Home /News /national-international /અમેરિકાની સેના જે ફાઇટર પ્લેન મૂકીને જતી રહી તેની પર હવે હીંચકા ખાઈ રહ્યા છે Talibani Fighters, જુઓ VIRAL VIDEO

અમેરિકાની સેના જે ફાઇટર પ્લેન મૂકીને જતી રહી તેની પર હવે હીંચકા ખાઈ રહ્યા છે Talibani Fighters, જુઓ VIRAL VIDEO

વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તાલિબાની આતંકી ગ્રાઉન્ડમાં ઊભેલા ફાઇટર જેટની વિંગ પર દોરડું બાંધીને હીંચકે ઝૂલવાનો આનંદ માણી રહ્યા છે.

Taliban Viral Video: પાકિસ્તાને શૅર કરેલો તાલિબાની ફાઇટર્સનો ઝૂલા ઝૂલતો વીડિયો થયો વાયરલ, ચીને અમેરિકાની ઉડાવી મજાક

કાબુલ. અમેરિકાની સેનાની (American Army) વાપસી બાદ તાલિબાને (Taliban) બંદૂકના જોરે અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કરી દીધો છે. હવે સરકાર પણ રચવામાં આવી છે. અમેરિકાની સેના પરત ફરતી વખતે અનેક હથિયાર અને સૈન્ય વિમાનોને ડિસેબલ કરીને છોડી ગઈ છે. જેનો ઉપયોગ હવે તાલિબાની પોતાના મનોરંજન માટે કરી રહ્યા છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ (Social Media Viral Video) થઈ રહ્યો છે. વીડિયોમાં તાલિબાની ફાઇટર્સ અમેરિકન ફાઇટર જેટની (US Fighter Jet) વિંગ પર દોરડું બાંધીને હીંચકા ખાઈ રહ્યા છે.

આ વીડિયોને પાકિસ્તાનના પત્રકાર જે બાધવાને શૅર કર્યો છે. ડિસેબલ હોવાના કારણે આ વિમાન ઉડી શકે તેવી સ્થિતિમાં નથી. એવામાં તાલિબાની ફાઇટર્સ તેનો ભરપૂર આનંદ ઉઠાવી રહ્યા છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે તાલિબાની આતંકી ગ્રાઉન્ડમાં ઊભેલા ફાઇટર જેટની વિંગ પર દોરડું બાંધીને હીંચકે ઝૂલવાનો આનંદ માણી રહ્યા છે. વીડિયોમાં અનેક તાલિબાની જોવા મળી રહ્યા છે, જેમાં એક ઝૂલો પર બેઠેલો જોવા મળી રહ્યો છે તો તેને બીજા લોકો ઝૂલાને ધક્કા મારી રહ્યા છે.



આ વીડિયોને અનેક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શૅર કરીને નિરાશા વ્યક્ત કરવામાં આવી છે કે 20 વર્ષમાં બદલાયેલા અફઘાનિસ્તાનની કમાન હવે કેવા લોકોના હાથમાં આવી ગઈ છે.

બીજી તરફ, ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિઝિયાન ઝાઓએ વીડિયો શૅર કરતાં અમેરિકાની મજાક ઉડાવી છે. ઝાઓએ લખ્યું, ‘સામ્રાજ્યોના કબ્રસ્તાન અને તેમના જંગી મશીનો... તાલિબાને તેમના પ્લેન્સને ઝૂલા અનેક રમકડાઓમાં ફેરવી દીધા છે.’

આ પણ વાંચો,
લેપટોપની બાજુમાં AK-47, તાલિબાન સરકારમાં આ આતંકી બન્યો રિઝર્વ બેંકનો ચીફ

આ પહેલા પણ તાલિબાની આતંકવાદીઓના આવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં તેઓ ક્યારેક નાચતા જોવા મળી રહ્યા છે તો ક્યાંક બાળકોના અમ્યૂઝમેન્ટ પાર્કમાં હીંચકે ઝૂલતા જોવા મળી રહ્યા છે. એક અલગ વીડિયોમાં તેઓ પાર્કમાં ઘોડાઓની સવારી કરતાં પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચો, Afghanistan News: કાબુલમાં ‘પાકિસ્તાન મુર્દાબાદા’ના નારા લગાવી રહ્યા હતા પ્રદર્શનકારી, તાલિબાને ગોળીઓ વરસાવી

બીજી તરફ, કાબુલ પર કબજા બાદ તાલિબાની નેતા રાષ્ટ્રપતિ ભવનમાં રોકાયેલા છે. એક વીડિયોમાં તેઓ ત્યાં ખુશી મનાવતા અને આરામ કરતા જોવા મળ્યા હતા. કેટલાક તાલિબાની રાષ્ટ્રપતિ ભવનના જિમમાં પહોંચી ગયા અને વર્કઆઉટ કરતા જોવા મળ્યા હતા.
First published:

Tags: Afghanistan Crisis, Social media, Talibani Fighters, અફઘાનિસ્તાન, તાલિબાન, વાયરલ વીડિયો

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો