કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો મેળવ્યા બાદ તાલિબાન (Taliban) સરકાર બનાવવામાં લાગ્યું છે. બીજી તરફ તાલિબાનીઓ વૉરલૉર્ડ્સની ધરપકડ કરી રહ્યા છે. આ પહેલા તાબિલાને વૉરલૉર્ડ્સ ઇસ્માઇલ ખાનને પકડ્યા હતા. હવે તાલિબાની લડાકૂઓએ અફઘાનિસ્તાનની પ્રથમ મહિલા ગવર્નર સલીમા માઝરી (Salima Mazari)ની ધરપકડ કરી છે. માઝરી ચારકિંત જિલ્લાની ગવર્નર છે. તાલિબાન સામે લડવા માટે તેણીએ પોતાની સેના બનાવી હતી. તેણીએ જાતે જ હથિયાર ઉઠાવ્યા હતા. સલીમા અંતિમ સમય સુધી તાલિબાનનો સામનો કરતી રહી હતી. ઉલ્લેખનીય છે કે વૉરલૉર્ડ્સ એમને કહેવામાં આવે છે, જેમણે અમેરિકાની મદદથી પોતાની જાતને તૈયાર કરી હતી અને તાબિલામ સામે યુદ્ધ છેડ્યું હતું.
પકડાવા સુધી તાલિબાનનો મુકાબલો કર્યો
અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓ કત્લેઆમ કરી રહ્યા હતા, દેશના બાકીના નેતાઓ સરેન્ડર કરી રહ્યા હતા અથવા દેશ છોડીને ભાગી રહ્યા હતા ત્યારે મહિલા ગવર્નર સલીમા માઝરી સામી છાતીએ તાલિબાન સામે લડી હતી. તેણી લોકોને પોતાના સૈન્યમાં જોડાવાની અપીલ કરતી હતી. સલીમાઓ પોતાના લોકોને બચાવીને તાલિબાનનો અંતિમ ક્ષણ સુધી સામાનો કર્યો હતો. ઝડપાયા સુધી તેણીએ બંદૂક ઉઠાવીને પોતાના લોકોની રક્ષા કરી હતી. સલીમાની આર્મીમાં સામેલ લોકો પોતાની જમીન અને પશુધન વેચીને હથિયાર ખરીદી રહ્યા હતા. સલીમા પોતે અગ્રીમ મોરચે લડતી હતી. તેણી ઠેર ઠેર જઈને લોકોને પોતાની સેનામાં જોડાવવા માટે અપીલ કરતી હતી.
તાલિબાનને માઝરી અને તેનો સમુદાય પસંદ નથી
આ પહેલા સલીમા માઝરીએ જણાવ્યું હતું કે, તાલિબાન માનવાધિકારનો ભંગ કરે છે અને સામાજિકરૂપે મહિલા નેતાઓને સ્વીકાર કરી શકતા નથી. માઝરી હઝારા સમુદાયમાંથી આવે છે અને તે સમુદાયના મોટાભાગના લોકો શિયા છે. સુન્ની મુસલમાનવાળા તાલિબાન તેમને બિલકુલ પસંદ કરતા નથી. તાલિબાન અને ઈસ્લામિક સ્ટેટની લડાઈના કારણે તેમને સતત નિશાન બનાવવામાં આવે છે. મે મહિનામાં તેમણે અફઘાનિસ્તાનની એક સ્કૂલ પર હુમલો કરીને 80 છોકરીઓને મોતને ઘાટ ઉતારી દીધી હતી.
કોણ છે સલીમા માઝરી?
મૂળ અફઘાનિસ્તાનની સલીમા માઝરીનો જન્મ ઈરાનમાં વર્ષ 1980માં એક રેફ્યૂજી તરીકે થયો હતો. ત્યારે તેમનો પરિવાર સોવિયેતમાં યુદ્ધથી ભાગી ગયો હતો. તેમણે ઈરાનમાં શિક્ષા મેળવી છે. તેહરાન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યા બાદ તેમણે તેમના માતા-પિતાને મુકીને અફઘાનિસ્તાન જવાનો નિર્ણય કર્યો. આ નિર્ણય કરતા પહેલા તેમણે યુનિવર્સિટી અને આંતરરાષ્ટ્રીય પ્રવાસન સંગઠનમાં અનેક ભૂમિકાઓ ભજવી છે.
વર્ષ 2018માં તેમને ખબર પડી કે, ચારકિંત જિલ્લાના ગવર્નર પદની વેકેન્સી બહાર પડી છે. ચારકિંત તેમની માતૃભૂમિ હતી, તેથી તેમણે આ પદ માટે અરજી કરી. ત્યારબાદ માઝરીની ગવર્નર પદ માટે પસંદગી કરવામાં આવી. તાલિબાનના જોખમને જોતા ચારકિંત જિલ્લાને સુરક્ષિત કરવા માટે તેમણે સિક્યોરિટી કમિશનની સ્થાપના કરી હતી. સિક્યોરિટી કમિશન સેનામાં ભરતી અંગેનું કામ કરતું હતું. સલીમાએ તેના કાર્યકાળ દરમિયાન તાલિબાનોને હેરાન કરી દીધા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર