અફઘાનિસ્તાનમાં તીવ્ર ઠંડીના કારણે 15 પ્રાંતોમાં 20 લોકોના મોત થયા છે. (તસવીરઃ એપી)
અફઘાનિસ્તાનના સ્થાનીક ન્યૂઝના અહેવાલ મુજબ, અફઘાન લોકો પાસે ઠંડીથી બચવા ઘરને ગરમ કરવા માટે લાકડા, ખોરાક, દવા, સ્વેટર અને ધાબળા જેવી આવશ્યક વસ્તુઓ માટે પણ પૈસા નથી. જોકે, મોટાભાગના લોકો ખોરાક અને લાકડાના અભાવથી પ્રભાવિત થઈ રહ્યા છે. આટલી કડકડતી શિયાળામાં આ જરૂરી વસ્તુઓ દરેકના ઘરમાં હોવી જોઈએ, પરંતુ દેશના લોકો આ તાપમાનમાં જીવવા માટે મજબૂર છે.
કાબુલ: તાલિબાનના કબજા હેઠળના અફઘાનિસ્તાનની ડહોળાયેલી અર્થવ્યવસ્થા બાદ હવે શિયાળો લોકો માટે ઘાતક સાબીત થઈ રહ્યો છે. સમગ્ર દેશમાં તાપમાનમાં અચાનક ઘટાડો થવાને કારણે ઓછામાં ઓછા 20 લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે 4,000 થી વધુ પશુઓ પણ મૃત્યુ પામ્યા છે. અફઘાન લોકો પહેલાથી જ ગરીબીથી પીડાતા હતા, અને હવે ઠંડા તાપમાને તેમનું જીવન વધુ મુશ્કેલ બનાવી દીધું છે.
અફઘાનિસ્તાનના સમાચારના અહેવાલ મુજબ, અફઘાન લોકો પાસે ઘરોને ગરમ કરવા માટે લાકડા, ખોરાક, દવા, સ્વેટર અને ધાબળા જેવી આવશ્યક વસ્તુઓ માટે પૈસા નથી.
જોકે, મોટાભાગના લોકો ખોરાક અને લાકડાના અભાવથી પ્રભાવિત થઈ રહ્યા છે. આટલી કડકડતી શિયાળામાં આ જરૂરી વસ્તુઓ દરેકના ઘરમાં હોવી જોઈએ, પરંતુ દેશના લોકો આ તાપમાનમાં જીવવા માટે મજબૂર છે.
અફઘાનિસ્તાન નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, તીવ્ર ઠંડીથી પ્રભાવિત પ્રાંતોમાં ઝાબુલ, ગઝની, હેરાત, પંજશેર, લઘમાન, કુનાર, નુરિસ્તાન, પક્તિયા, ગોર, કંદહાર, બગલાન, નંગરહાર, કપિસા, પરવાન અને બામિયાનનો સમાવેશ થાય છે.
ઓથોરિટીએ જણાવ્યું કે બરફ અને વરસાદને કારણે 21 મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે અને 59 અન્યને નુકસાન થયું છે. હિમવર્ષાના કારણે અફઘાનિસ્તાનના મધ્ય અને ઉત્તરીય પ્રાંતોમાં ઘણા મુખ્ય રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે.
Published by:Sachin Solanki
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર