કાબુલ : અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાન (taliban)દ્વારા કબજો કરાયા પછી ત્યાં સ્થિતિ સતત બગડી રહી છે. આ દરમિયાન રાજધાની કાબુલના એરપોર્ટની (Kabul Airport)બહાર બે બ્લાસ્ટ થયા છે. એરપોર્ટ પર ધમાકાની પૃષ્ટિ (Afghanistan Airport Blasts)અમેરિકાના રક્ષા વિભાગ પેંટાગને કરી છે. આ ધમાકામાં બાળકો સહિત 13 લોકોના મોત થયા છે. જ્યારે 70થી વધારે ઇજાગ્રસ્ત થયા છે. અમેરિકી રક્ષા મંત્રાલયના સચિવ જોન કિર્બીએ કહ્યું કે કાબુલ એરપોર્ટના ગેટ પર મોટો ધમાકો (Kabul Airport Blast) થયો છે. આ બ્લાસ્ટમાં અમેરિકાના 4 સૈનિકોના મોત થયા છે. આ હુમલાની જવાબદારી આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે લીધી છે. હુમલા પછી એરપોર્ટ પર બધા પ્રકારના ઓપરેશન્સ બંધ કરી દીધા છે.
આ હુમલો કાબુલ સ્થિત બૈરન હોટલ પાસે થયો છે જ્યાં બ્રિટનના સૈનિકો અને પત્રકારો રોકાયેલા છે. આ પહેલા ઇટાલીના એક સૈન્ય વિમાન પર કાબુલ એરપોર્ટથી ઉડાન ભર્યા પછી તેના પર ફાયરિંગ કર્યું હતું. જોકે આ ઘટનામાં વિમાનને કોઇ નુકસાન થયું નથી.
કાબુલ એરપોર્ટ પર ધમાકા પછી ભારતે ચિંતા વ્યક્ત કરી છે. ભારત સરકારના સૂત્રોનું કહેવું છે કે આ હુમલા પાછળ ISISનો હાથ હોઈ શકે છે.
થોડાક કલાકો પહેલા જ અમેરિકી દૂતાવાસે કાબુલ એરપોર્ટ પર આતંકી હુમલાને લઇને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે કાબુલ અરપોર્ટને તાત્કાલિક છોડીને ચાલ્યા જાવ. કાબુલ એરપોર્ટના ઇસ્ટ, નોર્થ ગેટથી અમેરિકી નાગરિક જલ્દી હટી જાય. તેમણે આગળ કહ્યું કે આગામી આદેશ સુધી સુરક્ષિત સ્થાનો પર જ રહો. જ્યારે બ્રિટન, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન છોડવા માટે કાબુલ એરપોર્ટ પર જમા થયેલા લાખો લોકોને તરત સુનિશ્ચિત સ્થાન પર જવા માટે કહ્યું હતું.
તાલિબાને કાબુલ પર કબજો જમાવ્યા પછી અમેરિકા, ઇટાલી સહિત ઘણા દેશો પોતાના અને ત્યાંના નાગરિકોને બહાર કાઢવા માટે લાગેલા છે. આ માટે સેનાનો વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ભારત પણ પોતાના નાગરિકોને લાવી રહ્યું છે. આ મિશનને દેવી શક્તિ નામ આપવામાં આવ્યું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર