમાણે આફતાબે શ્રદ્ધાની હત્યા કરી તેના 35 ટુકડા કર્યા હતા. ત્યારે હવે આરોપી આફતાબના ધર્મને લઈને ખુબ સવાલો થઈ રહ્યા છે.

આરોપી આફતાબની ધરપકડ કરવામાં આવી


દિલ્હીમાં એક હ્રદય કંપાવે તેવો શ્રદ્ધા હત્યાકાંડ થયો હતો. તે મામલે આરોપી આફતાબની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે શ્રદ્ધાની બોડીના ઘણા ભાગ હજુ સુધી પણ નથી મળ્યા. આ મામલે સૌથી મહત્વની વાત એ છે કે, હજી સુધીનું માથુ નથી મળ્યું. આરોપી આફતાબે શ્રદ્ધાની હત્યા કરીને તેના 35 ટુકડા કર્યા હતા. આશરે પાંચ મહિના પહેલા થયેલી આ હત્યાની સબુત શોધવા માટે પોલીસ કાર્યવાહી કરી રહી છે. કારક કે, જ્યારે આરોપીને કાર્ટમાં રજૂ કરવામાં આવે ત્યારે કોર્ટમાં પૂખ્તા સબુત બતાવી શકાય.

આ પણ વાંચો: સૈફ અલી ખાનના લુકને લઈને થયેલા હંગામા બાદ મેકર્સ કરવા જઈ રહ્યા છે મોટો ફેરફાર!

આફતાબના ધર્મને લઈને ઘણા સવાલો


આ સાથે સાથે હવે સોશિયલ મીડિસામાં આરોપી આફતાબના ધર્મને લઈને ઘણા સવાલો થઈ રહ્યા છે. અને સાથે સાથે ઘણા લોકો તેના મુસલમાન તો ઘણા તેને પારસી ગણાવી રહ્યા છે. મળતી વિગતો પ્રમાણે આફતાબનો પરિવાર મુસલમાન છે. આ પરિવાર ઘણા સમય પહેલા ધર્મ પરિવર્તન કરીને મુસ્લિમ બન્યો હતો. આફતાબ અમીન પૂનાવાલાનો પરિવાર ખોજા સમુદાય સાથે સંબંધ ધરાવે છે. જ્યારે ખોજા સમુદાય ગુજરાતના વ્યાપારી સમુદાયમાંથી આવે છે. ઉલ્લેખનીય છે કે, આજથી સદીઓ પહેલા ધર્મ પરિવર્તન કરીને ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો અને મુસલમાન થયા હતા. ત્યારે વાત કરવામાં આવે શ્રદ્ધા વાકરની તો તેનો પરિવાક કોળી સમુદાયનો છે.

મહારાષ્ટ્રમાં પણ આ સમુદાય વસે છે


હવે પ્રશ્ન થાય કે આ ખોજા સમુદાય કોને કહેવાય છે. તો ખોજા સમુદાયના લોકો શિયા અને સુન્ની બને ઈસ્લામમાં માને છે. પરંતુ મળતી વિગતો પ્રમાણે મોટા ભાગના ખોજા સમુદાયના લોકો કે જે મુસલમાન થયા છે તે લોકો શિયા ધાર્મિક કાનુનને માને છે. ખાસ રીતે તો થોડા ઘણા લોકો સુન્ની ઇસ્લામમાં પણ માને છે. આ સમુદાયના લોકો ગુજરાત અને આપણા પડોશી રાજ્યા મહારાષ્ટ્રમાં જઈને વસી ગયા હતા. જેથી મહારાષ્ટ્રમાં પણ તેમનો ઘણો સમુદાય વસે છે.

આ પણ વાંચો: પકડાયા બાદ આફતાબે કહ્યું- 'માફ કરજો અંકલ, મારાથી ભૂલ થઈ, મેં તમારી દીકરીને...

સોશિયમ મીડિયા એકાઉન્ટમાં તેનું નામ મુસલમાન


પોલીસની માહિતી પ્રમાણે આફતાબના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં તે મુસલમાન છે તેવુ લખેલું છે. મળતી વિગતો પ્રમાણે આફતાબને કોઈ ઈન્ટાગ્રામ યુઝરે તેને સવાલ કર્યા હતો કે તે હિંદુ છે કે મુસલમાન? તેના જવાબમાં તેણે લખ્યું હતુ કે તે મુસલમાન છે. આ સાથે જ શ્રદ્ધાના પિતાએ કરેલી એફઆઈઆરમાં પણ તે મુસલમાન છે તેવુ જણાવ્યું છે. તેના પિતાએ વધુમાં જણાવ્યુ હતુ કે, ‘મારી દીકરીએ 2019માં તેમને અને તેમની પત્નીને જણાવ્યું હતુ કે, હું આફતાબ અમીન પુનાવાલા સાથે લીવ ઈનમાં રહેવા માગે છે. પરંતુ અમે તેને ના પાડી હતી કે, આપણે આવુ ના કરી શકીએ કારણ કે, આપણે હિંદુ છીએ અને કોળી છીએ. જ્યારે તે છોકરો મુસ્લિમ છે.’
First published:

Tags: Girl Murder, Shraddha Murder Case, હત્યા કેસ