અસદાબાદ : ગુરુવારે અફઘાનિસ્તાનના (Afghanistan) અસદાબાદ શહેરમાં (Asdabad)દેશના સ્વતંત્રતા દિવસ પર રેલી કાઢી રહેલા લોકો પર તાલિબાનના (Taliban)લડાકોએ ગોળીઓ વરસાવી હતી. જેમાં ઘણા લોકોના મોતના સમાચાર (Afghan-Taliban Crisis)છે. આ સાથે ફરી એક વખત સ્પષ્ટ થઇ ગયું છે કે તાલિબાન ભલે પોતાની છાપ સુધારવાનું પ્રયત્ન કરતું હોય પણ હજુ તે પહેલા જેવું જ છે.
સમાચાર એજન્સી રોયટર્સના મતે અસદાબાદમાં અફઘાનિસ્તાનના સ્વતંત્રતા દિવસ પર કેટલાક લોકો રેલી કાઢી રહ્યા હતા. આ દરમિયાન દેશનો ઝંડો ફરકાવનાર લોકો પર તાલિબાની લડાકોએ ગોળીઓ ચલાવી હતી. જેના કારણે ભગદડની સ્થિતિ ઉભી થઇ હતી. કુનાર પ્રાંતની રાજધાનીના પ્રત્યક્ષદર્શી મોહમ્મદ સલીમે જણાવ્યું કે લોકો ગોળીબારમાં હતાહત થયા કે ભગદડથી તે સ્પષ્ટ નથી.
હાલ તાલિબાન તરફથી તેના પર કોઇ નિવેદન સામે આવ્યું નથી. તમને જણાવી દઈએ કે 19 ઓગસ્ટે અફઘાનિસ્તાનમાં સ્વતંત્રતા દિવસ મનાવવામાં આવે છે. આ પહેલા બુધવારે પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે તાલિબાની લડાકોએ કાબુલ એરપોર્ટ પર મહિલાઓ અને બાળકો ઉપર પણ હુમલો કર્યો છે. તાલિબાની લડાકોએ એરપોર્ટથી ભીડને પાછી મોકલવા માટે ફાયરિંગ કર્યું હતું.
અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની વાપસી કર્યા પછી મહિલાઓને બુરખો પહેરવાનો આદેશ કર્યો હતો. ત્યારે આ દરમિયાન એક મહિલા બુરખા વગર રસ્તા ઉપર દેખાઈ હતી તો તેણે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. તાલિબાની ફાઈટર દ્વારા મહિલાને ગોળી મારવામાં આવી હતી.
તાલિબાનના ફાઈટરો અફઘાનિસ્તાનના રસ્તાઓ ઉપર ગાડીઓ અને બાઈકો લઈને ફરી રહ્યા છે. આ યુવકોના હાથમાં તેમનો ઝંડો અને હથિયાર હોય છે. તેમના હાથમાં આવ્યા બાદ આખો દેશ આઘાતમાં છે. શરિયા કાનૂન (Taliban Sharia Law) પ્રમાણે જે પણ ખોટું કરતા દેખાય તેમને સ્થળ ઉપર જ સજા આપવામાં આવે છે. આ સિલસિલામાં તાલિબાનિયોને એક મહિલાને બુરખો ન પહેરવાની ભુલમાં રસ્તા ઉપર જ ગોળી મારી દીધી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર