Home /News /national-international /અફઘાનિસ્તાન: કાબુલ યુનિ. પાસે બોમ્બ બ્લાસ્ટ, 26ના મોત, 18 ઘાયલ

અફઘાનિસ્તાન: કાબુલ યુનિ. પાસે બોમ્બ બ્લાસ્ટ, 26ના મોત, 18 ઘાયલ

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આજે એટલે કે બુધવારે જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે. જેમાં 26 લોકોના મોત થયા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ તયાની માહિતી મળી રહી છે.

મળતી માહિતી મુજબ, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં યુનિવર્સિટી અને હોસ્પિટલ પાકસે જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો, જેમાં 26 જેટલા નિર્દો, લોકોના ઘટના સ્થળ પર જ મોત નિપજ્યા છે, જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયાં છે. બોમ્બ બ્લાસ્ટની ઘટનાની સુચના મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી ગયો હતો. હાલમાં બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. ઈજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યા છે. રોયટર્સના રિપોર્ટ અનુસાર બોમ્બ બ્લાસ્ટ મસ્જિદ નજીક કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, અહીં પર્શિયન નવા વર્ષની ઉજવણીનું જશ્ન મનાવવામાં આવી રહ્યું હતું, તે જ સમયે બોમ્બ બ્લાસ્ટની ઘટના બની છે.



ઉલ્લેખનીય છે કે, કાબુલમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઓ વધી રહી છે. આ પહેલા પણ જાન્યુઆરીમાં જબરદસ્ત બોમ્બ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં 95 લોકોના મોત નિપજ્યા હતા, જ્યારે 163 લોકો ઘાયલ થયા હતી. આ હુમલાની જવાબદારી તાલિબાને લીધી હતી. આ હુમલો કાબુલના સિદારત સ્ક્વેયર પાસે થયો હતો. આ સિવાય 20 જાન્યુઆરીએ તાલિબાને કાબુલની એક આલિશાન હોટલ પર હુમલો પણ કર્યો હતો. જેમાં 14 વિદેશી સહિત 20થી વધુ લોકો મર્યા હતા અને એક ડઝનથી પણ વધારે લોકો ઘાયલ થયા હતા.
First published:

Tags: અફઘાનિસ્તાન, આત્મહત્યા, કાબુલ, વિસ્ફોટ, હુમલો

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો