Home /News /national-international /અફઘાનિસ્તાનમાંથી ગાયબ થઈ ગયો 2000 વર્ષ જૂનો સોનાનો ખજાનો, તાલિબાન શોધવા માટે ઊંધામાથે
અફઘાનિસ્તાનમાંથી ગાયબ થઈ ગયો 2000 વર્ષ જૂનો સોનાનો ખજાનો, તાલિબાન શોધવા માટે ઊંધામાથે
અફઘાનિસ્તાનમાં 2000 વર્ષ જુનો કિમતી ખજાનો ગાયબ
સરકાર (Taliban government) ચલાવવી તેમના માટે સરળ નથી. આવી સ્થિતિમાં 2000 વર્ષ જૂના ખજાનાની ચર્ચા છે. જેને તાલિબાન શોધી રહ્યું છે. આ એક પ્રાચીન બેક્ટ્રિયન ખજાનો છે. જેમાં સોના (Gold)ની વસ્તુઓ છે.
છેલ્લા કેટલાક સમયથી અફઘાનિસ્તાન (Afghanistan) ચર્ચાનો મુદ્દો બન્યો છે. તાલિબાને હથિયારના દમ પર અફઘાનિસ્તાનમાં સત્તા તો મેળવી લીધી છે, પરંતુ સરકાર (Taliban government) ચલાવવી તેમના માટે સરળ નથી. આવી સ્થિતિમાં 2000 વર્ષ જૂના ખજાનાની ચર્ચા છે. જેને તાલિબાન શોધી રહ્યું છે. આ એક પ્રાચીન બેક્ટ્રિયન ખજાનો છે. જેમાં સોના (Gold)ની વસ્તુઓ છે. ચાર દાયકા પહેલા આ ખજાનો અફઘાનિસ્તાનના ટેલા ટાપા(Tela Tapa area) વિસ્તારમાંથી મળી આવ્યો હતો.
ક્લચર કમિશનના ડેપ્યુટી હેડ અહમદુલ્લાહ વસીકે (Ahmadullah Wasiq) ટોલો ન્યૂઝ (Tolo news)ને જણાવ્યું હતું કે, તેમણે આ ખજાનાની શોધખોળ માટે સંબંધિત વિભાગને કાર્ય સોંપ્યું છે. બેક્ટ્રિયન ખજાનો અફઘાનિસ્તાનમાં છે કે, તેને બહાર લઇ જવામાં આવ્યો છે? તે તપાસનો વિષય છે. જો એમ હોય તો, તે રાજદ્રોહ હશે. તાલિબાન આ અંગે કડક કાર્યવાહી કરશે.
બેક્ટ્રિયન ખજાનામાં શું છે?
નેશનલ જ્યોગ્રાફિક અનુસાર, બેક્ટ્રિયન ખજાનામાં પ્રાચીન સમયના સોનાના ટુકડાઓ છે અને તે પહેલી શતાબ્દી ઈશા પૂર્વથી પહેલી શતાબ્દી ઈસવી સુધી છ કબરોની અંદર મળી આવ્યા હતા. આ કબરોમાં 20,000 થી વધુ વસ્તુઓ હતી. જેમાં સોનાની વીંટીઓ, સિક્કા, હથિયારો, કાનની બુટ્ટીઓ, કડા, ગળાનો હાર, હાથ અને મુગટનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ સોના સિવાય ઘણા કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવી હતી.
પુરાતત્વવિદોને કઈ વસ્તુએ આશ્ચર્યચકિત કર્યા
નિષ્ણાતો માને છે કે, કબરો એશિયાના છ શ્રીમંત લોકોની હતી. જેમાં પાંચ મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. નેશનલ જ્યોગ્રાફિકે 2016 માં કહ્યું હતું કે, તેમની સાથે મળી આવેલી 2,000 વર્ષ જૂની કલાકૃતિઓ સૌંદર્યલક્ષી પ્રભાવો (ફારસીથી શાસ્ત્રીય ગ્રીક સુધીનું)નું દુર્લભ મિશ્રણ દર્શાવે છે. મોટી સંખ્યામાં કિંમતી ચીજવસ્તુઓ, ખાસ કરીને છઠ્ઠી કબરમાંથી મળેલા જટિલ સોનેરી મુકુટએ પુરાતત્વવિદોને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બેક્ટ્રિયન ખજાનો અફઘાનિસ્તાનનો મહત્વનો વારસો છે. જે ફેબ્રુઆરી 2021માં રાષ્ટ્રપતિ ભવનમાં જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
તાલિબાન ઐતિહાસિક સ્મારકોનું રક્ષણ કરશે
વસિકે કહ્યું છે કે, પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકોના રક્ષણને લઈને આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે જે પણ કરાર કરવામાં આવ્યા છે, તે યથાવત રહેશે. ટોલો ન્યૂઝ અનુસાર, વસિકે એમ પણ કહ્યું હતું કે, તેના મત મુજબ રાષ્ટ્રીય સંગ્રહાલય, રાષ્ટ્રીય સંગ્રહ અને રાષ્ટ્રીય ગેલેરી અને અન્ય ઐતિહાસિક અને પ્રાચીન સ્મારકોની વસ્તુઓ તેમના સ્થાન પર સુરક્ષિત છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર