કોણ છે Mullah Abdul Ghani Baradar જે અફઘાનિસ્તાનમાં ચલાવશે Taliban સરકાર?

તાલિબાનના હેડ મુલ્લા અબ્દુલ ગની બરાદર અફઘાનિસ્તાનની નવી સરકારના વડા હશે. (ફાઇલ તસવીર- Reuters)

Afghanistan Latest News: અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકાર! મુલ્લા અબ્દુલ ગની બરાદરને સોંપાયું સુકાન, જાણો તમામ વિગત

  • Share this:
    કાબુલ. અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજા બાદ તાલિબાને (Taliban) નવી સરકારની જાહેરાત કરી દીધી છે. સૂત્રો મુજબ, તાલિબાનના હેડ મુલ્લા અબ્દુલ ગની બરાદર (Mullah Abdul Ghani Baradar) નવી સરકારના વડા હશે. જ્યારે તાલિબાનના સૌથી મોટા ધાર્મિક નેતા મુલ્લા હૈબતુલ્લાહ અખુંદજાદાને (Hibatullah Akhundzada) અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતા (Supreme Leader of Afghanistan) બનાવવામાં આવશે.

    અલ-અરેબિયાન ન્યૂઝના અહેવાલ મુજબ, તાલિબાનના દિવંગત સંસ્થાપક મુલ્લા ઉમરના દીકરા મુલ્લા મોહમ્મદ યાકૂબ અને શેર મોહમ્મદ અબ્બાસ સ્તાનિકજઈ પણ સરકારમાં વરિષ્ઠ પદ સંભાળશે.

    મુલ્લા અબ્દુલ ગની બરાદર તે ચાર લોકો પૈકી એક છે, જેમણે 1994માં તાલિબાનની રચના કરી હતી. વર્ષ 2001માં જ્યારે અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાનમાં આર્મીએ કાર્યવાહી શરુ કરી તો મુલ્લા બરાદરની આગેવાનીમાં વિદ્રોહના અહેવાલો સામે આવવા લાગ્યા. અમેરિકન સેનાઓએ અફઘાનિસ્તાનમાં બરાદરની શોધખોળ કરવા લાગી, પરંતુ તેઓ પાકિસ્તાન ભાગી ગયા હતા.



    વર્ષ 2010માં ISIએ બરાદરની કરાચીથી ધરપકડ કરી દીધી હતી. અમેરિકાના અનુરોધ પર તેમને 2018માં મુક્ત કરવામાં આવ્યા હતા. હાલના સમયમાં બરાદર તાલિબાનના રાજકીય લીડર અને સમૂહના સાર્વજનિક ચહેરો છે. બરાદરે વર્ષ 1980ના દશકમાં સોવિયત સંઘની વિરુદ્ધ અફઘાન મુજાહિદીનમાં લડાઈ લડી હતી. વર્ષ 1992માં રશિયાને બહાર કાઢ્યા બાદ પ્રતિદ્વંદી સરદારોની વચ્ચે ગૃહયુદ્ધ શરૂ થયું હતું. તે સમયે બરાદરે પોતાના પૂર્વ કમાન્ડર અને સગા મોહમ્મદ ઉમરની સાથે કંધારમાં એક મદરેસા સ્થાપિત કર્યો હતો.

    આ પણ વાંચો, Afghanistan Crisis: તાલિબાને કર્યું કન્ફર્મ, Hibatullah Akhundzada હશે અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતા

    જ્યારે અફઘાનિસ્તાનમાં 90ના દશકમાં તાલિબાન બન્યું હતું, ત્યારે તેના પ્રમુખ મુલ્લા મોહમ્મદ ઉમર હતા. કહેવામાં આવે છે કે બરાદરની બહેન ઉમરની પત્ની હતી. તાલિબાનના 90ના દશકના તાકાતવાન કુખ્યાત રાજમાં તેઓ બીજા મોટા નેતા હતા. જિલ્લાઓ અને પ્રાંતીય રાજધાનીઓ પ જીત માટે બરાદરે મુખ્ય જવાબદાર વ્યક્તિ માનવામાં આવે છે.

    આ પણ વાંચો, Afghanistan Crisis: અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બાઇડને કહ્યુ- અફઘાનિસ્તાન છોડવા સિવાય કોઈ વિકલ્પ નહોતો, પરંતુ મિશન સફળ રહ્યું

    તાલિબાનના અનેક મોટા નેતા અખુંદજાદાને નથી મળી શકતા

    બીજી તરફ, હૈબતુલ્લાહ અખુંદજાદાને અફઘાનિસ્તાનના સર્વોચ્ચ નેતા બનાવવામાં આવશે. તે એવા આતંકવાદી છે, જેમને તેમના પોતાના સંગઠનના જ બહુ ઓછા લોકો જોઈ શકે છે. તાલિબાનના ઘણા મોટા નેતાઓ તેના ઠેકાણા વિશે હજુ પણ જાણતા નથી. તે રોજિંદા જીવનમાં શું કરી રહ્યા છે તે તાલિબાન ફાઇટર્સને પણ ખબર નથી. જો કે, ઇસ્લામિક તહેવારો પર વીડિયો સંદેશાઓ દ્વારા તેઓ ચોક્કસપણે આતંકવાદીઓને સંદેશો મોકલે છે.
    Published by:Mrunal Bhojak
    First published: