Home /News /national-international /

Afghanistan crisis: '20 વર્ષમાં જે બનાવ્યું હતું એ બધું ખતમ થઈ ગયું', ભારત પહોંચતા જ ભાવુક થયા અફઘાનિસ્તાનના સિખ સાંસદ

Afghanistan crisis: '20 વર્ષમાં જે બનાવ્યું હતું એ બધું ખતમ થઈ ગયું', ભારત પહોંચતા જ ભાવુક થયા અફઘાનિસ્તાનના સિખ સાંસદ

અફઘાનિસ્તાનથી ભારત પહોંચેલા નાગરિકો

Afghanistan latest update: જે લોકો કાબુલમાં છે તે તાલિબાની ગાર્ડ્સ ની મંજૂરી વગર ઘરથી એરપોર્ટ માટે નીકળી શકતા નથી. તેમણે સમજાવ્યું કે ભારતીય દૂતાવાસથી માત્ર 10 કિલોમીટર દૂર સ્થિત હામિદ કરઝઈ એરપોર્ટ અમેરિકી સેનાના તાબા હેઠળ છે.

  ગાઝિયાબાદઃ અફઘાનિસ્તાનના (Afghanistan crisis) કાબુલમાં તાલિબાનનો (kabul taliban) કબ્જો થયા બાદ અફઘાનિસ્તાનથી ભારતીઓને (Afghanistan to India) વતન પરત લાવવામાં આવી રહ્યા છે. રવિવારે ભારતીય વાયુસેનાનું (Indian Air Force) વિમાન કુલ 168 યાત્રીઓને લઈને ગાઝિયાબાદનાહિંડન એરબેસ પહોંચ્યું હતું. જેમાંથી 107 ભારતના નાગરિક (Citizens of India) હતા. ભારતીય સરજમીન ઉપર ઉતર્યા બાદ આ લોકોનું દર્દ છલકાયું હતું. કેમેરાની સામે ભીની આંખે પોતાની કહાની વ્યક્ત કરી હતી. અત્યારે આ યાત્રીઓને એરબેસ ઉપર આરટી-પીસીઆર (RT-PCR) તપાસ કરવામાં આવી રહી છે.

  અફઘાનિસ્તાનથી ભારત પહોંચ્યેલા નરેન્દ્ર સિંહ ખાલસા નામના વ્યક્તિએ પત્રકાર સાથે વાતચીત દરમિયાન પોતાનું દુઃખ વ્યક્ત કરતા ભાવુક થયા હતા. તેમણે જણાવ્યું હતું કે મને રડવું આવે છે.... જે પણ 20 વર્ષમાં બનાવ્યું હતું આજે બધુ ખતમ થઈ ગયું... બધું શુન્ય થઈ ગયું... ખાલસા અફઘાનિસ્તાનમાં સાંસદ હતા. વાતચીત દરમિયાન પત્રકાર સતત સાંત્વના આપતા રહ્યા હતા. જોકે, એવા સમાચાર મળી રહ્યા હતા કે તાલિબાને અફઘાનિસ્તાનમાં સિખ અને હિન્દુ સમુદાયોને સુરક્ષાનો વિશ્વાસ અપાવ્યો હતો.

  ત્યારે હિંડન એરફોર્સ સ્ટેશન ઉપર એક અફઘાની મહિલાએ જણાવ્યું હતું કે તાલિબાને તેમનું ઘર સળગાવી દીધું છે. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં સ્થિતિ બગડી રહી છે. એટલા માટે હું મારી પુત્રી અને બે પૌત્ર-પૌત્રીઓની સાથે અહીં આવી છું. અમારા ભારતીય ભાઈ-બહેન અમને બચાવવા માટે આગળ આવ્યા છે.

  તેમણે જણાવ્યું કે, તાલિબાનીઓએ અમારા ઘર સળગાવી દીધા છે. અમારી મદદ કરવા માટે ભારતનો આભાવ કરું છું. ભારત ઉપરાંત બ્રિટન, અમેરિકા સહિત અનેક દેશો સતત અફઘાનિસ્તાન નાગરિકોને નીકાળી રહ્યા છે.

  આ પણ વાંચોઃ-બાથરૂમમાં સ્નાન કરતી પત્નીએ જોયો ગુપ્ત કેમેરો, પતિની હરકતો જોઈને મહિલા થઈ ગઈ શરમથી 'પાણી-પાણી'

  તાલિબાન મુશ્કેલીઓ પૈદા કરી રહ્યું છે
  ધ હિન્દુના રિપોર્ટમાં અધિકારીઓનો હવાલો આપતા જણાવ્યું હતું કે તાલિબાને રાજધાની ઉપર કબ્જો કરી લીધા બાત ઔપચારિક સરકારનું ગઠન થયું નથી. આવી સ્થિતિમાં લોોકને ખુબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમની પાસે જરૂરી દસ્તાવેજ નથી.

  આ પણ વાંચોઃ-અમદાવાદઃ નોકરાણીના પતિએ નિવૃત્ત સેશન્સ જજને 24 કલાકમાં 43 વખત ફોન કરી આપી ધમકી, કેમ આપી ધમકી?

  આ પણ વાંચોઃ-મોરબીઃ બાઈક અથડાવા જેવી નજીવી બાબતમાં બે યુવકોએ ઈરાન ખોડની છરી વડે કરી હત્યા

  એક અધિકારીના જણાવ્યા પ્રમાણે અમારી સૌથી મોટી મુશ્કેલી એ છે કે જે લોકો કાબુલમાં છે તે તાલિબાની ગાર્ડ્સ ની મંજૂરી વગર ઘરથી એરપોર્ટ માટે નીકળી શકતા નથી. તેમણે સમજાવ્યું કે ભારતીય દૂતાવાસથી માત્ર 10 કિલોમીટર દૂર સ્થિત હામિદ કરઝઈ એરપોર્ટ અમેરિકી સેનાના તાબા હેઠળ છે. તેઓ પણ એરપોર્ટ બહાર મદદ નથી કરી શકતા. આવી સ્થિતિમાં સ્થાનિય ગાર્ડ્સથી દરેક ચેકપોર્ટ ઉપર સામનો કરવો જરૂરી બની ગયો છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Afghan Crisis, Indian Air Force, Taliban terrorism

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन