Home /News /national-international /

Afghanistan Taliban Terror: 10 વર્ષ સુધી પુરૂષ બની તાલિબાનની નજર સામે રહી નાદિયા ગુલામ, મિશન પાર પાડી છોડ્યો દેશ

Afghanistan Taliban Terror: 10 વર્ષ સુધી પુરૂષ બની તાલિબાનની નજર સામે રહી નાદિયા ગુલામ, મિશન પાર પાડી છોડ્યો દેશ

અફઘાન સાહિત્યકાર અને એક્ટિવિસ્ટ નાદિયા ગુલામે 10 વર્ષ સુધી પુરૂષનો વેશ ધારણ કરી પોતાની જીવ બચાવ્યો. (તસવીર સાભાર- Twitter/@nadiaghulam)

Afghanistan Latest News: 10 વર્ષ સુધી પુરૂષનો વેશ ધારણ કરી તાલિબાનને મૂર્ખ બનાવનારી Nadia Ghulamને મળી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ

અફઘાનિસ્તાન(Afghanistan)માં તાલિબાન (Taliban in Afghanistan) આવતા જ મહિલાઓ પર અત્યાચાર (Atrocity against Women)ની કહાનીઓ ફરી જીવંત થઇ ગઇ છે. આ કહાનીઓની સાથે એક નામ હાલ ખૂબ ચર્ચામાં છે, એ છે નાદિયા ગુલામ (Nadia Ghulam). આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી ચૂકેલી નાદિયા 10 વર્ષ સુધી પુરૂષ બનીને તાલિબાનના શાસન(Taliban Regine)ને હાથ તાળી આપતી રહી અને મહિલા હોવા છતા કોઇ પણ બુરખા અને હિઝાબ (Woman without Burqa) વગર ફરતી રહી હતી.

10 વર્ષ સુધી પુરૂષ બનીને રહી નાદિયા

તાલિબાનને છેતરીને નાદિયા ગુલામ 10 વર્ષ સુધી પુરૂષોનું જીવન જીવી રહી હતી. તે અફઘાનિસ્તાનની નાગરિક હતી અને તાલિબાન (Taliban) સત્તામાં આવ્યા બાદ ન તો તેને ભણવાની પરવાનગી હતી કે તો નોકરી કરવાની. નાની ઉંમરમાં જ નાદિયાને પોતાનું ઘર સંભાળવા માટે તે અસત્યનો સહારો લેવો પડ્યો હતો, જેમાં દરેક ક્ષણે જીવનું જોખમ હતું.

નાદિયાની કહાની (Story of Nadia Ghulam) ખતરનાક છે, તે જ્યારે 8 વર્ષની હતી ત્યારે તેના ઘર પર બોમ્બ પડ્યો હતો. આ હુમલામાં નાદિયાના ભાઇનું મોત થઇ ગયું હતું અને તે પણ ઇજાગ્રસ્ત થઇ ગઇ હતી. નાદિયા જણાવે છે કે તે હોસ્પિટલમાં પોતાની આસપાસના લોકોને જોઇને આશ્ચર્યચકિત થઇ ગઇ હતી કે, આખરે યુદ્ધ કઈ રીતે લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી નાંખે છે.

પોતાની આસપાસનું વાતાવરણ જોઇને નાદિયાએ જે નિર્ણય લીધો તે મુશ્કેલ જ નહીં, પરંતુ ખતરનાક પણ હતો. 11 વર્ષની ઉંમરે નાદિયાએ પોતાની ઓળખ ખતમ કરી દીધી અને છોકરીમાંથી છોકરો બની ગઇ. તેણે નક્કી કરી લીધુ કે તે પોતાના ભાગનું સંઘર્ષ કરશે અને પાછળ નહીં હટે.

નાની ઉંમરે ઉઠાવ્યું મોટું જોખમ

નાદિયા ગુલામે એટલી નાની ઉંમરે પણ ખૂબ મોટું જોખમ ઉઠાવ્યુ હતું. તે પોતાના નાના ભાઇની ઓળખ બનાવીને દુનિયાની સામે રહેવા લાગી હતી. નાદિયાએ તાલિબાન જેવા ખતરનાક રાજમાં પણ પોતાના ઉદ્દેશ્યને પાર પાડ્યો. ઘણી વખત તેનું આ અસત્ય પકડાઇ જવાનું હતું, પરંતુ પોતાના સારા નસીબના કારણે તે હંમેશા કોઇને કોઇ પ્રકારે બચતી રહી.

આ પણ વાંચો, Explained: 20 વર્ષ પહેલા અમેરિકાના હાથે Afghanistanની સત્તા ગુમાવનાર Taliban ફરી કેવી રીતે થયું પાવરુફલ?

કામ પર જવા માટે નાદિયા છોકરાના કપડાઓ પહેરીને જતી હતી. તે કહે છે કે તે ઘણી વખત તે ભૂલી જતી કે તે એક છોકરી છે. 10 વર્ષ સુધી પરીવારને આર્થિક મદદ કરવા માટે તે તાલિબાનના ક્રૂર સાશન હેઠળ પણ મક્કમતાથી સંઘર્ષ કરતી રહી. આખરે 15 વર્ષ બાદ નાદિયા એક એનજીઓ દ્વારા દેશમાંથી બહાર નીકળવામાં સફળ રહી હતી.

આ પણ વાંચો, Afghanistan Crisis: ‘બાળકોને પીવાનું પાણી પણ નથી મળતું’- Kabul Airport પર ફસાયેલી ભારતીય મહિલાનું દર્દ

પોતાના જીવન પર લખ્યું પુસ્તક

તે સ્પેનમાં અફઘાની શરણાર્થી (Afghan Refugee) તરીકે જીવન જીવી રહી છે. પત્રકાર એગ્નેસ (Agnes Rotger)ની સાથે મળીને તેમણે પોતાની જીવન પર આધારિત પુસ્તક પણ લખ્યું છે. નાદિયા ઘણા વર્ષોથી કહી રહી છે કે તાલિબાન અફઘાનિસ્તાનમાંથી ગયું નથી. તે હંમેશા કહેતી આવી છે કે યૂએસ અને અન્ય દેશની સેનાઓ અફઘાનિસ્તાનના લોકોને હથિયાર પકડાવી રહી છે અને તેમની સાથે છેતરપિંડી કરી રહી છે.
Published by:Mrunal Bhojak
First published:

Tags: Afghanistan Crisis, Afghanistan News, Nadia Ghulam, અફઘાનિસ્તાન, કાબુલ, તાલિબાન

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन