દિલ્હીના શ્રદ્ધા મર્ડર કેસમાં સતત મોટા ખુલાસા થઈ રહ્યા છે. આરોપી આફતાબની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે તે આ ભયાનક ઘટનાના નવા રહસ્યો ખોલી રહ્યો છે. હવે પૂછપરછમાં જાણવા મળ્યું છે કે શ્રદ્ધાની હત્યા કર્યા બાદ આફતાબે તેનો ચહેરો બાળી નાખ્યો હતો. પોલીસની પૂછપરછ બાદ આફતાબે જણાવ્યું કે તેણે પોતાની ઓળખ છુપાવવા માટે આવું કર્યું હતું. મૃતદેહના ટુકડાનો નિકાલ કરતા પહેલા આરોપીએ આ કર્યું. આરોપી આફતાબે એ પણ જણાવ્યું છે કે તેણે આ તમામ બાબતોની માહિતી ઈન્ટરનેટ પરથી લીધી હતી.

સતત નવા નવા ખુલાસા થઈ રહ્યા છે
શ્રદ્ધા હત્યા કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે, જ્યારે પણ કોઈ નવું રહસ્ય ખુલે છે ત્યારે આરોપીની હેવાનિયત લોકો સામે આવી જાય છે. અગાઉ પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે આફતાબે મૃતદેહના ટુકડાઓ એ જ ફ્રીજમાં રાખ્યા હતા જેમાં તે પોતાનો ખોરાક રાખતો હતો. ટુકડાઓને લગભગ 18 દિવસ સુધી ફ્રીજમાં રાખ્યા. આટલું જ નહીં, તે દરરોજ ફ્રિજમાં શ્રદ્ધાનું માથું જોતો હતો. દરરોજ જાગીને દિલ્હીના જુદા જુદા વિસ્તારોમાં જઈને લાશના ટુકડા ફેંકવાનું તેનું કામ હતું. તેણે સતત ઘણા દિવસો સુધી આ કર્યું. ખાસ વાત એ છે કે આ દરમિયાન તે એકદમ નોર્મલ રહ્યો અને ઘણી છોકરીઓને પણ મળતો રહ્યો. આ માહિતી પણ સામે આવી છે કે તેણે કેટલીક છોકરીઓને પોતાના ઘરે પણ બોલાવી હતી.
Shraddha murder case: Charred her face to hide identity, confesses Aftab
હકીકતમાં, થોડા દિવસો પહેલા 14 નવેમ્બરે દિલ્હી પોલીસે અચાનક એક મોટો ખુલાસો કર્યો હતો. જેમાં જણાવવામાં આવ્યું હતું કે લગભગ 6 મહિના પહેલા દિલ્હીમાં એક ભયાનક હત્યા કેસને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં એક યુવકે તેની ગર્લફ્રેન્ડની ફ્લેટમાં હત્યા કરી અને પછી લાશના 35 ટુકડા કરી નાખ્યા. આફતાબ નામના આરોપીએ શ્રદ્ધાનું ગળું દબાવીને હત્યા કરી હતી. આ પછી તેણે રસોડામાં આરી વડે લાશના ટુકડા કરી નાખ્યા. મૃતદેહના ટુકડા કર્યા પછી, તેણે એક મોટું ફ્રીજ ખરીદ્યું અને તેમાં તમામ ટુકડાઓ રાખ્યા. જેને તેને પાછળથી ઠેકાણે પાડ્યા. આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે શ્રદ્ધાના પિતાએ પુત્રીના ગુમ થયાની ફરિયાદ નોંધાવી. પોલીસને જણાવવામાં આવ્યું હતું કે તે તેના લિવ-ઈન પાર્ટનર સાથે રહેતી હતી. પોલીસે આફતાબની ધરપકડ કરી ત્યારથી ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર