Home /News /national-international /World News: તાલિબાનનો નવો ફતવો, તોફાની છોકરીઓએ ઘરે જ રહેવું જોઈએ

World News: તાલિબાનનો નવો ફતવો, તોફાની છોકરીઓએ ઘરે જ રહેવું જોઈએ

અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહ પ્રધાન અને તાલિબાનના સહ- નેતા સિરાજુદ્દીન હક્કાની

સિરાજુદ્દીન હક્કાની (sirajuddin haqqani) ને પૂછવામાં આવ્યું કે, શું તાલિબાન (Taliban) શાસનમાં છોકરીઓ ઘરથી બહાર જવાથી ડરે છે? તો તેમનો જવાબ હતો કે તોફાની છોકરીઓ (afghanistan girl) એ ઘરમાં જ રહેવું જોઈએ

અફઘાનિસ્તાનમાં તાલિબાન (Taliban) છોકરીઓને હાઈસ્કૂલમાં જવા માટેની પરવાનગી આપશે. આ જાહેરાત અફઘાનિસ્તાનના કાર્યકારી ગૃહ પ્રધાન અને તાલિબાનના સહ- નેતા સિરાજુદ્દીન હક્કાનીએ કરી છે. તાલિબાન સરકારને છોકરીઓને હાઈસ્કૂલમાં જવા દેવાના વચનની પૂર્તિ ન થવાથી ભારે ફટકો પડ્યો હતો. અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા પછી તાલિબાન સરકારે કહ્યું કે તે તેના કટ્ટરપંથી વલણને બદલે લોકો પ્રત્યે ઉદાર વલણ અપનાવશે, પરંતુ સત્તામાં આવ્યા પછી તેઓએ તેમનો નિર્ણય પાછો ખેંચી લીધો અને છોકરીઓને શાળાએ જવા પર અનિશ્ચિત સમય માટે પ્રતિબંધ મૂક્યો.

જ્યારે હક્કાનીને પૂછવામાં આવ્યું કે, શું તાલિબાન શાસનમાં છોકરીઓ ઘરથી બહાર જવાથી ડરે છે? તો તેમનો જવાબ હતો કે તોફાની છોકરીઓએ ઘરમાં જ રહેવું જોઈએ. તેમણે કહ્યું કે તોફાની છોકરીઓનો મતલબ એવી મહિલાઓ છે જે બીજાના કહેવા પર સરકાર પર સવાલ ઉઠાવતી રહે છે.

ઉલ્લેખનિય છે કે સિરાજુદ્દીન હક્કાની અમેરિકી ગુપ્તચર એજન્સી FBIના વોન્ટેડ લોકોની યાદીમાં છે અને અમેરિકી વિદેશ વિભાગે તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે અને તેના માથા પર 10 મિલિયન ડોલરનું ઈનામ છે. તેણે સીએનએનને કોઈ ચોક્કસ સમય જણાવ્યા વિના કહ્યું કે ધોરણ 6 સુધીની છોકરીઓ પહેલેથી જ શાળાએ જઈ રહી છે અને જો ઉપરવાળો ઈચ્છે તો ઉચ્ચ વર્ગ વિશે ટૂંક સમયમાં સારા સમાચાર સાંભળવામાં મળશે.

હિજાબ પહેરતી યુવતીઓ અંગે હક્કાનીએ કહ્યું કે, અમે કોઈ મહિલા પર હિજાબ પહેરવા માટે દબાણ કર્યું નથી, બલ્કે અમે તેમને સલાહ આપી છે. તેમને હિજાબ વિશે અમારા દ્વારા ઉપદેશ આપવવામાં આવે છે કે હિજાબ જરૂરી નથી, પરંતુ તે ઇસ્લામિક આદેશ છે જે દરેક વ્યક્તિએ માનવો જોઈએ.

તાલિબાનોએ સત્તા સંભાળી લીધા પછી અફઘાન છોકરીઓ માટે ધોરણ 6 સુધીની શાળાઓ માર્ચમાં ખુલવાની હતી, પરંતુ ત્યારબાદ શાળાનો યૂનિફોર્મ શરિયા અને અફઘાન પરંપરાઓ તથા સંસ્કૃતિ અનુસાર સેટ કરવામાં ન આવે ત્યાં સુધી તેમને ઘરે જ રહેવાનું કહેવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઆગામી 11 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનું ચિંતન: હવે BJP 20 કરશે મોટી સભા, જુઓ સંપૂર્ણ પ્લાન

સત્તામાં આવ્યા પછી તાલિબાને મહિલાઓને હિજાબ પહેરવાની અથવા સ્કાર્ફથી માથું ઢાંકવાનું કહ્યું છે. જો કે, તે ઇચ્છે તો તેમનો ચહેરો ખુલ્લો રાખી શકે છે. પરંતુ મે સુધીમાં તેમને જાહેર સ્થળોએ સંપૂર્ણ ચહેરો ઢાંકવા અને બુરખો પહેરવાની ફરજ પાડવામાં આવી હતી. 1996 થી 2001 સુધી જ્યારે તાલિબાન સરકાર સત્તામાં હતી ત્યારે પણ મહિલાઓ માટે બુરખો પહેરવો ફરજિયાત હતો.
First published:

Tags: Afghanistan Latest news, Afghanistan News, Afghanistan Taliban News, Afghanistan women story, Afghanistan-Taliban, Taliban Afghanistan News

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો