Home /News /national-international /અમેરિકા સાથે શાંતિ સમજુતી પર તાલિબાનનો યૂ ટર્ન, ફરી ઓપરેશન શરુ કરવાની ચેતવણી

અમેરિકા સાથે શાંતિ સમજુતી પર તાલિબાનનો યૂ ટર્ન, ફરી ઓપરેશન શરુ કરવાની ચેતવણી

અફઘાનિસ્તાન શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરી રહેલા અમેરિકાને ફરી એક વખત ઝટકો લાગ્યો

અફઘાનિસ્તાન શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરી રહેલા અમેરિકાને ફરી એક વખત ઝટકો લાગ્યો

    કાબુલ : અફઘાનિસ્તાન (Afghanistan)શાંતિ સ્થાપવાનો પ્રયત્ન કરી રહેલા અમેરિકાને (America)ફરી એક વખત ઝટકો લાગ્યો છે. તાલિબાને (Taliban)સોમવારે જાહેરાત કરી છે કે તે આંશિક સંઘર્ષ વિરામ ખતમ કરવાની સાથે અફઘાન સુરક્ષાબળો સાથે ફરીથી ઓપરેશન શરુ કરવા જઈ રહ્યું છે. આ આંશિક સંઘર્ષ વિરામની જાહેરાત ચરમપંથીઓ અને વોશિંગ્ટન વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર થવા પહેલા કરવામાં આવી હતી.

    તાલિબાનના પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદે કહ્યું હતું કે હિંસામાં કાપ હવે ખતમ થઈ ગયો છે અને અમારું અભિયાન સામાન્ય રુપથી યથાવત્ રહેશે. સમજુતી (અમેરિકા-તાલિબાન) પ્રમાણે અમારા મુજાહિદીન વિદેશી બળો પર હુમલો કરશે નહીં પણ કાબુલના પ્રશાસનવાળા બળો સામે અમારું અભિયાન યથાવત્ રહેશે.

    અમેરિકા અને તાલિબાન વચ્ચે શનિવારે કતરની રાજધાની દોહામાં શાંતિ સમજુતી પર હસ્તાક્ષર થયા હતા. અમેરિકી વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે તાલિબાન સાથે અમારી સમજુતી સફળ સાબિત થશે. તાલિબાન પુરી રીતે શાંતિ બહાલ રાખવાની દિશામાં કામ કરશે.

    આ પણ વાંચો - પીએમ મોદીનું ટ્વિટ - ફેસબુક, ટ્વિટર, ઇંસ્ટાગ્રામ છોડવા પર કરી રહ્યો છું વિચાર

    આ સમજુતી પછી અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અમેરિકા-તાલિબાન સમજુતીના એક મહત્વના અંશને ફગાવી દીધો છે. જેમાં હજારો ચરમપંથી કેદીઓને છોડી મુકવાની વાત છે.

    શનિવારે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજુતી થઈ છે. જેમાં 135 દિવસની અંદર આરંભિક રીતે અમેરિકા અને તેના સહયોગી પોતાના 8600 સૈનિકોને પાછા બોલાવી લેશે. આ પછી 14 મહિનાની અંદર અફઘાનિસ્તાનમાંથી પોતાના બધા સૈનિકોને પાછા બોલાવી લેશે.
    First published:

    Tags: Washington, અફઘાનિસ્તાન, અમેરિકા, તાલિબાન

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन