કાબુલ. તાલિબાન (Taliban)એ અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કર્યા બાદ ત્યાં સરકાર રચવાને લઈ તૈયારી શરૂ કરી દીધી છે. સરકારી કર્મચારીઓને સામાન્ય માફી (Taliban Announces Amnesty) આપવા અને કામ પર પરત ફરવાનું ફરમાન કર્યા બાદ તાલિબાને વધુ એક મોટો નિર્ણય લીધો છે. તાલિબાને કહ્યું કે, તેમની સરકાર સંપૂર્ણ પણે ઈસ્લામિક હશે. તેમાં મહિલાઓને (Taliban urges women to join Government) પણ સામેલ કરવામાં આવશે. તાલિબાને કહ્યું કે, તેમનો ઉદ્દેશ્ય મહિલાઓની વિરુદ્ધ થતી હિંસાને રોકવાનો પણ છે.
ઈસ્લામી અમીરાત (Islamic Emirate) સંસ્કૃતિ આયુક્તના સભ્ય ઈનામુલ્લાહ સમનગનીએ મંગળવારે અફઘાનિસ્તાનના સરકારી ટીવી પર ટિપ્પણી કરી. તે હવે તાલિબાનના કબજામાં છે. તેમણે કહ્યું કે, ઈસ્લામી અમીરાત નથી ઈચ્છતું કે મહિલાઓ પીડિત હોય. તાલિબાન અફઘાનિસ્તાન માટે ઈસ્લામી અમીરાત શબ્દનો ઉપયોગ કરે છે. સમનગનીએ કહ્યું કે, સરકારનું માળખું સંપૂર્ણપણે સ્પષ્ટ નથી, પરંતુ અમારા અનુભવના આધાર પર, તેમાં પૂર્ણ ઈસ્લામી નેતૃત્વ હોવું જોઈએ અને તમામ પક્ષોને તેમાં સામેલ કરવા જોઈએ. હાલ સરકાર રચવાનો એજન્ડા નક્કી કરવામાં આવી રહ્યો છે. ટૂંક સમયમાં પ્રસ્તાવનું એલાન કરવામાં આવશે.
તાલિબાને મંગળવારે તમામ સરકારી કર્મચારીઓને સામાન્ય માફી (General Amnesty) આપવાની જાહેરાત કરી. તાલિબાને નિવેદનમાં કહ્યું કે, તમામ લોકો માટે સામન્ય માફીની જાહેરાત કરવામાં આવી રહી છે. એવામાં તમે પોતાની રૂટીન લાઇફ પૂરા વિશ્વાસની સાથે શરૂ કરી શકો છો. તાલિબાને કહ્યું કે, કોઈ પણ સરકારી કર્મચારીને ડરવાની જરૂર નથી. આપને કોઈ નુકસાન નહીં પહોંચાડે. તમામ કામ પર પરત ફરો, કોઈને કશું જ કહેવામાં નહીં આવે.
>> મહિલાઓ રસ્તાઓ પર બુરખા વગર નહીં નીકળી શકે. તેમની સાથે કોઈ પુરૂષ સંબંધીની હાજરી જરૂરી છે.
>> મહિલાઓને ઘરોની બાલ્કનીમાં આવવાની મંજૂરી નથી.
>> મહિલાઓને રસ્તા પરથી ઈમારતની અંદર ન જોઈ શકે તેના માટે ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોરની તમામ બારીઓના કાચને પેઇન્ટ કરાવી દેવા અથવા તો સ્ક્રીનથી ઢાંકી દેવામાં આવે.
>> મહિલાઓને હાઇ હીલના જૂતા પહેરવાની મંજૂરી નથી. તેઓ મેકઅપ પણ નહીં કરી શકે. ન તો મોટેથી હસી શકે અને ન તો મોટેથી બોલી શકે.
>> મહિલાઓ કોઈ ફિલ્મ, અખબાર કે પત્રિકાઓ માટે પોતાની તસવીરો નહીં આપી શકે.
>> છોકરીઓની સ્કૂલમાં સમગ્ર અફઘાનિસ્તાનમાં સંગીત અને રમત-ગમત સ્પર્ધાઓ પર પ્રતિબંધ છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર