Home /News /national-international /Blast in Afghanistan: ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું કાબુલ, 19નાં મોત, 27 ઘાયલ

Blast in Afghanistan: ફરી એક વખત બૉમ્બ બ્લાસ્ટથી ધણધણી ઉઠ્યું કાબુલ, 19નાં મોત, 27 ઘાયલ

Afghanistan Blast

KABUL BOMB BLAST: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ફરી એક વખત ભયાનક બૉમ્બ વિસ્ફોટ થયો છે જેમાં 19 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે, તો બે ડઝનથી વધારે લોકો ઘાયલ થયા છે.

    કાબુલ: અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજ આવ્યા પછી અરાજકતાનો માહોલ છે. છાશવારે મહિલાઓ સાથે અન્યાય અને બૉમ્બ વિસ્ફોટ જેવી ઘટનાઓના સમાચાર આવતા રહેતા હોય છે. આજે ફરી એક બૉમ્બ બ્લાસ્ટની ભયાનક ઘટના સામે આવી છે જેમાં કાબુલના લઘુમતી વિસ્તાર કે જ્યાં શિયાઓની વસ્તી વધારે છે એવા સ્થળે બૉમ્બ બ્લાસ્ટ થતા 19 લોકોનાં મોત થયા હતા અને 27 જેટલા નાગરિકો ઘાયલ થયા હતા. આ ઘટના વિશેની માહિતી તાલિબાનો દ્વારા નિમાયેલા પ્રતિનિધિએ પોતે આપી હતી.

    દષ્તી બારચી નામના વિસ્તારમાં થયો બ્લાસ્ટ

    મળી રહેલા સમાચાર અનુસાર આ બ્લાસ્ટ દષ્તી બારચી નામના વિસ્તારમાં કરવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્લાસ્ટ એક શૈક્ષણિક સ્થળે કરવામાં આવ્યો છે. જ્યાં ઘણા લોકો અગાઉથી હાજર હતા જેમાંથી 19 લોકો મોતને ભેટયા હતા અને 27 જેટલા નાગરિકો ઘાયલ થયા હતા.



    કોણે કરાવ્યો બ્લાસ્ટ? સસ્પેન્સ યથાવત

    જો કે આ વિસ્ફોટની ઘટના પાછળ કોનો હાથ છે તે હજુ જાણી શકાયું નથી. કોઈ સંગઠને હજુ સુધી આ બ્લાસ્ટની જવાબદારી સ્વીકારી નથી. જેના કારણે અટકળો બાંધવામાં આવી રહી છે
    .
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Afghanistan Bomb Blast, Afghanistan-Taliban

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन