Home /News /national-international /

અફઘાનિસ્તાનમાં સંગઠિત થયેલું ISIનું નવું આતંકી સંગઠન હિઝબ-એ-વિલાયત ભારત માટે બનશે ખતરો? જાણો કારણ

અફઘાનિસ્તાનમાં સંગઠિત થયેલું ISIનું નવું આતંકી સંગઠન હિઝબ-એ-વિલાયત ભારત માટે બનશે ખતરો? જાણો કારણ

અફઘાનિસ્તાન પર તાલિબાનો દ્વારા કરવામાં આવેલા હુમલાઓથી ભારતની ચિંતા વધી છે.

પાકિસ્તાની (Pakistan) ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સે અફઘાનિસ્તાનમાં ભારતીય (Indian) સંપત્તિઓ પર હુમલો કરવા માટે હિઝબ-એ-વિલાયત (Hizb-e-Wilayat) નામનું એક નવું આતંકવાદી સંગઠન બનાવ્યું છે.

નવી દિલ્લી:  અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલીબાનો (Taliban)એ કબ્જો કરી લીધો છે. જેને લઈને કાબૂલ (Kabul)માં ભારતીય સંપત્તિઓની સુરક્ષા જટિલ બની શકે છે. તો બીજી તરફ પાકિસ્તાની (Pakistan) ગુપ્તચર એજન્સી ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સે અફઘાનિસ્તાનમાં ભારતીય (Indian) સંપત્તિઓ પર હુમલો કરવા માટે હિઝબ-એ-વિલાયત (Hizb-e-Wilayat) નામનું એક નવું આતંકવાદી સંગઠન બનાવ્યું છે.

સૂત્રો પાસેથી મળતી જાણકારી અનુસાર, તેનો નિર્દેશ છે કે, તાલિબાનના ક્ષેત્રમાં આવનાર ભારતીય સંપત્તિ સૌથી પહેલું લક્ષ્ય હોવું જોઈએ.

હિઝબ-એ-વિલાયતના સભ્યો કોણ છે?

મળતી માહિતી અનુસાર, આ નવા આતંકી સમૂહનું નેતૃત્વ ડૉ. અનવર ફિરદૌસ કરી રહ્યા છે. જેમાં 10,000થી અધિક પાકિસ્તાની ફાઈટર્સ શામેલ છે અને તેમણે બોર્ડર પરના છીંડામાંથી અફઘાનિસ્તાનમાં પ્રવેશ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, અફઘાનિસ્તાનમાં ભારતીય સંપત્તિઓ પર હુમલો કરવા માટે પાકિસ્તાન એજન્સીએ નવા આતંકી સમૂહની સાથે લશ્કર-એ-તોઈબા અને જૈશ-એ-મોહમ્મદ જેવા આતંકવાદી સંગઠનના ફાઇટર્સ મોકલ્યા છે.

જાણો,3 તાલીબાન અને ISI વચ્ચે શું કનેક્શન છે

ISI તાલિબાનની મદદ માટે આગળ આવે તેમાં કોઈ નવાઈની વાત નથી. અફઘાનિસ્તાનમાં રહેલ ભારતીય જાસૂસ એજન્સીઓનું માનવું છે કે, પાકિસ્તાનની સહાયતા વગર તાલિબાનની જીત શક્ય નહોતી.

પાકિસ્તાન અને તાલીબાનનો ખૂબ જૂનો સંબંધ છે. પાકિસ્તાને વર્ષ 1994માં તાલિબાનની શરૂઆતથી લઈને વર્ષ 1996માં અફઘાનિસ્તાન પર કબ્જો કરવામાં તાલિબાનની સહાયતા કરી હતી. ઉપરાંત 9/11ના હુમલાખોરોને સુરક્ષા પણ આપી હતી.

The Sun in the sky નામના સમાચારપત્રમાં પાકિસ્તાન ISI અને અફઘાન વિદ્રોહી વચ્ચેના સંબંધ અંગે ચર્ચા કરવામાં આવી છે. જેમાં આંતરરાષ્ટ્રીય સંબંધ નિષ્ણાંત મેટ્ટ વાલ્ડમેને કેટલીક વિગતવાર માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે, “તાલીબાન કમાન્ડો અનુસાર ISI સમર્થન અને દ્રઢતાથી આંદોલનને પ્રભાવિત કરે છે. તે તાલીબાન અને હક્કાની સમૂહને શરણ આપે છે, ઉપરાંત તેમને ટ્રેનિંગ, ફંડીગ, હથિયારની સહાયતા કરે છે. ISI તાલીબાનના રણનૈતિક નિર્ણયો લેવા અંગે તેમના ફિલ્ડ ઓપરેશન પર મહત્વપૂર્ણ અસર કરે છે. હક્કાની વિદ્રોહીઓ પર તાલીબાનની ખૂબ જ અસર થઈ છે.”

છેલ્લા ત્રણ દાયકાઓથી ISI તાલીબાનને એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્યને પૂર્ણ કરવા તરીકે જુએ છે. કાબૂલમાં તાલીબાની શાસન પાકિસ્તાનની સેનાને પ્રતિષ્ઠિત ક્ષેત્રનો ફ્રી પાસ આપશે, જેથી પાકિસ્તાન ભારત સામે રણનૈતિક ફાયદો થવી શકે. સાથે જ તાલિબાન પાકિસ્તાનને મધ્ય એશિયામાં અફઘાન માર્ગો પર સ્વતંત્ર એજન્સી પણ આપશે.

આ પણ વાંચો: અફઘાનિસ્તાનના પૂર્વ મંત્રી જર્મનીમાં બન્યા પિઝા ડિલીવરી બોય, તસવીરો વાયરલ

અફઘાનિસ્તાનમાં ભારતીય રોકાણ શા માટે જોખમમાં છે?

છેલ્લા બે દાયકા દરમિયાન ભારતે અફઘાનિસ્તાનમાં પુન:ર્નિમાણ માટે 3 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે. વર્ષ 2001માં અમેરિકાની અધ્યક્ષતાવાળી સેના દ્વારા તાલીબાનને હટાવવામાં આવ્યું હતું.

ભારતે અફઘાનિસ્તાનમાં 90 મિલિયન ડોલરના ખર્ચે રસ્તાઓ, ડેમ, ઈલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન નેટવર્ક અને સબસ્ટેશન, શાળાઓ અને અફઘાન સંસદનું નિર્માણ કર્યું છે.

અફઘાન સંસદ સિવાય ભારતે હેરાતના ચેશતે જિલ્લામાં સલમા બંધનું નિર્માણ કરાવ્યું હતું. તેમજ કાબૂલમાં અફઘાન વિદેશ કાર્યાલય પરિસરમાં 100 વર્ષ જૂના સ્ટોર પેલેસને શરૂ કરવામાં મદદ કરી હતી અને રૂ. 600 કરોડના ખર્ચથી જરાંજ-ડેલારામ રાજમાર્ગનું નિર્માણ કર્યું હતું.

અફઘાનિસ્તાનમાં ભારતના આ વિકાસકાર્યો હંમેશા પાકિસ્તાનને આંખમાં કણાની જેમ ખૂંચતા રહ્યા છે અને ભારત પર ‘ઘેરાબંદી’નો આરોપ મુક્યો હતો.

આ પણ વાંચો: દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના કેસોમાં 12 હજારનો જોરદાર ઉછાળો, મૃત્યુઆંક પણ 600ને પાર

ભારત વિશે તાલીબાન શું વિચારે છે?

તાલીબાન ભારતને કાબૂલમાં લોકતાંત્રિક રીતે આવેલ સરકારનું સમર્થન કરતું જુએ છે અને યૂનાઈટેડ સ્ટેટ્સ અમેરિકાના સહયોગી તરીકે જોવે છે.

બંને પક્ષોમાં એકબીજા પર અવિશ્વાસ જોવા મળી રહ્યો છે, જેને ISIએ વારંવાર પ્રોત્સાહન આપ્યું છે. દા.ત. ISIએ તાલીબાનને જણાવ્યું કે, ભારતે તાજેતરમાં કંધારમાં તાલીબાનના એક સમૂહ પર બોમ્બથી હુમલો કર્યો હતો. તાલીબાનને વધુમાં જણાવ્યું કે, ભારતે અફઘાનના સુરક્ષા તંત્રને હેલીકોપ્ટ અને વિમાન આપ્યા છે.

ISIએ તાલીબાનને જણાવ્યું હતું કે, કાબૂલ એરપોર્ટ પર ભારતીય પાયલટની સાથે ભારતીય કમાન્ડ હેઠળ ફાઈટર જેટ પણ તૈનાત હતા.

સંરક્ષણ નિષ્ણાંતોએ જણાવ્યું કે, ‘ISI તાલીબાન સાથે પોતાના સંબંધ મજબૂત કરવા ઈચ્છે છે. જેથી ભારતની ભૂમિકા ઓછી કરવા માટે યુદ્ધથી બરબાદ થયેલ દેશના પ્રબંધનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે.’
Published by:kuldipsinh barot
First published:

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन