Kabul blast: મિલિટરી હોસ્પિટલમાં થયા આત્મઘાતી વિસ્ફોટ, ગોળીબારના અવાજ પણ સંભળાયા

કાબુલ નજીકની મિલિટરી હોસ્પિટલ સરદાર દાઉદ ખાન હોસ્પિટલમાં જોરદાર ધમાકા અને ગોળીબારના અવાજ સંભળાયા. (twitter)

અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul Blast)માં મંગળવારે બપોરે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. વિસ્ફોટના પરિણામે કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય વિસ્ફોટનું કારણ પણ જાણી શકાયું નથી.

  • Share this:
    કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan)ની રાજધાની કાબુલ (Kabul Blast)માં મંગળવારે બપોરે એક શક્તિશાળી વિસ્ફોટ થયો. સમાચાર એજન્સી એએફપીની જાણકારી અનુસાર, કાબુલ નજીકની મિલિટરી હોસ્પિટલ સરદાર દાઉદ ખાન હોસ્પિટલ (Sardar Dawood Khan Hospital)માં જોરદાર ધમાકા અને ગોળીબારના અવાજ સંભળાયા હતા. રિપોર્ટ્સ મુજબ, મિલિટરી હોસ્પિટલ સામે થયેલો બ્લાસ્ટ આત્મઘાતી હુમલા (Suicide Attack) જેવો હતો. ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા અનુસાર, વિસ્ફોટના સ્થળેથી ગોળીબારનો અવાજ લાંબા સમય સુધી સંભળાયો હતો.

    વિસ્ફોટના પરિણામે કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય વિસ્ફોટનું કારણ પણ જાણી શકાયું નથી.

    સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા એક ડોક્ટરે એએફપીને જણાવ્યું કે, ‘હું હોસ્પિટલની અંદર છું. મેં જોરદાર ધમાકો સાંભળ્યો જેનો અવાજ પહેલા ચેકપોઈન્ટથી આવતો હતો. અમને સુરક્ષિત રૂમમાં જવાનું કહેવામાં આવ્યું હતું. મેં ગોળીબારના અવાજ પણ સાંભળ્યા.’

    AFPના પત્રકારોને થોડી મીનીટો બાદ બીજો વિસ્ફોટ પણ સંભળાયો હતો. એક તાલિબાન મીડિયા પ્રવક્તાએ આ વિસ્ફોટની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, ‘એક વિસ્ફોટ મિલિટરી હોસ્પિટલના ગેટ પર થયો છે અને બીજો હોસ્પિટલની નજીક થયો છે. આ હજુ પ્રારંભિક માહિતી છે, વધુ માહિતી પછી આપવામાં આવશે.’

    ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. આમાંના મોટાભાગના વિસ્ફોટો ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે.

    આ પણ વાંચો: તાલિબાનની આંખોમાં ધૂળ નાખવા માટે અફઘાન છોકરીઓ શીખે છે code ‘underground’

    જો કે, તાલિબાને કહ્યું છે કે તે ઈસ્લામિક સ્ટેટ પર ટૂંક સમયમાં જ કાબુ મેળવી લેશે અને દેશમાં શાંતિની સ્થાપના કરશે. જોકે, યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તરીય ભાગમાં ઈસ્લામિક સ્ટેટ મજબૂત બન્યું છે. અત્યાર સુધી આ આતંકવાદી સંગઠને અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં વિસ્ફોટોને અંજામ આપ્યા છે.

    આ પહેલા ઓગસ્ટમાં કાબુલ એરપોર્ટ પર જોરદાર બ્લાસ્ટ થયો હતો. અફઘાનિસ્તાન પર તાલિબાનોના કબજા પછી મોટી સંખ્યામાં લોકો દેશ છોડવાના હેતુથી કાબુલ એરપોર્ટ પર એકઠા થયા હતા. 26 ઓગસ્ટના રોજ થયેલા આ બ્લાસ્ટમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોશ્યલ મીડિયા પર આ ઘટનાના ફોટોઝ અને વિડિયોઝ જોઈને લોકોના હૃદય દ્રવી ઉઠ્યા હતા.

    આ પણ વાંચો: ટ્રેનમાં બેટમેનનો જોકર બનીને ઘૂસ્યો 'માથાફરેલ', 17 લોકોને ચાકુ માર્યા બાદ આગ લગાડી દીધી

    હુમલા અંગે રશિયન અધિકારીઓએ જણાવ્યું કે કાબુલ એરપોર્ટની બહાર બે આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. લોકોને હવાઈ માર્ગથી દેશથી બહાર કાઢવાની સમયમર્યાદા નજીક આવવા દરમ્યાન પશ્ચિમી દેશોએ પહેલાથી જ એરપોર્ટ પર સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરી હતી.
    Published by:Nirali Dave
    First published: