યમુનાનગર : હરિયાણાના (haryana)યુમનાનગરમાં (Yamunanagar)એક કાળજું કંપાવે તેવો મામલો સામે આવ્યો છે. યમુનામાં (Yamuna) ન્હાવા ગયેલા 10 યુવકો પર બીજા જૂથના લોકોએ હુમલો કર્યો હતો. આ દરમિયાન સ્નાન કરી રહેલા યુવકો પર ઇટ-પત્થરો અને ધારદાર હથિયારથી હુમલો કર્યો હતો. યુવકો પોતાનો જીવ બચાવવા માટે યમુનાના ઉંડા પાણીમાં ઉતરવા લાગ્યા હતા. બીજા જૂથના લોકો ઉપરથી પત્થરમારો કરી રહ્યા હતા. જેમાં 5 યુવકો ડુબી ગયા હતા. બાકી 5 લોકોએ કોઇ પ્રકારે સંતાઇને જીવ બચાવ્યો હતો.
હુમલાખોરોએ યમુનામાં ડુબનાર યુવકોની કારને પણ ખરાબ રીતે ક્ષતિગ્રસ્ત કરી દીધી હતી. સૂચના મળવા પર મોટી સંખ્યામાં પોલીસ અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને લાપતા યુવકોની શોધ શરુ કરી દેવામાં આવી હતી. ઘણા કલાકોની શોધખોળ પછી ગુમ થયેલા પાંચ યુવકોની હજુ સુધી કોઇ ભાળ મળી નથી.
આ યુવકોના પરિવારજનોનો આરોપ છે કે 2 વર્ષ પહેલા બીજા પક્ષના લોકો સાથે તેમનો ઝઘડો થયો હતો. જેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. હવે 2 દિવસમાં ગવાહી હતી. આ મામલાને લઇને હુમલો કરવામાં આવ્યો છે.
હજુ સુધી પાંચ યુવક યમુનામાં ગુમ બતાવવામાં આવી રહ્યા છે. જેમની ઉંમર 19 થી 21 વર્ષની વચ્ચે બતાવવામાં આવી રહી છે. આ બધાની તરવૈયા દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. જગાધરીના રહેવાસી આ યુવકોમાં સન્ની, સુલેમાન, અલાઉદ્દીન, સાહિલ અને નિખીલ સામેલ છે. પોલીસે પરિવારજનોની ફરિયાદ પર કેસ નોંધીને આરોપીઓની શોધ શરુ કરી છે. પોલીસનું કહેવું છે કે જલ્દી આરોપીઓને ધરપકડ કરી લેવામાં આવશે.
રાજસ્થાનના (rajasthan)સિરોહીમાં રવિવારે ભીષણ અકસ્માતમાં (road accident) પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે અડધો ડઝન લોકો ઇજાગ્રસ્ત થયા છે. દુર્ઘટના ટ્રેલર અને કાર વચ્ચે (Trailer and car accident) અકસ્માતના કારણે બની હતી. આ અકસ્માત (accident)એટલો ગંભીર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઇજાગ્રસ્તોની શિવગંજની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દુર્ઘટનાની જાણ થતા સ્થાનીય પોલીસ સિવાય પોલીસ અને પ્રશાસનના મોટા અધિકારી પણ પહોંચ્યા હતા અને રાહત કાર્ય ઝડપી બનાવ્યું હતું. મૃતકોના પરિવારજનોને જાણ કરવામાં આવી છે
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર