રાજીનામાના સમાચાર વચ્ચે અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ કહ્યું- તાલિબાન સાથે વાત ચાલું

અશરફ ગની

Afghanistan President Ashraf Ghani- અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજધાની કાબુલની સાવ નજીક પહોંચી ચૂક્યા છે

 • Share this:
  કાબુલ : રાજીનામાના સમાચાર વચ્ચે અફઘાનિસ્તાનના (Afganistan)રાષ્ટ્રપતિ અશરફ ગની (Ashraf Ghani)એ દેશને સંબોધન કર્યું હતું.  આ દરમિયાન તેમણે કહ્યું કે દેશમાં અસ્થિરતાનો ગંભીર ખતરો છે. સાથે તેમણે અફઘાની લોકોને વિશ્વાસ અપાવ્યો કે આગળ તેને રોકવામાં આવશે. અફઘાન સુરક્ષા અને રક્ષા બળોને ફરીથી સંગઠિત કરવા આપણી સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

  સૂત્રોએ News18ને જણાવ્યું કે અફઘાનિસ્તાનના વિભિન્ન પ્રાંતોમાં ચાલી રહેલા હુમલાને (Afghanistan war) રોકવા અને તાલિબાન સાથે તત્કાલ સંઘર્ષવિરામ સમજુતી પર પહોંચવાના ઉદ્દેશ્યથી આ કદમ ઉઠાવવામાં આવી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે ગની રાજીનામાં પછી પોતાના પરિવાર સાથે ત્રીજા દેશમાં જઇ શકે છે. જોકે અફઘાનિસ્તાનના (afghanistan news)પહેલા ઉપ રાષ્ટ્રપતિ અમરુલ્લા સાલેહ આ કદમથી સહમત નથી.

  અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગની શહેરને બચાવવાના પ્રયત્નો અંતર્ગત બુધવારે મજારે એ શરીફ ગયા હતા અને તેમણે સરકારથી સંબંધ ઘણા મિલિશિયા કમાન્ડરો સાથે બેઠક કરી હતી. ટોલો ન્યૂઝના મતે અહીં તેમણે મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે તમારો રાષ્ટ્રપતિ હોવાના નાતે હું તમને આશ્વત કરું છું કે મારું ધ્યાન હિંસાને રોકવા પર છે. હું અફઘાનિસ્તાનમાં યુદ્ધ યથાવત રહેવા અને 20 વર્ષોથી આપણે જે કાંઇક મેળવ્યું છે તેને બર્બાદ કરવાની મંજૂરી આપી શકું નહીં.

  તમને જણાવી દઈએ કે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજધાની કાબુલની સાવ નજીક પહોંચી ચૂક્યા છે. આ દરમિયાન શાંતિ વાર્તા સમિતી નવો ડ્રાફ્ટ તૈયાર કરવામાં લાગી છે. જેમાં અશરફ ગનીની સરકાર પૂરી રીતે બેદખલ થઇ શકે છે.

  આ પણ વાંચો - Afghanistan war: તાલિબાને બનાવ્યો પ્લાન, કાબુલ સહિત આખા અફઘાનિસ્તાન પર 7 દિવસની અંદર તેનો કબજો હશે

  CNN News18ને ઉચ્ચ પદસ્થ સૂત્રોએ જણાવ્યું કે અફઘાનિસ્તાનમાં યુદ્ધ વિરામ માટે જે નવા ફોર્મ્યુલા પર મંથન ચાલી રહ્યું છે. તે અંતર્ગત તાલિબાન, સેના અધિકારીઓ અને કેટલાક વર્તમાન પ્રતિનિધિઓ સાથે અંતરિમ સરકાર બનાવવામાં આવશે. તમામ વિચાર વિમર્શ પછી આ ફોર્મ્યુલા બધા સંબંધિત દળો સાથે શેર કરવામાં આવશે.

  તાલિબાને કહ્યું કે અમે ઇચ્છીએ છીએ કે વિશ્વ એજન્સીઓ અફઘાનિસ્તાનની દેખભાળ કરે કારણ કે આ સૌથી મોટું માનવીય સંકટ છે. અમે કોઇ વિદેશ મિશન કે એનજીઓ પર હુમલો કરીશું નહીં. તાલિબાન દ્વારા એક આક્રમક હુમલામાં અધિક પ્રમુખ ક્ષેત્રીયો શહેરો પર કબજો કર્યા પછી રાજધાની કાબુલની સુરક્ષા ઉપર પણ ખતરો જોવા મળી રહ્યો છે. આ જ કારણ છે કે સંયુક્ત રાજ્ય અમેરિકા અને બ્રિટને શુક્રવારે અફઘાનિસ્તાનમાં પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે હજારો સૈનિકોની તૈનાતી કરવાનો આદેશ આપ્યો છે.

  લેટેસ્ટ ન્યૂઝ મેળવવા News18 Gujarati App ઇન્સ્ટોલ કરો. FacebookTwitterYoutube સાથે જોડાઓ.
  Published by:Ashish Goyal
  First published: